________________
* પદ્ય દેવ કવિવર્ય પં. નાનયજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી પાસે જેતપુર (કાઠિ.) મોરબી તથા ધેરાજીના એમ ત્રણ બેને વૈરાગ્યભાવે અભ્યાસ કરતા હતાં. તેઓને દીક્ષાઓ માટે આજ્ઞા મળી જતાં ત્રણે બેન–બેન શ્રી હંસાકુમારી (જેતપુર), બેન શ્રી ઈન્દુકુમારી (મોરબી) અને બેન શ્રી હસુમતી (ધોરાજી) દીક્ષા લેવા પહેલા પૂ. ગુરુ મહારાજશ્રીના આશીર્વાદ લેવા વજેશ્વરી આવેલા. પૂ. મહારાજશ્રીએ તે ત્રણે બંનેને સંયમનું સાચું સ્વરૂપ સમજાવી આશીર્વાદ આપ્યા. પછી તે વજેશ્વરીના કાણું દરમયાન હવાપાણી અનુકૂળ ન લાગવાથી પૂ. મહારાજશ્રીને જીર્ણ જવર લાગુ પડે. ઉપચાર ઘણા કર્યા પણ આરામ ન થયું. તબિયતના આ સમાચાર સૌરાષ્ટ્રમાં પહોંચી ગયા એટલે અનન્ય સેવાભાવી મહાસતી શ્રી હેમકુંવરબાઈ ઠાણા ૩ ની ધીરજ ન રહી તેથી ઉગ્ર વિહાર કરીને તેઓ વજેશ્વરી પધાર્યા. બોરીવલી સંઘને તે તાજી ભક્તિ હતી એટલે જ્યારે મહારાજશ્રીની તબિયતના સમાચાર જાણ્યા કે તુરત સંઘના આગેવાન ભાઈઓ વજેશ્વરી આવ્યા અને આવી પરિસ્થિતિમાં આપ બોરીવલી પાછા પધારે અને અમને સેવાને લાભ આપે, એવી વિનતિ કરી. મહારાજશ્રીને તબિયતના કારણે એ વિનતિ સ્વીકારવી પડી એટલે કે આટલે લાંબો વિહાર કર્યા પછી પોતે ઠાણા ૨, વિહાર કરીને બેરીવલી પધાર્યા. મહાસતી શ્રી હેમકુંવરબાઈ ઠા. ૩, પણ બેરીવલી પધાર્યા. ધીમે ધીમે તબિયત સુધારા પર આવી પરંતુ હવે સૌરાષ્ટ્ર કે ગુજરાત તરફ જઈ શકાય તેવું ન હતું. એટલે બોરીવલી સંઘે બીજુ ચાતુર્માસ પણ બોરીવલીમાં કરવા જોરદાર વિનતિ કરી. પૂજ્ય મહારાજશ્રી, તબિયતના કારણે હવે ચાતુર્માસને બોજ ઉપાડવા તૈયાર ન હતા તેથી કહ્યું કે ચાતુર્માસ નિમિત્તે નહિ પણ નિવૃત્તિના લક્ષે ચાતુર્માસ રહેવાની ભાવના છે. શ્રી સંઘે આનંદપૂર્વક એ દરખાસ્ત સ્વીકારી. અને ઉપાશ્રયના બદલે ઘેડબંદર રેડ પર સત્યનારાયણ ભવન પાસે“કૃષ્ણકુંજ”માં ચાતુર્માસ અંગેની બધી વ્યવસ્થા શ્રી સંઘે કરી. ત્યારે આર્યાજી શ્રી હેમકંવરબાઈ આદિ ઠાણું ૩, તે આ પ્રદેશમાં (મુંબઈ તરફ) પહેલા જ પધાર્યા હતા. તેઓનું ચાતુર્માસ ઘાટકોપરમાં નકકી થયું. ચાતુર્માસ દરમિયાન સુખશાન્તિથી પોતે “કૃષ્ણકુંજમાં બિરાજતા હતા. દિવસો પસાર થયે જતા હતા. દરમિયાન એક કાળરાત્રિએ મહારાજશ્રીને સખત હાર્ટએટેક આવ્યો. ખૂબ ચિંતાજનક સ્થિતિ બની ગઈ. મુંબઈ, ઘાટકોપર વગેરે સંઘમાં ખબર ફેલાઈ જતાં રાતમાં જ નિષ્ણાત ડોકટરને બોલાવ્યા. ઉપચાર ચાલુ થયા. બોરીવલી તેમ જ ઘાટકોપર સંધની સેવા-સુશ્રુષા સફળ થઈ અને છેડા દિવસોમાં તબિયત સુધરવા લાગી. પરંતુ હાર્ટ નબળું પડી જવાથી ખૂબ આરામ લેવા જેવું હતું. એમ કરતાં બેરીવલીનું બીજું ચાતુર્માસ પૂર્ણ થયું અને ઘાટકોપર તરફ વિચરવાનું બન્યું. તે સમયે અનુકૂળતા લાગવાથી શિયાળામાં બીજી આંખના મોતિયાનું ઓપરેશન ઘાટકોપરમાં કરાવ્યું. ઓપરેશન સફળ થયું. પરંતુ હાર્ટની પરિસ્થિતિ એવી હતી કે હવે ડળીથી પણ વિહાર ન થઈ શકે. બીજી બાજુ મુંબઈ જેવા ક્ષેત્રમાં રહેવાય તે આરામ પણ પૂરતા પ્રમાણમાં ને મળી શકે. આવી નાજુક પરિસ્થિતિમાં લીંબડી સંઘે દીર્ધદષ્ટિ વાપરીને પૂજ્ય મહારાજશ્રીને સ્થળાંતર કરાવવાનો નિર્ણય લીધો. પરિણામે ત્યાંથી પ્રયાણ કર્યું અને લીંબડી પધાર્યા.
૬૦. લીબડી : સંવત ર૦૧૬ : ઈ. સ. ૧૯૬૦ લીંબડી: ઠાણ ૫, નીચે મુજબ :
૧- પૂજ્ય સાહેબશ્રી ધનજીસ્વામી, ૨- પૂ. મહારાજશ્રી નાનચંદ્રજીસ્વામી, ૩, મહારાજશ્રી છોટાલાલજીસ્વામી, ૪– મહા. શ્રી ચુનીલાલજીસ્વામી તથા પ– મહા. શ્રી માધવસિંહજીસ્વામી.
મુંબઈથી મહા. શ્રી નાનચન્દ્રજીસ્વામી ઠાણા ૨, જ્યારે લીંબડી પધાર્યા ત્યારે ત્યાં પૂજ્ય સાહેબ શ્રી ધનજીસ્વામી તથા સદાનંદી મહા. શ્રી છોટાલાલજીસ્વામી ઠાણું આદ ઠાણું ત્રણ લીંબડીમાં બિરાજતા હતા. પૂ. મહારાજશ્રીને પૂરે આરામ લેવાની જરૂર હતી. એટલે આગામી ચાતુર્માસ લીંબડીમાં જ કરવાની શ્રી સંઘની વિનતિ થઈ. તે દરમિયાન સદાનંદી મહા. શ્રી છોટાલાલજી મહારાજ પાસે અભ્યાસ કરતાં કચ્છના વતની ભાઈશ્રી વનેચંદભાઈ, મહા. શ્રી ભાનુમતીબાઈ આર્યાજી પાસે અભ્યાસ કરતાં મેરીના વતની બેન શ્રી સરસ્વતીબેન તથા મહા. શ્રી દમયંતીબાઈ આર્યાજી પાસે અભ્યાસ કરતાં કચ્છના વતની બેન શ્રી દેવકાબેન તથા વનિતાબેન આ ચારે દીક્ષાથીઓની આજ્ઞા થઈ જતાં પૂ. મહારાજશ્રી પાંચે ઠાણાની સાન્નિધ્યમાં વૈશાખ સુદ ૧૫ ને રવિવારના રોજ આનંદપૂર્વક દીક્ષાવિધિ થઈ. દીક્ષા લીધા બાદ વનેચંદભાઈનું શુભ નામ વિનયમુન રાખવામાં આવ્યું. દેવકાબેનનું શુભ નામ દિવ્યપ્રભાબાઇ આર્યાજી તથા વનિતાબેનનું શુભ નામ વસંતચાતુર્માસની યાદી
[૧૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org