SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ હd foddered sheeran sd seesdadded,dashdeshnewslee-de.f, 9] લીધી તે પાટણમાં રહ્યા. અને વિધિપક્ષગછને ઉપાસરે રાજાના માણસ કહેવા આવ્યા. તે વારે જયસિંહસૂરિ કઈક શ્રાવકને ઉપદેશ દેતા હતા. તેથી અચાયે કહ્યું કે રાજને કહો કે આ ગાથાનો અર્થ પૂરા કરીને જ કે અધૂરું મૂકીને ચાલ્યા જઈ. તે વારે રાજાએ કહેવડાવ્યું કે સુખેંથી અર્થ પૂરા કરી જાઓ. પછી જયસિ હસૂરિ તે ગાથાનો અર્થ પ્રતિદિવસ નવો નવો કરી કહે. એવામાં હેમાચાયે ફરી કુમારપાલને કહેવડાવ્યું કે કોઈ ગરછને યતિ ૫ ચમના માનનારા રહ્યા છે કે નથી રહ્યા ? તે વારે રાજાએ કહ્યું બીજ તે સર્વે જતા રહ્યા પણ એક વધિપક્ષ ગચ્છને આચાર્ય, યતિઓ સહિત ગાથાને. અર્થ પૂરો કરવા સારુ રહ્યા છે. શ્રી હેમચાયે કહ્યું, એ આચાર્યને ત્રણ કોટી ગ્રંથ મુખપાઠે છે. માટે એ ગાથાને અર્થ બાર વર્ષ સુધી પણ પૂરો કરશે નહીં. એવી રીતે જીહાં આચાર્ય ચલ્યા નહીં તેથી અચલગચ્છ નામ થાપ્યું.' શ્રી જયસિંહસૂરિજીને મારવા રચાયેલ જયંત્ર નિષ્ફળ ગયું : એકદા શ્રી હેમચંદ્રસૂરિજીએ વાહક ગણિની સૂચનાથી જયસિંહસૂરિને કહ્યું : “તમે બેણપ તટથી સમગ્ર સંઘ એકત્રિત કરી એક સમાચારી કરે.” શ્રી જયસિંહસૂરિએ પ્રત્યુત્તરમાં કહ્યું : “સર્વ ગચ્છે એક થઈને નકકી કરશે, તે અમે પણ તેમ જ કરીશું.” આવા જવાબથી વાહકગણિ વિચારવા લાગ્યા કે એથી તે આપણામાં જ વિરોધ જાગશે. જેથી વાહકગણિએ એક માણસને તૈયાર કરી એવી ઉદ્દઘોષણા કરવા કહ્યું : “અચલગચ્છવાળા સંઘ બહાર છે.” તે માણસે તેમ કરવા હા પાડી અને તે ઉપરોક્ત ઉષણ કરવા લાગે. પણ તેણે ત્રણ વાર એમ ઉદ્ઘેષણ કરી ઃ “વિધિપક્ષ વિના બીજા સર્વે સંઘ બહાર છે.” ઉક્ત ઉદ્યોષણ કરનારને લાંચ આપવામાં આવી છે એમ કહીને જુદા જુદા માણસને તૈયાર કરવામાં આવ્યા. પણ બધાએ એવી જ ઉદ્દઘોષણા કરી ઃ “વિધિપક્ષ વિના બીજા સંઘ બહાર છે. આથી સો મૂંઝાયા. એમનામાં પરસ્પર ઘણે વિવાદ જાગ્યો. શ્રી જયસિંહસૂરિને મારવા બીજા પણ દુષ્ટ પ્રયત્ન કરવામાં આવ્યા. સૂરિજીને મારવા માટે બેણપ બંદરે લાઠીધારી માણસોને મોકલવામાં આવ્યા. તેઓ ત્યાં જઈ સૂરિજીને જીવરક્ષા માટે ઘાથી પીઠને પ્રમાર્જતા જોઈ પરસ્પર લડવા માંડ્યા અને જમીન પર પડયા. અંતે તેઓ પર સૂરિજીનું ચરણામૃત છાંટવામાં આવ્યું અને તેઓ બચ્યા. શ્રી આરક્ષિતસૂરિજીના ચરણોદકથી વ્યાધિ શમ્યો : આ ષડયંત્ર રચનાર વાહકગણિ પણ પાટણમાં શૂળના મહારોગથી પીડાવા લાગ્યા. શ્રી હેમચંદ્રસૂરિજીએ તેમને પૂછયું : “તમે કોને અપરાધ કર્યો છે? ત્યારે વાહકગણિએ સત્ય હકીકત કહી બતાવી. તે વખતે શ્રી હેમચંદ્રસૂરિએ કહ્યું : “શ્રી આર્યરક્ષિતસૂરિના ચરણદક વિના આ વ્યાધિ મટે તેમ નથી. તેથી તે પ્રકારનું જલ મંગાવીને વાહકગણિને નીરોગી કરવામાં આવ્યા. (ઉક્ત પ્રસંગે ‘લઘુશતપદી' તથા ભા સાગરસૂરિ કૃત "પટ્ટાલી' માંથી પ્રાપ્ત થાય છે.) મા શ્રી આર્ય ક યાણ ગૌતમસ્મૃતિગ્રંથ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy