________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
શિષ્યની જોડી દઈ જંગ જીતી ગયા, બાહ્યતર જગ કરવાને શુભ કાર્ય જે સંત વારસ ‘ચિત્ત અને “સૌભાગ્યુંમાં, નીરખી જનગણ મનમાં ધૈર્ય ભરાય છે... દુષ્ટ ૦ - ૬ વાચા થાકે ગુણ વદી ગુરુ! આપના, વિરહાશ્રુ વસુધા વહે ન ભાર જે; તે ય શ્રદ્ધાંજલિરૂપ કાવ્ય ચરણે ધરું, અમ આત્માને એ જ નિમિત્ત સુધાર છે,
અમ આત્માને એ જ નિમિત્ત આધાર જે...દુષ્ટ ૦ – ૭
શ્રદ્ધાંજલિ (‘વાયુ તારા વીંઝણલાને' –એ ઢબ)
અનંત સમાધિએ ઢિયા, આજે વહાલા જીવનપ્રાણ, વત્સલહૃદયી મહાયોગીએ. કીધાં પરલોકે પ્રયાણ... -જન્મભૂમિ એની નિર્વાણભૂમિ, ધન્ય સાયલાની સુભાગીભૂમિ; ઓગણીસે તેત્રીસ માગસર સુદ એકમે, પ્રગટયા પ્રેમાવતાર....
- માર્ગદર્શક તારણહાર.... ૧. ધન્ય માતા-પિતા કુળદીપ જમ્યા, ધન્ય ગુરુજી શિષ્ય સવાયા જૈન શિક્ષા-દીક્ષા પ્રાપ્ત છતાં ય, સર્વ ધર્મ સમભાવ..
-
જ્ઞાનચંદ્ર અપૂર્વ પ્રભાવ... ૨ સ્વયં પ્રકાશિત દીર્ઘ પ્રવાસી, જીવનયાત્રા વર્ષ અડ્ડાસી; કૃષ્ણાનવમી રવિ રજનીએ, તિ, વિરાટે વિલીન થાય...
સૂક્ષમ તેજ સર્વત્ર ફેલાય... ૩ જનહૃદયે ઝણઝણ હાલ્યા, વિદ્યુત સ્પશી આંચકા લાગ્યા; અચાનક સ્વર્ગવાસ સાંભળતાં, કેઈ ન માને સાચી વાત....
જ આ શો મચ્યો ઉત્પાત !... ૪ હૈયાનું હીર અમ આંખનું નૂર, કયાં જઈ વસ્યું એ સાગર ઉર; દિશાઓ સૂની આંખડી ભીની, સંઘના યા ઘવાય...
એના ઘાવ કદી ના રુઝાય.... ૫ માનવધર્મનું મૂર્ત સ્વરૂપ, દિવ્યપ્રેમનું સાક્ષાત રૂપ અભેદભાવે માનવહૃદયે, (એણે) નેહે સાંધ્યા એકતાર....
એની કરુણાને નહિ પાર.... ૬ અજ, મૃદુલ ક્ષમાસિંધુ યશસ્વી, વિદ્યા સિદ્ધિનિધિ બ્રહ્મવર્ચસ્વી; દિવ્યદ્રષ્ટા નવયુગ - અષ્ટા, પૂર્ણ આરાધતા જાય..
સમર્પણ શીખવાડતા જાય.... ૭ અખુટ નવનવી જ્ઞાન સરવાણી, વિમલ મધુર વહેતી વાણી; અમૃતધારા આકંઠ પીતાં, તૃપ્તિ કદી નવ થાય....
ભવબંધન તૂટી જાય.... ૮
[૧૬]
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org