________________
130
sbsadloste ededostado d
e destacabadosastostado de estostestastastotasosdoshsesodesbadedastadesadostasladadoslastodesboedestesteste deste de
અંગે પિતાની અજ્ઞાનતાથી લજજા પામ્યા. ભાલેજ નગરના સંઘ સહિત, તે પ્રસંગે આવેલા બધા સંઘ આગમતત્ત્વને સમજ્યા. તે પછી ખૂબ જ ઠાઠથી પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયે. યશોધને આ પ્રસંગે પુષ્કળ ધન ખર્યું.
આ રીતે, શ્રી આર્ય રક્ષિતસૂરિએ સં. ૧૧૬૯ માં આગમમાન્ય ૭૦ બેલની પ્રરૂપણ કરી અને વિધિપક્ષગચ્છનું પ્રવર્તન કર્યું. અન્ય ગાએ સમાચારીને સ્વીકાર કર્યો :
શ્રી આર્યરક્ષિતસૂરિએ પ્રરૂપેલ સમાચાર આગમમાન્ય હોવાથી તે વખતના અનેક ભવભીરુ આચાર્યોએ અને સુવિહિત ગચ્છાએ વિધિપક્ષ ગચ્છને અને તેની સમાચારીને આદરપૂર્વક સ્વીકાર કર્યો. શંખેશ્વર ગ૭, વલભી ગચ્છ, નાણુક ગચ્છ, નાડેલ ગચ્છ, ભિન્નમાલ ગચ્છ વિગેરે ગોએ સંપૂર્ણ સમાચારી સ્વીકારી. ઝાલેરી ગચ્છ, ઝાડાપટલીય ગચ્છ, આગમ ગચ્છ, પૂર્ણિમા ગરછ અને સાર્ધ પૂણિમ ગચ્છના નાયક-આચાર્યોએ પણ આપણું આ ગચ્છની કેટલીક સમાચારીને સ્વીકાર કર્યો. જેઓએ વિધિપક્ષ ગ૭ની સંપૂર્ણ સમાચારી સ્વીકારી તેઓ શ્રી આર્ય રક્ષિતસૂરિના સમુદાયમાં ભળી ગયા. તે આચાર્યના શ્રાવકે પણ સપરિવાર વિધિ પક્ષ અચલગચ્છના અનુયાયી બની ગયા.
શ્રી આર્યરક્ષિતસૂરિએ પ્રતિષ્ઠા બાદ ભાલેજના સંઘના આગ્રહથી તે વર્ષનું ચાતુર્માસ પણ ત્યાં કર્યું. ત્યાર બાદ સૂરિજીના ઉપદેશથી તેઓશ્રીની નિશ્રામાં યશોધન ભણશાળીએ શ્રી શત્રુંજય મહાતીર્થને સંઘ કાઢ્યો. આ સંઘમાં શ્રી મહાકાલી દેવીએ આર્ય રક્ષિતસૂરિની સંયમનિષ્ઠાની બે વાર પરીક્ષા કરી. પણ ગુરુને દઢસંયમી જાણીને શ્રી મહાકાલી દેવીએ પ્રસન્ન થઈને સંઘના અભ્યદયનું વરદાન આપ્યું. અને આ યાત્રા નિવિ નપણે પૂર્ણ થઈ. મંત્રી કપદીને પ્રતિબંધ
બાદ, શ્રી આર્ય રક્ષિતસૂરિ શુદ્ધ રીતે ચારિત્ર પાળતા, સર્વત્ર જિનભાષિત ધર્મને ઉપદેશ આપતા, અનુક્રમે વિહાર કરતા બિઉણપ (બેણપ) નગરમાં પધાર્યા. સંઘે તેમનું ભવ્ય રીતે સામૈયું કર્યું. ત્યાં શ્રી આર્ય રક્ષિતસૂરિજી દરજ ધર્મોપદેશ આપવા લાગ્યા.
તે નગરીમાં અઢાર પ્રદેશમાં પ્રખ્યાત એવા શ્રીમાળી વંશને કપદી (કેડી) નામને વ્યવહારી (વ્યાપારી) રહેતા હતા. તેના પિતાનું નામ રાંકા (વંકા) શાહ હતું. આ કપદી શેઠની સમૃદ્ધિનું વર્ણન “ગચ્છનાયકગુરુરાસ’માં આ પ્રમાણે છે:
જસ મટિરી ચઉમાસી બાર, ઘર સઈ ઘોડી પંચ વિયા
વેલાઉલી અઢારિ વિદીત, દાણ તણુઈ બલિ દૂસમ જિતઉ | શ્રી ભાવસાગરસૂરિની વીરવંશપટ્ટાવલિ'માં આ પ્રમાણે ઉલ્લેખ છે :
તત્થારસ વેલકૂલ સુવિકખાય કઉડી વ્યવહારી ગુરુવયણેણ બુદ્ધો સકુટુંબે સાવએ જાઓ ૮૬
RDS શ્રી આર્ય કલયાણાગૌતમ ઋતિગ્રંથ
G
, ,
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org