________________
૬૩
પરિશિષ્ટ નં. ૧૨
અચલગચ્છીય તીર્થોને સંક્ષિપ્ત પરિચય ભદ્રેશ્વર તીર્થ:
કચ્છ એક મહા પુરાતન દેશ છે. પ્રાચીન કાળમાં કરછ દેશમાં નગરીઓ હેવાનું સંભવિત છે, કે જેની જાહોજલાલી દેશાંતરમાં ફેલાયેલી હતી.'
ભદ્રાવતી નગરીને ઈતિહાસ બહુ જૂનો બતાવવામાં આવે છે. પ્રસિદ્ધ ભદ્રાવતી નગરીના સાંવશેષ, મંદિર અને મસ્જિદનાં ખંડીયેરે તથા ત્યાંથી મળી આવતા પ્રાચીન અને વિશિષ્ટ ગયા સિકકાઓ, મૂતિઓ અને અન્ય અવશેષો પરથી આ સ્થળની પુરાતનતાનો જરૂર ખ્યાલ આવે.
આ પ્રાચીન ભદ્રાવતી એક સરસ બંદર હતું અને ત્યાં વેપાર અને ત્યાંનું વહાણવટું અતિ વિકાસને પામ્યા હતા. આ ભદ્રાવતીમાં તેરમા સૈકામાં જગડુશાહ નામે એક ધનાઢય વેપારી થઈ ગયે. તેની પેઢીઓ દૂર દેશાવરમાં હતી. તેના વહાણે જગતના બંદરોમાં કિંમતી માલ લઈ આવજા કરતાં હતાં. કચ્છમાં સંવત ૧૩૧૫ માં ભારે અનાવૃષ્ટિ થઈ. લેકે અને જાનવરો ભયંકર દુષ્કાળના પંજામાં સપડાયા હતા. તે વખતે આ દાનવીર જગડુશાહે પિતાના ધનના ભંડાર ખોલી મનુષ્યોને અન્ન, વસ્ત્રો અને જાનવરને ઘાસચારે પૂરો પાડ હતા, એણે લાખો રૂપિયા ધમાંદા માટે ખર્ચા હતા જે નગરીમાં જગડુશ'હ જેવા દાનવીર હશે, તે નગરીની જાહેરજલાલી કેવી હશે. એની કલ્પના કરવી જરા પણ કદિન નથી. શતાબ્દી સુધી તે આ નગરી પૂર જાહોજલાલી હતી. ત્યાર પછી ચડતી-પડતીના નિયમો દ્વારા આ નગરીનું પતન થયું હશે.
આ જૂની “ભદ્રાવતી”ના ખંડેરેની નજીક જ એક “ભદ્રેશ્વર” નામનું ગામ છે.
આ ભદ્રેશ્વરથી પૂર્વમાં લગભગ અડધે માઈલ દૂર અનેક શિખરોથી સુશોભિત વિશાળ જૈન મંદિર અનેક ધર્મશાળાઓ વિગેરેથી શોભતું “ભદ્રેશ્વર વસહી તીથ' નામે ઓળખાતું ધામ છે. આ તીર્થગાંધીધામથી ૨૩ માઈલ, માંડવીથી ૪૫ માઈલ, ભૂજથી ૫૦ માઈલ, અંજારથી ૧૮ માઇલ અને ભદ્રેશ્વર ગામની સમીપમાં આવેલું છે.
આ જૈન તીથ (મંદિર) તેજ છે, જે ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૨૩ વર્ષ એટલે કે આજથી લગભગ ૨૪૭૯ વર્ષ ઉપર આજ ભદ્રાવતીના દેવચંદ્ર નામના એક સગૃહસ્થ બંધાયું હતું. અને તેમાં પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સ્થાપન કરી તે પછી આ મંદિરના અનેક જીર્ણોદ્ધાર થયા છે.
બાડમેરના ગુરાંસા (એક યતિ) પાસેની વહીમથી જાણવા મળે છે કે અચલગરછ (વિધિપક્ષ) પ્રવર્તક પૂ. દાદાશ્રી આરક્ષિતસૂરિજીએ ભદ્રેશ્વરના આ જિનાલય અને પ્રભુજીની પ્રતિષ્ઠા કરેલી. તેઓના પ્રથમ પટ્ટધર અનેક લત ક્ષત્રિય પ્રતિબોધક પૂ. દાદાશ્રી જયસિંહસૂરિજી પણ “ક ”માં પધારેલ અને તેઓશ્રીની પ્રેરણાથી અનેકવિધ શાસન પ્રભાવના થઈ હતી. શ્રી જયસિંહસૂરિના ભક્ત શ્રેષ્ઠિ શ્રી લાલને પણ આ તીથનો જીર્ણોદ્ધાર–ઉન્નતિ કરાવેલ હશે.
કુમારપાળ મહારાજાએ આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવેલું. એવો એક શિલાલેખ છે. આ મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવેલ પાર્શ્વનાથ ભગવાનની તથા શાંતિનાથ ભગવાનની મૂતિઓ પર સંવત ૧૨૩૨ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org