________________
પૂર્વ છાત્ર વિદ્યાપીઠ માટે આપેલી જગ્યા ઉપરાંત તેની બાજુના જોડાજોડ કન્યાશાળાના બે મોટા હોલ તથા પછવાળની કોટડી બંધ ખૂલ્લી જમીન કન્યા વિદ્યાપીઠને મેરાઉ જૈન સંઘ વતી અપર્ણ કરવામાં આવી.
વિદ્યાપીઠના નામ અંગે પૂ. આ. ભગવંતશ્રીએ “શ્રી કલ્યાણ ગૌતમ નીતિ જૈન તત્વજ્ઞાન શ્રાવિકા વિદ્યાપીઠ” રાખવા સુચના કરેલ જેને આ સંસ્થાના વિનમ્ર સંચાલકોએ અમૂલ્ય ભેટની જેમ સહર્ષ વધાવી લીધી હતી.
અનેક નૃપ પ્રતિબોધક, સમર્થ સૂરિપ્રવર, પૂ. યુગપ્રધાન દાદાશ્રી, કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. સા., મહાન કિકારક, પરમતપસ્વી, મુનિ મંડેલાગ્રેસર પૂ. દાદા સાહેબશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા., પ્રશાંતમૂતિ ગણીશ્વર શ્રી નીતિસાગરજી મ.સા.. આ જૈન શાસન તથા અચલગચ્છના સમર્થ પ્રતિભાવંત મહાન પુરૂષના અણુથે તેમની સ્મૃતિ અર્થે આ સંસ્થા સાથે પુનિત નામ જોડી રાખવામાં આવેલ છે.
- આ કન્યા વિદ્યાપીઠ જે ચરમ તીથપતિ દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર દેવની પચીસમી નિર્વાણ શતાબ્દિ વર્ષમાં સ્થપાઈ જાય તો ઘણુંજ યોગ્ય કહેવાય, એવો પૂ. આચાર્ય ભગવંતશ્રીને ખ્યાલ હતે.
સમાજના લાગણીભર્યો આવકારથી અને પૂ. આચાર્ય દેવશ્રીના અવિરત યંત્રવત્ કાર્યથી તા. ૧૨-૬-૧૯૭૪નાં દિને શ્રાવિકા વિદ્યાપીઠનું ઉદ્દઘાટન નકકી કરવામાં આવ્યું.
પૂ. અચલગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.ને આ સ્વપ્ન સાકાર થતાં ઠેર ઠેર એમની યશોગાથાઓ ના માનો થવા લાગ્યા. અને તા. ૧૨-૬-૧૯૭૪ ના શુભ દિને પૂ. આચાર્યશ્રીના માંગલીક મંત્રોચ્ચારના ગુંજતા નાદે ૧૧-૨૪ મીનીટે સંસ્થાના ટ્રસ્ટી અને સમાજના આગેવાન શ્રી રવજી ખીમજી છેડાએ સંસ્થાનું ઉદ્દઘાટન ધામધૂમથી કર્યું.
આ સમારોહમાં પ્રમુખ સ્થાને જૈન આગેવાન કચ્છ બીદડાના ધર્મપ્રિય શ્રી કલ્યાણજી માવજી પટેલ હતા. અતિથિવિશેષ તરીકે શ્રી ચાંપશી પદમશી શાહ તથા માંડવીના નગરપાલિકાના પ્રમુખશ્રી મુલચંદ કરમશી શાહ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પૂ. આચાર્યશ્રીજીએ છાત્ર વિદ્યાપીઠને તવારીખ વાર ઇતિહાસ રજુ કરેલ હતો અને પૂ. મુનિ શ્રી કલાપ્રભ સાગરજી મ. સા. એ “સો શિક્ષક બરાબર એક માતાનું મનનીય પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું. ઉપરાંત શ્રી રવજી ખીમજી છેડા, ખીમજી શીવજી હરીઆ, કુંવરછ માલશી હરીયા, શ્રી મેઘજી તેજશી, ભક્ત કવિશ્રી ચંદુભા, પ્રકાશચંદ્ર વોરા, મુલચંદ કરમશી વગેરે આગેવાનોએ પ્રસંગે ચિત્ત પ્રવચને કરેલ. વિશાળ સંખ્યામાં જનમેદની સાધુ સાધ્વીજીની સંખ્યા પત્રકારો–લેખકોની સંખ્યા પણ ગણના પાત્ર હતી. આ પ્રસંગે રવજી ખીમજી છેડા તરફથી સ્વામિ વાત્સલ્ય જમણ પણ થયેલ.
શ્રાવિકા વિદ્યાપીઠની શરૂઆત થતાં ૩૪ બાળાઓ અભ્યાસાથે દાખલ થઈ. ગૃહમાતા શ્રી પરબાઈ સુંદરજી બેરાજ દેઢીઆવાલા ધમપ્રેમી ભાવનાશીલ હોતાં સંસ્થાની શરૂઆત સેનામાં સુગંધ જેવી બની હતી.
છાત્ર વિદ્યાપીઠની જેમ કન્યા વિદ્યાપીઠ થતાં સમાજમાં બાળાઓ માટે ધાર્મિક શિક્ષણની જે ઉણપ દેખાતી હતી તે ઉણપ આ સંસ્થા થતાં ન રહી.
આ સંસ્થાને નવ વર્ષ થવા આવ્યા છે. છતાં આટલા ટુંકા ગાળામાં સંસ્થાએ સારી એવી પ્રગતિ કરી છે. હમણાં સુધી આ સંસ્થામાં લગભગ ૨૦૦ થી વધારે બાળાઓ અભ્યાસ કરી આ સંસ્થામાંથી સુંદર જીવન જીવવાના સુસંસ્કાર મેળવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org