________________
મહાનત્યાગી, કચ્છ હાલાર દેશદ્ધારક, દ્વિારકા
શ્રી ગૌતમસાગરસૂરિ ગુલાબમલજી ઇત્યાદિ શિષ્યની પ્રાપ્તિ :
કચ્છ હાલાર દેશદ્વારક, મહાન ક્રિોદ્ધારક, સુવિહિત શિરોમણિ જેવા બિરુદથી પ્રસિદ્ધ પૂ. દાદા શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજીને જન્મ સં. ૧૯૨૦ માં મારવાડના પાલી નગરમાં થયો હતે. તેમના પિતાનું નામ ધીરજમલજી અને માતાનું નામ ક્ષેમલદ હતું. જ્ઞાતિએ તેઓ શ્રીમાળી બ્રાહ્મણ હતા. સં. ૧૯૨૫ માં મારવાડ માં ભયંકર દુષ્કાળ પડ્યો. શિષ્યોની પ્રાપ્તિ અથે કચ્છથી દેવસાગરજી, અભેચંદજી, વીરજી અને નાનચંદજી આ ચાર યતિઓ કચ્છ દેશથી પાલી આવ્યા. તેમને કુલ આઠ શિષ્યની પ્રાપ્તિ થઈ. શ્રીમાળી બ્રાહ્મણ ધીરમલે મિત્રતાથી પ્રેરાઈ પોતાની પત્નીને સલાહથી પિતાને પુત્ર ગુલાબમલજી યતિ દેવસાગરજીને સમર્પિત કર્યો. બાળક ગુલાબમલનાં શુભ લક્ષણે જોઈ દેવસાગરજી ખૂબ જ પ્રસન્ન થયા. નવ બાળકને લઈ ઉક્ત યતિઓ કચ્છ આવ્યા અને પિતપેલામાં શિષ્યોની વહેંચણી કરી લીધી. તેમાં યતિ દેવસાગરજી હસ્તક ગુલાબમલજી તથા કલ્યાણજી એમ બે બાળકો રાખવામાં આવ્યાં. યતિ દેવસાગરજી આ બાળકને લઈ નાના આસંબી આવ્યા. અહીં દેવસાગરજીએ કચ્છ – ભૂજની પશાળ સંભાળતા પિતાના શિષ્ય સ્વરૂપસાગરજીને પોતાની પાસે લાવી આ બંને બાળકોને તેમના ગૃહસ્થ શિષ્ય બનાવ્યા. ગુલાબમલજીનું નામ “જ્ઞાનચંદ્ર” રાખ્યું, જે પછીથી “ગૌતમસાગરજી” નામે પ્રસિદ્ધ થયા.
અહીં દેવસાગરજી તથા સ્વરૂપસાગરજીની પૂર્વે થયેલ મહેપાધ્યાય રત્નસાગરજી આદિને સંક્ષિપ્ત પરિચય જોઈએ ? (૧) મહોપાધ્યાય શ્રી રત્નસાગરજી : ' આપણે આગળ જોયું કે, ૬૪ મા પટ્ટધર શ્રી કલ્યાણસાગરસૂરિના મહોપાધ્યાય રત્નસાગરજી ગણિ કુશળ મંત્રી જેવા શિષ્ય હતા. ર નસાગરજી મ. સા. ને જન્મ સં. ૧૬૨૬ ના પોષ સુદ ૧૦ ના કચ્છ જખૌમાં થયો હતો. તેઓ દયા ઓશવાળ નાગડા ગોત્રીય આસુ શ્રેષ્ઠિની પત્ની કર્મદેવીના પુત્ર હતા. મૂળ નામ રતનશી હતું. બાળક સાત વરસને થયો, ત્યારે માતા-પિતા મૃત્યુ પામ્યા. કાકા રણશીએ આ બાળકને ઉછેર્યો. સં. ૧૯૩૫ માં ધર્મમૂર્તિસૂરિ જખૌ પધારતાં કાકાએ બાલ રતનશીને વારા. સં. ૧૬૪૧ ના મહા સુદ ૨ ના દિવસે ગુરુએ તેમને દીવબંદરમાં દીક્ષા આપી. મુનિશ્રી રત્ન
એક ગ્રાઆર્ય કયાઘગૌતમસ્મૃતિગ્રંથ
Tre
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org