________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
- ૩૩. આગ્રા : સંવત ૧૮૯ ઈ. સ. ૧૯૩૩ આગ્રાઃ કાણુ ૪, ઉપર મુજબ.
લીંબડીનું ચાતુર્માસ પૂરું થયા પછી, લીંબડી સંપ્રદાયના પ્રતિનિધિ મુનિરાજેને અજમેર બહત્ સંમેલનમાં જવાનું નકકી થયું હતું. તે મુજબ ઠાણા ચારે લીંબડીથી વિહાર કર્યો. (આ બધી વિગત “સંત શિષ્યની જીવનસરિતા”માં તથા આ જન્મશતાબ્દિ સૃતિગ્રંથના પહેલા વિભાગમાં વિગતથી આપેલ છે.) ટૂંકમાં, અજમેર સંમેલન પૂરું થયા પછી લીંબડી સંપ્રદાયના પ્રતિનિધિ મુનિ મહારાજે ત્રણ મંડળમાં વહેંચાઈ ગયા. એટલે કે ત્રણેના ચાતુમસ એ તરફ * શ્રી નાનચંદ્રજીસ્વામી દાણા ચારનું ચાતુર્માસ આગ્રામાં થયું. ત્યાં ચાતુર્માસ પૂર્ણ કર્યું .
૩૪, અમદાવાદ : સંવત ૧૯૦ : ૧૯૩૪ અમદાવાદ: હાણા ૪, ઉપર મુજબ,
આગ્રાનું ચાતુર્માસ ભવ્યતાથી પૂર્ણ કર્યું. ત્યારબાદ, ત્યાંથી વિહાર કરી ફતેહપુર, સીકરી, રણુથર કિલ્લે, કેટશહેર, ઉજજૈન, ઈન્દિર, માંડવગઢ, ધાર-કિલ્લે, રતલામ, થાંદલા, દાહોદ, લીંબડી, ગોધરા, ડાકોર, મહેમદાવાદ, મણિનગર વગેરે લગભગ ૧૩૧ ક્ષેત્રે-ગામની સપના કરી અનકમે અમદાવાદ આવ્યા. અમદાવાદના છ કેટ સંધના આગ્રહથી સં. ૧૯૦ ની સાલનું ચાતુર્માસ પૂ. મહારાજશ્રીની ભાવના અનુસાર મણિબેન કુબેરદાસ પટેલના બંગલામાં કોચરબ શેડ, એલિસ બ્રિજ થયું. આ ચાતુર્માસમાં સામાજિક પ્રવૃત્તિઓ ઉપરાંત મહારાજશ્રીની પ્રેરણાથી “મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર” અસ્તિત્વમાં આવ્યું. નવદીક્ષિત મનિશ્રી સૌભાગ્યચંદ્રજીને પિતાની વિદ્વત્તા પ્રગટ કરવાની ઉત્તમ તક મળી. શ્રી ઉત્તરાધ્યયન, શ્રી દશવૈકાલિક વગેરે સુત્રને તેઓએ ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો ત્યારથી તેઓ સૌભાગ્યચંદ્રજીને બદલે સંતબાલ” તરીકે ઓળખાવા લાગ્યા. આ રીતે સાહિત્ય પ્રકાશન શરૂ થયું. તે વખતે પ્રાગપુર કચ્છના વતની મેઘજીભાઈ અહીંથી વિરાગ્યભાવે મહારાજશ્રી સાથે જોડાયા હતા. અમદાવાદનું ચાતુર્માસ ખૂબ આનંદથી પરિપૂર્ણ થયું.
૩૫. ઘાટકોપર : સંવત ૧૯૯૨ : ઇ. સ. ૧૯૯૫ ઘાટકેપર : દાણા ૪, ઉપર મુજબ:
અમદાવાદના ચાતુર્માસ દરમિયાન ઘાટકોપરના સંધની આગામી ચાતુર્માસ માટે વિનંતી થઈ ચૂકી હતી અને તેને સ્વીકાર પણ થયો હતે. એટલે અમદાવાદથી વિહાર કરી સૂરત અને પછી વલસાડ આવ્યા. ત્યારે ધરમપુર સ્ટેટમાં રાજકેટના વતની શ્રી ભેગીલાલ જગજીવન મેદી પર્સનલ સેક્રેટરી હતા. વળી મહા. શ્રી નાનચંદ્રજીસ્વામીની ખ્યાત ખૂબ વિસ્તૃત બની હતી એટલે જ્યારે શ્રી ભેગીલાલભાઈને ખબર પડી કે પૂ. મહારાજશ્રી વલસાડ પધાર્યા છે ત્યારે તેઓએ ધરમપુરના મહારાજાને વાકેફ કર્યા. મહારાજા શ્રી વિજયદેવજી પિતે સંસ્કારી હતા. તેઓની આજ્ઞા થતાં શ્રી ભેગીલાલભાઈ અને બીજા અમલદારે જે મોટે ભાગે સૌરાષ્ટ્રના વતની હતા] નું એક ડેપ્યુટેશને વલસાડ આવ્યું. અને પૂ. મહારાજશ્રીને વિનંતી કરી કે “આપ અહીં સુધી પધાર્યા છે તે હવે શેષકાળ પૂરતે અમને પણ લાભ આપે વગેરે.” વિનતિ અને આગ્રહ જોરદાર હતા એટલે એને સ્વીકાર થયે અને વલસાડથી ધરમપુર તરફ વિહાર કર્યો. ત્યાં વીસ-પચીસ દિવસ રોકાયા. મહારાજા સાહેબને ખબ સદ્ભાવ થયો. ત્યાંથી જંગલના રસ્તે વિહાર કરી નાસિક થઈને અનુક્રમે ઘાટકેપર ચાતુર્માસ નિમિત્તે પધાર્યા. ઘાટકોપરમાં બીજુ ચાતુર્માસ હતું. વિશાળ ઉપાશ્રય તૈયાર થઈ ગયું હતું. શાંતિથી ચાતુર્માસ પૂર્ણ થયું.
૩૬. ચિચકલી (મુંબઈ કાંદાવાડી) : સ. ૧૯કર : ઇ. સ. ૧૭૬ ચિંચપોકલી : ઠાણા ચાર, ઉપર મુજબ.
ઘાટકોપરનું ચાતુર્માસ પૂરું થયા પછી મુંબઈના સંધની બીજુ ચાતુર્માસ ચિંચપોકલીમાં કરાવવાની ભાવના થઈ. એટલે જોરદાર વિનંતિ થતાં મુંબઈમાં રોકાણ થયું. તે વખતે મૂળ મોરબીના વતની શ્રી અમૃતલાલ ખોખાણી ઘાટકોપરમાં રહેતા હતા. તેઓનો મહારાજશ્રી પ્રત્યે ખૂબ જ સદ્ભાવ હતો. તેઓ બીમાર હોવાથી દરિયાકાંઠે વરસેવા રહેતા હતા. [૧૬]
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org