________________
[૧૮] Deesebenedeters speech.de/s-e-ses bowedeedetect.desed. ed...
ગત બે વરસમાં પૂ. ગચ્છાધિપતિશ્રીની પ્રેરણાથી કચ્છમાં પણ બાંભડાઈ, મોથારા, મોટા આસંબીઆ, સાંયરા અને મોટા રતડીઆમાં પણ જિનાલય જીર્ણોદ્ધાર, શતાબ્દી અને પ્રતિષ્ઠાદિ મહોત્સવ ઊજવવામાં આવ્યા હતા.
- પૂ. ગચ્છાધિપતિશ્રીની પ્રેરણાથી મોટા આસંબીઆના સંઘરત્ન શ્રી શામજી જમ્મુભાઈ ગાલા ૧૦૮ જિનબિંબોની તથા નાના આસબીઆના શ્રેષ્ઠિ મોરારજી નાનજી ગાલા પણ ૧૦૮ જિનબિંબની અંજનશલાકા કરાવનાર છે. રતાડીઆ (ગણેશ વાળા )માં શ્રેષ્ઠિ શ્રી કલ્યાણજી ગંગાજર ભગત પણ શિખરબદ્ધ જિનાલયનું ખાતમુહૂર્ત શિલારોપણ કરાવેલ છે, તથા પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની પ્રેરણાથી જિનબિંબની અંજનશલાકા પ્રતિષ્ઠા પણ કરાવનાર છે.
પૂજ્યશ્રીએ રચેલું સાહિત્ય (૧) પર્વકથા સંગ્રહ (૨) શ્રીપાલ ચરિત્ર (૩) સ્તુતિ ચોવીસી (૪) પર્વ સ્તુતિઓ (૫) આર્ય રક્ષિતસૂરિ ચરિત્રમ્ – ગદ્ય (૬) કલ્યાણસાગરસૂરિ ચરિત્રમ- પદ્ય (૭) ગૌતમસાગરસૂરિ ચરિત્રમ – ગદ્ય. આ ગ્રંથ સંસ્કૃતમાં રચેલા છે. (૮) કલ્પસૂત્ર–ગુજરાતી ભાષાંતર (૯) પર્યુષણાષ્ટાલિંકા વ્યાખ્યાન. ભાષાંતર (૧૦) પંચ પ્રતિક્રમણ સૂત્ર-સાર્થ (૧૧) સ્તવન ચોવીસી (૧૨) રમૈત્યવંદન ચોવીસી (૧૩) કલ્યાણસાગરસૂરિ જીવન સૌરભ (૧૪) પાર્શ્વનાથ ચરિત્ર–ગુજરાતી (૧૫) સત્તર મટી પૂજાઓ (૧૬) જ્ઞાનપંચમીનું ગોઢાળિયું, રીયવંદન, સ્તુતિ વિધિ ઈત્યાદિ (૧૭) નવ૫૪ વિધિનાં રીત્યવંદન, સ્તવન, સ્તુતિઓ (૧૮) વીશ સ્થાનક વિધિ, ચઢાળિયું વગેરે (૧૯) વર્ધમાન તપ સ્તવન સ્તુતિ ઈત્યાદિ (૨૦) શત્રુંજય તીર્થ, નવાણું યાત્રાનાં સ્તવન, ચૈત્યવંદન, સ્તુતિઓ, પ્રકીર્ણ સ્તવન સ્તુતિઓ (૨૧) પ્રાર્થના, ધૂન, નવકાર છંદ, અષ્ટપ્રકારી પૂજા તથા નવાંગ પૂજાના દુહા, આરતી, મંગળ દીવો, લઘુપુણ્ય પ્રકાશનું સ્તવન (૨૨) બારસા ઢાળિયા (૨૩) અચલગચ્છ ધાર્મિક પાઠયક્રમ શ્રેણી પુસ્તક ૬ (૨૪) મૌન એકાદશી ચઢાળિયું, રોહિણી ચઢાળિયું, પાર્શ્વનાથ ચોઢાળિયું, મહાવીર સત્યાવીશ ભાવ ચઢાળિયું, જિન ચોવીશીનાં બે ચઢાળિય, ક્ષમાપના સ્તવન, ચાર શરણ સ્તવન ઈત્યાદિ.
Dી શ્રી આર્ય કયાણા ગોતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org