________________
Moddess.cted gogoes doddesse s sed ocessed seedsooooooooooo અચલગચ્છીય આચાર્ય શ્રી રંગરત્નસૂરિ :
આ આચાર્યશ્રી સં. ૧૪૪૫ આસપાસમાં વિદ્યમાન હતા, એવા ઉલેખે પ્રાપ્ત થાય છે. શ્રીમાળી જૈન કુટુંબ વંશની એક પ્રાચીન વહીથી * જાણવા મળે છે કે ખંભાત પાસેના તારાપુરના શ્રેષ્ઠી શ્રી ગોગને સં. ૧૪૪૫ માં શત્રુંજય તીર્થની યાત્રા કરેલી તથા અચલગચ્છીય શ્રી રંગરત્નસૂરિના પદમહોત્સવ પ્રસંગે ૮૪ ગચ્છના યતિઓને વાણેતર મોકલાવી વેશ વહેરાવેલ. સં. ૧૪૪૫ માં શ્રી રંગરત્નસૂરિના ઉપદેશથી પાટણના દેવશી શ્રેષ્ઠીએ શ્રી શત્રુંજય તીર્થને છરી પાળ સંઘ કાઢવ્યો હતો. સં. ૧૪૪૫ ના ફા. વદ ૧૧ને દિવસે પાટણમાં શ્રી મેરૂતુંગસૂરિને ગબ્બશપદ પ્રાપ્ત થયું. તે વખતે શ્રી રત્નશેખરસૂરિને આચાર્ય પદસ્થ કરવામાં આવેલ. શક્ય છે કે, સાથે શ્રી રંગરનસૂરિને આચાર્ય પદસ્થ કરવામાં આવ્યા હોય. વિશાળ સાધ્વી પરિવાર :
શ્રી આરક્ષિતસૂરિ, શ્રી જયસિંહસૂરિના વખતમાં મહત્તરા સાધ્વીશ્રી સમયશ્રીજી આદિ વિશાળ સાધ્વીસમુદાય પછી દીર્ઘ સમયના અંતરે આ ગચ્છના અર્થાત્ શ્રી મેરૂતુંગસૂરિના સમયના સાધ્વીસમુદાય અંગે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. સાધ્વીશ્રી મહિમશ્રીજીને શ્રી મેરૂતુંગસૂરિએ “મહત્તર ”પદે સ્થાપિત કર્યા હતાં. (સમયશ્રીજીની પરંપરામાં પટ્ટસ્થાને મહિમશ્રીજીને ઉલેખ પણ પ્રાપ્ત થાય છે. તે કાવ્ય શ્રી આરક્ષિતસૂરિજીના જીવનચરિત્રમાં જોઈ ગયા.) અચલગચ્છીય સાધ્વીજી રચિત ગ્રંથ :
- પ્રવતિની સાદવજી મહિમશ્રીજી દ્વારા રચિત શ્રી ઉપદેશ ચિંતામણિની અવચૂરિ પ્રાપ્ત થાય છે. અવચૂરિને અંતે “સા. શ્રી મહિમશ્રિયા વિરચિતા” એ ઉલ્લેખ પણ છે તેઓ વિદુષી હતાં. શ્રી મેરૂતુંગસૂરિના સમુદાયમાં અન્ય સાધ્વીજી શ્રી મેરુલક્ષ્મીશ્રીજી રચિત બે તેત્રો પ્રાપ્ત થાય છે. સાથે સાથે તેઓ પ્રવતિની અને ગણિની હતાં એ ઉલ્લેખ વિશેષ ધ્યાનાકર્ષક છે. શ્રી મેરૂતુંગસૂરિના અન્ય સાધ્વી--સમુદાય વિશાળ હતો, એમાં કોઈ શક નથી. તે વખતના સાધ્વીજીઓ દ્વારા અન્ય ગ્રંથ પણ રચાયા હશે. ' પાંચસો ભવ્ય જીને પ્રતિબોધ :
શ્રી મેરૂતુંગસૂરિએ પાટણ, ખંભાત, જંબુસર ઇત્યાદિ અનેક સ્થળોમાં વિચરી પાંચસો ભવ્ય જીને પ્રતિબોધી દીક્ષિત કરેલા. તેમના સાધુ-સાધ્વી સમુદાય અંગે રાસકાર નેધે છે કે તેમના સાધુ-સાધ્વીજીને જે વિશાળ પરિવાર જે તેની સંખ્યા કોણ કહી શકશે? શ્રી ચક્રેશ્વરી દેવીના કૃપાપાત્ર:
શ્રી મેરૂતુંગસૂરિ મહાપ્રભાવક હોઈ ચક્રેશ્વરી દેવી, પદ્માવતી દેવી, જીરાવલી તીર્થના ક આ વડી આ ગ્રંથના દ્વિતીય ખંડ પ્રકાશિત કરવામાં આવી છે.
મારી આર્ય ક યાણાગૌતમસ્મૃતિગ્રંથ કથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org