________________
૨
ચાતુર્માસની વ્યવસ્થા :
અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંતશ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.નાં આજ્ઞાવતી સાધુસાવીજીએ પૂજ્યશ્રીની આજ્ઞા મુજબ ચાતુર્માસ કરે છે. દર વરસે ચાતુર્માસ પહેલાં લગભગ વૈશાખ માસમાં પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં શ્રી અખિલ ભારત અચલ (વિધિપક્ષ) ગરછ શ્વેતાંબર જૈન સંઘની ચાતુર્માસ સૂચન સભા ભરાય છે. તે વખતે પૂ. ગચ્છાધિપતિ સમેત સાધુ-સાધીઓને ચાતુર્માસ વિનતિ કરતા પત્રો (વિન તિઓ) કરાય છે. શ્રી સંધ ના પ્રતિનિધિઓ સાધુ-સાધ્વીઓના ચાતુર્માસ લાભ માટે પૂ. ગચ્છાધિપતિશ્રીને વિનંતિ કરે છે. કેટલાક ચાતુર્માસ અંગે પૂજ્ય ગચ્છાધિપતિશ્રી ત્યાં જ આદેશ આપતાં તે તે ચાતુર્માસની જય બોલાય છે. જયારે પછીથી નિશ્ચિત થતાં ચાતુર્માસનાં સ્થળો માટે ગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંતશ્રી, શ્રી સંઘેને તેમ જ સાધુ-સાધવીઓને આજ્ઞાપત્ર લખે છે. આ વર્ષે એટલે, સં. ૨૦૩૬ માં પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાવતી સાધુ-સાધ્વીજીએ લગભગ ૫૮ જેટલાં સ્થળમાં ચાતુર્માસ ગયેલાં હતાં. જેમાં મુખ્યતયા કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, મારવાડ ઇત્યાદિ પ્રદેશને સમાવેશ થાય છે. (અષાઢ સુદ પૂનમથી કાર્તિક સુદ પૂનમ - એમ ચાર માસ વરસાદની ઋતુના કારણે એક સ્થળે સ્થિરતા કરવી તેને “ચાતુર્માસ” સમજવો.) વૃદ્ધ સાધુ-સાધ્વીજીઓ અંગે :
વિહાર કરવા અશક્ત, વયોવૃદ્ધ એવાં સાધુ સાધવીજીઓ પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞા મેળવી પાલીતાણું, શ્રી મેઘજી સેજપાળ જૈન આશ્રમ, નાગલપુર (કચ્છ) તથા અમુક સ્થળમાં તે તે સંઘોની સંમતિથી સ્થિરવાસ કરે છે. ઉ૦ શ્રી માંડવી અચલગચ્છ જૈન સંઘ હરતકના બહેન ના ઉપાશ્રયમાં વયેવૃદ્ધ સાધ્વીજીઓ સ્થિરતા કરે છે. આ રીતે શ્રી માંડવી તથા શ્રી માંડલ અચલગચ્છ જૈન સંઘ, જૈન આશ્રમ ઇત્યાદિ સંઘે અનુમોદનીય વૈયાવચ્ચ (સેવા) કરે છે.
નોંધ : અચલગચ્છાધિપતિ પ. પૂ. યુગપ્રભાવક આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.નાં આજ્ઞાવતી સાધુ-સાધ્વીજીઓની પ્રગટ થતી આ યાદી સં. ૨૦૩૫, માગસર સુદ ૧૩ ના મુલુંડ મુકામે પ્રેસ કાપી રૂપે લખાયેલી હતી. ત્યાર બાદના અલ્પ સમયમાં આ યાદીમાં નિર્દિષ્ટ કરેલાં આ સાધુસાધવીજીએ કાળધર્મ પામ્યાં છે. નામ
કાળધર્મ સંવત
સ્થળ (૧) મુનિશ્રી વિદ્યાસાગરજી
૨૦૩૫ શ્રાવણ સુદ ૧
જૈન આશ્રમ (૨) મુનિશ્રી કીતિ સાગરજી
૨૦૩૬ માગસર વદ ૨ (૩) સાધવી-મુખ્ય સા.શ્રી પદ્મશ્રીજી
૨૦૩૫ માગસર વદ ૫
ફરાદી સાધવીશ્રી આણંદશ્રીજી
૨૦૩૫ પિષ સુદ ૩
જૈન આશ્ચમ (૫) સાધ્વીશ્રી રિદ્ધિશ્રીજી
૨૦૩૫ અષાઢ વદ ૧ (હાલ, પૂ. અચલગચ્છાધિપતિશ્રીની આજ્ઞાવર્તિની સાધ્વીજીઓમાં સામુખ્ય સા. શ્રી શીતલશ્રીજી કરછ માંડવીમાં સ્થિરવાસ છે.)
આ યાદી મુજબ તેમના વિદ્યમાન સાધુઓની સંખ્યા ૨૩ ની અને વિદ્યમાન સાધવીજીઓની સંખ્યા ૧૪૦ ની છે. કુલ ૧૬૩ ની સંખ્યાને સાધુ-સાધવી સમૃદાય તેમની આજ્ઞામાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org