SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૬] essessessessedescooboosebestoboosebblessessessocહdent devoteese કહેવાતું. તેમાં દુષ્કાળ વગેરે પ્રસંગોએ આલ્હાએ પુષ્કળ ધન ખરચી લેકની પીડા નિવારી હતી. તેથી આલ્હાના વંશજોએ “વડેરા”ગેત્ર પ્રાપ્ત થયું, જે આજ સુધી ચાલ્યું આવે છે. એવી જ રીતે, એ જ અરસામાં માંડવગઢને મંત્રી ભાટા અચલગચ્છને શ્રાવક હતું. તેણે સંભવતઃ શ્રી આર્યરક્ષિતસૂરિના ઉપદેશથી શ્રી શત્રુંજ્ય તીર્થ ઉપર જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી હતી પ્રાગ્વાટ જ્ઞાતિના વામંગ ગોત્રીય મંત્રી ખેતલ અને તેની પત્ની ખેતલદે વગેરે પણ શ્રી આર્યરિતસૂરિનાં પરમ ભક્ત હતાં. વિધિપક્ષ (અચલ) ગચ્છની સમાચારી : શ્રી આર્ય રક્ષિતસૂરિએ પ્રવર્તાવેલ વિધિપક્ષ (અચલ) ગચ્છની સમાચારી અંગે અહીં સંક્ષિપ્ત નેધ કરવી ઉચિત થશે? મુનિ જિનબિંબની પ્રતિષ્ઠા ન કરે. દીપપૂજ, ફળપૂજા, બીજ પૂજા, બલિપૂજા ન કરવી; અક્ષતપૂજા કે પત્રા કરી શકાય. સામાયિક સવારે-સાંજે એમ બે સમય બે ઘડીનું શ્રાવક કરે. શ્રાવક વસાંચલથી ક્રિયા કરે, ઉપધાન માલારોપણ કરવાં નહિ. નવકારમાં હાઈ મંગલ' કહેવું. પૌષધ પર્વ દિવસે કરવું. માસી પાખી પૂનમે કરવી. પાખી પૂનમ-અમાસે કરવી. સંવત્સરી આષાઢી પૂનમથી પચાસમે દિવસે કરવી અને અભિવર્ધિત વરસમાં વીસમે દિવસે કરવી. અધિક માસ પિષ કે આષાઢમાં જ થાય. સ્ત્રીઓએ મુનિને ઊભે ઊભે જ વાંદવું. ત્રણ થાય કહેવી. મુનિને વંદન કરતાં એક ખમાસમણ દઈ શકાય. ઇત્યાદિ. ઉપરોક્ત સમાચારીનું વર્ણન શ્રી આર્ય રક્ષિતસૂરિના પ્રશિષ્યો શ્રી ધર્મ ઘેષસૂરિ અને શ્રી મહેન્દ્રસિંહસૂરિ દ્વારા રચિત “શતપદી ગ્રંથમાં આગમપ્રમાણે સહિત કરવામાં આવેલું છે. શ્રી આયંરક્ષિતસૂરિ દ્વારા પ્રરૂપિત સમાચારી વિધિપક્ષ (અચલ) ગચ્છની સમાચારી ભલે હોય, પણ તે શ્રી સર્વજ્ઞ ભગવંત દ્વારા શાસ્ત્રોમાં ગૂંથેલી હોવાથી જિનશાસનની જે સમાચારી છે, એ હકીકતને સ્વીકાર કરી રહ્યો. તે વખતે શાસ્ત્રવિરુદ્ધ પ્રરૂપણાઓ થઈ રહી હતી. તેની સામે શ્રી આર્યરક્ષિતસૂરિએ આગમતત્ત્વ રજૂ કરી અપ્રતિમ ઉપકાર કર્યો છે. યશાધનના વંશજો : વિધિપક્ષ (અચલ) ગ૭ના પ્રથમ શ્રાવક શ્રી યશોધન ભણશાળી ખૂબ જ શક્તિશાળી શ્રાવક હતા. શ્રી આર્ય રક્ષિતસૂરિના એમના પ્રથમ સમાગમની વાતનું અત્રે પુનરાવર્તન કરવું જરૂરી નથી. યશેલને ભાલેજ ઉપરાંત વડેદરા, નાહપ ઈત્યાદિ સાત ગામમાં સાત જિનાલયે બંધાવ્યાં હતાં. યશેાધનના વંશજ મંત્રી સલખૂએ જૂનાગઢમાં શ્રી આદિનાથનું વિશાળ જિનાલય બંધાવ્યું. પાટણમાં ચેર્યાસી પૌષધશાળામાં ક૫ મહોત્સવ ઉજવી તેમણે પુષ્કળ ધન ખરચ્યું. યશોધનના વંશજ ભીમાના ભાઈ ભાણાનાં સંતાન કચ્છી રાઈ એ આર્ય ક યાણાગતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy