SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ Tયા હboo s telsewheeses.sleese-seases to the shoes bond sesses 26thosts ખરેખર શત્રુંજય તીર્થના મુખ્ય જિનાલયમાં ચંદર સળગી રહ્યો હતે, તે ઓલવાઈ ગયેલ છે. તેવી જ રીતે તિમિરપુરમાં લાગેલી પ્રચંડ આગ તેમના ધ્યાન બળથી ઓલવાઈ ગઈ. દૈવિક પ્રભાવથી બહેન ગુરુદન કરી શકી : શ્રી મેરતંગસૂરિનાં સંસારી બેન ચંદ્રાએ અભિગ્રહ લીધેલ કે સૂરિજીનાં દર્શન કરવાં, પણ સૂરિજી ખૂબ દૂર વિચારતા હતા. પણ દેવના પ્રભાવથી બેન ચંદ્ર સૂરિજીનાં દર્શન કરવા ભાગ્યશાળી બની શકી. ઉપરોક્ત પ્રસંગોથી જાણી શકાય છે કે ગ્રંથકારોએ શ્રી મેરૂતુંગસૂરિને મંત્રપ્રભાવક, મહિમાનિધિ” જેવાં બિરુદથી નવાજ્યા છે, તે ઉપયુક્ત જ છે. તેમણે રચેલા મહાપ્રભાવક છે નમે દેવદેવાય” સ્તોત્રની કથા આ પ્રમાણે છે : વડનગરના નાગર બ્રાહ્મણને પ્રતિબોધ અને તેત્રરચના : એકદા શ્રી મેરૂતુંગસૂરિ બિહાર કરતા “વડનગર” પધાર્યા. ત્યાં નાગર બ્રાહ્મણોનાં ત્રણસે ઘર હતાં. કિંતુ કેઈએ પણ આહારપાણી વહોરાવ્યાં નહિ. સૂરિજી સહિત બધા સાધુઓ તવૃદ્ધિ માની સમતાશીલ રહ્યા. એ જ સાંજે નગરશેઠને પુત્ર સર્પદંશથી મૂછ પામ્યું. પણ જિનશાસનની પ્રભાવના કરવા માટે શ્રી મેરૂતુંગસૂરિએ “ૐ નમે દેવદેવાય” એ તેત્રના રચનાપૂર્વકના પાઠથી નગરશેઠના પુત્રનું વિષ દૂર કર્યું અને તેની મૂચ્છ ઉતરી ગઈ. આ પ્રસંગે અનેક નાગર બ્રાહ્મણોએ જન ધમને સ્વીકાર કર્યો. તે નગરમાં જૈન ધર્મનો મહિમા ખૂબ જ પ્રસર્યો. નાગર જૈનોએ સૂરિજીને તે વર્ષનું ચાતુર્માસ પણ ત્યાં જ કરાવ્યું. નાગર જૈનોએ વડનગરમાં સૂરિજીના ઉપદેશથી વિશાળ જિનમંદિર અને ઉપાશ્રય પણ બંધાવ્યાં. શ્રી મેરૂતુંગસૂરિના ઉપદેશથી નાગર જેનેએ ભરાવેલાં જિનબિંબો અને તે ઉપરના પ્રતિષ્ઠા લેખો ઉ૫લબ્ધ થાય છે. ગચ્છનાયક શ્રી મેરૂતુંગસૂરિ: શ્રી મહેન્દ્રપ્રભસૂરિ ગુરુદેવના કાળધર્મ બાદ સં. ૧૪૪૫, ફા. વ. ૧૧ ને દિવસે શ્રી મેરૂતુંગસૂરિ પાટણમાં “ગચ્છનાયક’ પદે આરૂઢ થયા. આ પ્રસંગે શ્રેષ્ઠી સંગ્રામસિંહે પ્રચુર ધનને વ્યય કરી અને લહાવે લીધે. આ પ્રસંગે મુનિશ્રી રત્નશેખરસૂરિને પણ સૂરિપદથી અલંકૃત કરવામાં આવ્યા. શાસનદેવી શ્રી ચકેશ્વરી દેવીનું સાન્નિધ્ય :. એકદા શ્રી મેરૂતુંગસૂરિ ખંભાતમાં ચાતુર્માસ નિમિત્તે બિરાજમાન હતા. ત્યારે શ્રી ચક્રેશ્વરી દેવી તેમને વંદના કરવા આવ્યાં. દેવીએ ગુરુને કહ્યું કે આજથી એકવીશમે દિવસે દિલ્હી પર મોગલે ત્રાટકશે, માટે તમારા ઉપાધ્યાયશ્રી જેઓ હાલ દિલ્હીમાં છે, છે. આ શ્રી આર્ય કયા ગૌતમ સ્મૃતિગ્રંથો છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy