________________
besteedteste stedestestedbestestestestededeledest to testostestetstestestetstest sesetesto sters .desto stesso de estastedadessestest અનેક પ્રતે લિપિબદ્ધ કરાઈ. આના કારણે પ્રાચીન જ્ઞાનભંડાર તરીકે કચ્છ કડાયના ઉક્ત જ્ઞાનભંડારની ગણના થવા લાગી. શ્રી વિસનજી ત્રિકમજી અને ખેતશી ધુલાનાં ધર્મકાર્યો :
કચ્છ સુથરીના શ્રેષ્ઠિ સર વિસનજી ત્રિકમજી નાઈટ એ જ અરસામાં થઈ ગયા. તેમણે સન્માર્ગે વિપુલ ધનને સદવ્યય કરીને કીર્તિને ઉજ્જવળ કરી. સાયરા, બાસી, આકેલા ઈત્યાદિમાં જિનાલય બંધાવ્યાં. “જૈન ધર્મ વિદ્યા પ્રસારક વગ” દ્વારા ગચ્છનું કેટલુંક ઉપયોગી સાહિત્ય પ્રકાશિત કરાવ્યું. સુથરીના શ્રેષ્ઠિ શ્રી ખેતશી ધુલ્લા પણ મહા દાનવીર શ્રેષ્ઠિ થઈ ગયા. જિનાલયેના જીર્ણોદ્ધાર પાછળ તેમણે લાખ રૂપિયા ખર્ચો. સં. ૧૯૬૩ માં તેમણે બાવન ગામોના સંઘોને નિમંત્રી જ્ઞાતિમેળો કર્યો અને સાત રંક મિષ્ટાન ભેજન કરાવ્યું. સં. ૧૯૭૨ માં હાલારમાં પણ જ્ઞાતિમેળે કર્યો. ઉદેપુર, વણથલી, ચાલીસગાંવ, ખંડવા, આકલા, શિકાપુર ઇત્યાદિ સ્થળોએ ઉપાશ્રય બંધાવી આપ્યા. ખંડવા અને ઉજજનમાં જેસંગપુરામાં પાર્શ્વનાથ પ્રભુનાં જિનાલયે બંધાવી આપ્યાં.
લીંબડીમાં ખેતશી શાહે શાંતિનાથ પ્રભુનું શિખરબંધ જિનાલય બંધાવી આપેલું. મુંબઈમાં નવપદજીનાં ઉજવણુ વખતે ૮૦,૦૦૦ રૂપિયા ખર્ચી. તેમના પુત્ર હીરજી શાહે પૂનાની ભાંડારકર ઓરીએન્ટલ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટની લાયબ્રેરીને રૂા. ૫૦,૦૦૦ નું દાન આપ્યું તથા પ્રાચીન જન સાહિત્યનાં ગ્રંથ માટે રૂમ બંધાવી આપ્યો. તેના ઉપર તેમના નામની આરસની તકતી લગાડવામાં આવી. કચ્છમાં જિનાલયનું નિર્માણ :
આ અરસામાં નવીનાળ, સુજાપર, મેટા રતડીઆ, નાના રતડીઆ, રેલડીઆ, મંજલ, ભુવડ, ફરાદી, દુર્ગાપુર (નવાવાસ), આરીખાણું, તુંબડી, ગુંદિયાળી, વાંકી, દેશલપુર, વિણ, મેરાઉ, રાપર (ગઢવાળી), રાયણ, તલવાણું ઇત્યાદિ સ્થળામાં જિનાલય બંધાયાં અને તેના પ્રતિષ્ઠાદિ મહોત્સવ પણ ઉજવાયા.
વિવેકસાગરસૂરિના હસ્તે ગૌતમસાગરજીએ સં. ૧૯૪૦ માં માહીમ (મુંબઈ) માં યતિદીક્ષા સ્વીકારી. ગૌતમસાગરજીએ સુવિહિત માર્ગને પુનઃજીવિત કર્યો અને શાસન અને ગચ્છના ઈતિહાસમાં મહત્વનું પૃષ્ઠ ઉમેર્યું. (આ અંગે આપણે આગળ જોઈશું.) ૭૪. ચરમ શ્રીપૂજ શ્રી જિતેન્દ્રસાગરસૂરિ :
કચ્છ ગોધરાના વિશા ઓશવાળ જ્ઞાતીય કલ્યાણજી જીવરાજનાં પત્ની લાછબાઈની કુક્ષિથી સં. ૧૯૨૯માં જેસિંગભાઈને જન્મ થયે હતે. જે.સંગના પિતા સ્વયં વૈરાગી હતા.
જ શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ
છેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org