________________
gasadapava adh... | નકકર પાવર ટચ કરcacca aaa bla [૭૩
આ ગ્રંથ આજે ઘણાં સાધુ-સાધ્વીજીએ ચાતુર્માસ દરમ્યાન વ્યાખ્યાનમાં વાંચે છે. શાસન અને ગચ્છના કારણે તેઓએ ખરેખર એક અદ્ભુત ગ્રંથરત્નની ભેટ ધરી છે. શાસ્ત્રીય સત્યને રજૂ કરવા માટે ‘ઉપદેશ ચિંતામણિ ’એ પ્રમાણગ્રંથ ગણાય છે. એ માટે પ્રાચીન ઉલ્લેખા પણ પ્રાપ્ત થાય છે :
ઉપદેશ ચિંતામણી કીએ ભાર સસ પ્રમાણ, છાજઈ આગમ ઉપમા એ અહણીય જાણ.
(“ શ્રી ઉપદેશ ચિંતામણિ ' મહાગ્રંથ મૂળ ટીકા અને ગુજરાતી અનુવાદ સાથે અચલગચ્છાધિપતિ પૂ. સ્વ. આચાર્ય ભગવંતશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરાથી ચાર પૅવભાગમાં ચાર પ્રતા રૂપે પ્રકાશિત થયેલ છે.)
જયશેખરસૂરિની અન્ય કૃત્તિએન્યથા :
ઉપદેશ ચિંતામણિ ગ્રંથ ઉપરાંત શ્રી જયશેખરસૂરિએ પ્રબાધચિતામણિ, ત્રિભુવનદીપક પ્રખ’ધ, જૈન કુમારસભવ મહાકાવ્ય, ધમ્મિલ ચરિત્ર, સકલ સુખ નામક બૃહદ્ જિનશાંતિ સ્તવ, બૃહદતિચાર, ક્રિયાગુપ્ત સ્તાત્ર, શ્રી જીરાવલા સ્તૂત્ર, શ્રી જબ્રૂસ્વામી ફાણુ અને શ્રી નેમનાથ ફાગુ, કલ્પસૂત્ર સુખાવમેધ વિવરણ, ન્યાયમ′જરી, ધસસ્વાધિકાર પ્રકરણ, આત્માએાધકુલક, દ્વાત્રિ'શિકાત્રયી, અનેક વિનતિઓ, પ્રવાડીએ અને સ્તોત્ર ઇત્યાદિ રચ્યાં છે. તેમનું સાહિત્ય માટે ભાગે પ્રસિદ્ધ અને લેકભાગ્ય રહ્યું છે. તેમણે રચેલ ‘અતિચાર’ અને ‘બહુઅજિતશાંતિસ્તવ' આજે પણ અચલગચ્છના પાક્ષિક પ્રતિક્રમણમાં ખેલાય છે. અન્ય કવિઓએ પણ પેાતાની કૃતિઓમાં શ્રી જયશેખરસૂરિના ગ્રંથાના આધાર લીધેા છે.
યોગી અને ધ્યાની શ્રી જયશેખરસૂરિ :
તેમના શિષ્ય ધર્મ શેખરસૂરિએ જૈન કુમારસંભવ મહાકાવ્ય”ની ટીકામાં પોતાના ગુરુ શ્રી જયશેખરસૂરિને અષ્ટાંગયાગી અને ધ્યાની વર્ણવ્યા છે. આ ઉપરથી શ્રી જયશેખરસૂરિના આધ્યાત્મિક જીવનને પરિચય મળી રહે છે. શ્રી મેરુતુ ગસૂરિ કરતાં તે સૂરિ–દીક્ષા પર્યાયમાં મોટા હતા, છતાં તેએ ગચ્છનાયક ન અન્યા, એ એમની વિશેષ પદ્મ પ્રત્યેની અનાસક્તિ હશે.
શ્રી જયશેખરસૂરિ દ્વારા લિખિત પ્રત :
શ્રી જયશેખરસૂરિએ રચેલ પ૧ જેટલી વનિ એ, સ્તોત્રા, અને લઘુ પટ્ટાવલી આદિની તેમના હાથે જ લખાયેલ એક વિરલ હસ્તલિખિ પ્રત પ્રાપ્ત થાય છે. આ પ્રતમાં ‘જયશેખરગણિ કૃત' એવા ઉલ્લેખથી જાણી શકાય છે કે તેએ પ્રથમ ‘ગણિ’ પદથી પણ અલંકૃત થયા હતા. આ પ્રત સુંદર મરે।ડદાર અક્ષરેથી અંકિત છે. એ દ્વારા
શ્રી આર્ય કલ્યાણમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org