________________
astastestastastestestostestastastastastestostestastastasestastastastestastastastasiastastastastastastastastastuslastestastastastastestostestastestostestastastestostestastest
સંઘના પ્રમુખ સંઘરત્ન સંઘવી શ્રી વિશનજી લખમશી સાવલા હતા અને સ્વાગત–પ્રમુખ સમાજરત્ન શ્રી ઘમંડીહામ કેવલજી ગેવાણી હતા. ગચ્છના ઉત્કર્ષ માટે લગભગ એક કરોડ રૂપિયાનાં દાનનાં વચને આ પ્રસંગે મળ્યાં હતાં અને ધાર્મિક ઠરાવ પાસ થયા હતા. ૪૮. અનેક લક્ષ ક્ષત્રિય પ્રતિબંધક શ્રી જયસિંહરિ ઃ જેસિંગકુમારને જન્મઃ
કોંકણ દેશમાં સોપારા નામના નગરમાં ઓસવાળ જ્ઞાતિના કેટયાધિપતિ દ્રોણ (દાહડ) નામના શેઠ રહેતા હતા. તેમને શીલથી વિભૂષિત દેદી' નામે પત્ની હતી. એક સમયે દેદીને એવું સ્વપ્ન આવ્યું કે, સ્વપ્નમાં પિતે જિનમંદિર ઉપર સોનાને કળશ ચડાવે છે. બીજે દિવસે તે નગરમાં વલ્લભી ગચ્છના શ્રી ભાનુપ્રભસૂરિ પધાર્યા. શેઠાણીએ પોતાના સ્વપ્નની વાત તેમને કહી. સૂરિજીએ કહ્યું : “તમને જિનશાસનને ઉદ્યોત કરનાર મને હર સુપુત્ર થશે.”
સં. ૧૧૭૯ માં ચૈત્ર સુદ ૯ના માતા દેદીએ રૂપવાન અને મને હર પુત્રને જન્મ આપે, સ્વપ્નને અનુસાર તે બાળકનું નામ “જિનકલશ” રાખવામાં આવ્યું, પણ બહુધા તે જેસિંગકુમારના નામે પ્રસિદ્ધ થયો. જેસિંગકુમાર બાલવયથી જ ખૂબ બુદ્ધિશાળી હતે. વૈરાગી જેસિંગકુમારનું તીર્થયાત્રાએ જવું:
એક વખત તે નગરમાં આચાર્યશ્રી કકસૂરિજી પધાર્યા. માતાપિતાની સાથે જેસિંગકુમાર પણ વ્યાખ્યાન સાંભળવા ગયે. જંબૂચરિત્ર સાંભળીને જેસિંગકુમારને વૈરાગ્ય વ્યાખ્યો અને તેને દીક્ષા લેવાની ખૂબ તીવ્ર અભિલાષા જાગી. પોતાના અંતરની અભિલાષા તેણે માતપિતાને જણાવી અને માબાપે સંમતિ આપી. એ પછી તેઓ (જેસિંગકુમાર) તીર્થયાત્રાએ નીકળ્યા. ખંભાત, ભરુચ ઇત્યાદિ સ્થળની યાત્રા કરતા કરતા તેઓ અણહિલપુર પાટણમાં આવ્યા. દ્રોણ શ્રેષ્ઠીએ એક લાખ ટંકની કિંમતને હીરાજડિત સુવર્ણનો હાર મહારાજા સિદ્ધરાજ જયસિંહદેવને ભેટ આપ્યો. રાજાએ તેમને પાટણ આવવાનું પૂછ્યું, ત્યારે દ્રોણે પિતાની હકીકત જણાવતાં કહ્યું: “અમારા આ બાળકને દીક્ષા લેવાની ઈચ્છા છે.” આ સાંભળીને આરક્ષિતસૂરિના પરિચયમાં આવેલા અને તેમની ચમત્કાર ભરેલી શક્તિને જાણનારા રાજાએ દ્રોણ શેઠને કહ્યું: “તમે થરાદ જાઓ. ત્યાં મહાત્યાગી વિધિપક્ષગચ્છના તિલક શ્રી આરક્ષિતસૂરિ બિરાજમાન છે તમારા આ બાળકને તેમની પાસે દીક્ષા અપાવજે.” આ અંગે ગછનાયક ગુરુરાસમાં આ પ્રકારને ઉલેખ છેઃ
અણહિલ વાડઈ રાઉ સિદ્ધનરેસરુ ભટીયઉ એ છે ૪૪
આ શ્રઆર્ય કયાણા ગૌતમસ્મૃતિગ્રંથ
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org