________________
જનશાસનમાં અચલગચ્છનો દિવ્ય પ્રકાશ
[અચલગચ્છને સંક્ષિપ્ત ઇતિહાસ ]
અનંત આત્માઓની મુક્તિઃ
અનાદિ કાળથી આ સંસારમાં અનંતાનંત તીર્થકર ભગવતે થઈ ગયા છે. તેઓ તથા અનંતાનંત ભવ્યાત્માઓ સર્વ કર્મોથી મુક્ત બની સંપૂર્ણ રીતે રાગદ્વેષથી રહિત થઈ મેક્ષમાં ગયા છે. વર્તમાન ચોવીસ તીર્થ કહે :
આ અવસર્પિણી કાળમાં વિતરાગ પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાન આદિ ચોવીસ તીર્થકર ભગવંતો થયા. નિકટના કાળમાં એટલે ૨૫૦૫ વર્ષ પહેલાં આ કાળના ચરમ તીર્થપતિ પરમાત્મા શ્રી મહાવીરદેવ મેક્ષમાં પધાર્યા. પરમાત્મા શ્રી મહાવીરદેવને સંક્ષિપ્ત જીવનપરિચય આ પ્રમાણે છે :
ચરમ તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરદેવ પ્રભુ શ્રી મહાવીરદેવને જન્મ આજથી ૨૫૭૭ વરસ પહેલાં ચૈત્ર સુદ ૧૩ ના ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાને ત્યાં રાણી ત્રિશલાદેવીની કુક્ષિથી થયેલ હતું. જન્મ વખતે તેઓ મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુક્ત હતા. તેમના જન્મ વખતે ત્રણે ભુવનમાં આનંદ આનંદ વ્યાપી ગયે. રાજાની સમૃદ્ધિ, યશ વગેરે વધવા માંડ્યાં, તેથી રાજાએ પુત્રનું નામ “વર્ધમાન” રાખ્યું. તેમનાં રૂપ અને કાંતિ અનુપમ હતાં. તેઓ બાલક્રીડા કરતા હતા, ત્યારે એક દેવે તેમના બળની પરીક્ષા કરેલી. તેમાં તેઓ મહાબળવાન અને વીર પુરવાર થતાં તેઓ “મહાવીર એવા નામથી પ્રસિદ્ધિ પામ્યા. પ્રભુના જીવન પ્રસંગે :
તેઓ યૌવનવય પામ્યા, ત્યારે સમરવીર રાજાની પુત્રી યશદાદેવી સાથે તેમનાં લગ્ન થયાં. સંસારના ફળ સ્વરૂપે તેમને ત્યાં “પ્રિયદર્શના નામે પુત્રી થઈ. તેઓ અઠ્યાવીશ વરસના થયા, ત્યારે તેમનાં માતપિતા સ્વર્ગસ્થ થયાં. વડીલબંધુ નંદીવર્ધનના અતિ આગ્રહથી પ્રભુ પોતાનાં ભેગાવલિ કર્મ શેષ જાણ બે વરસ ગૃહવાસમાં રહ્યા. દીક્ષા સમય નજીક જાણી તેઓએ વરસીદાન આપવાની શરૂઆત કરી. સમગ્ર વર્ષ દરમ્યાન તેમણે કુલે ત્રણ અબજ, અઠયાસી કરોડ, એંસી લાખ નામનું દાન આપ્યું.
ત્રીસ વરસની વયે માગસર વદ ૧૦ (ગુજરાતની કાતિક વદ ૧૦) ના પ્રભુએ દીક્ષા સ્વીકારી, તે જ વખતે તેમને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું.
આ શ્રી આર્ય કયાણગૌતમ સ્મૃતિ ગ્રંથ
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org