SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ મહામહેનતે મેળવી છે. આપ તો પૂરા પારખુ અને કદરદાન છે. તો આપજ નિરીક્ષણ કરી તેનું મૂલ્યાંકન કરે” લક્ષમીચંદ શેઠે આલોચના સાથે પ્રત્યુત્તરની પ્રતીક્ષા કરતાં કહ્યું. સંચાલકશ્રી અને તેનાં મદદનીશોએ આ મણિનું નખશીખ નિરીક્ષણ કર્યું – જાણે પ્રકાશને પુંજ. આભા બની ગયા. તેમણે નિખાલસતાથી કબૂલ કર્યું કે આટલો પ્રકાશિત મણિ તેઓએ કદી જોય સુદ્ધાં નથી. “આની કેટલી કિંમત ગણવી તેને અંદાજ અમો આપી શકીયે તેમ નથી” સંચાલકશ્રીએ ખુલાસો કરતાં કહ્યું “છતાં આ મણિની એ છામાં ઓછી કિંમત આપ શું આંકે છે તે તો કહે.” લક્ષ્મીચંદ શેઠે પુનઃ પ્રશ્ન કર્યો. એનેસ્ટ એન્ડ કુ.” એ અમારી પેઢીનું નામ રાખેલું છે. એટલું જ નહીં પરંતુ એ અમારું જીવન સૂત્ર પણ છે, જેથી એક પ્રામાણિક ધંધાદારી તરીકે મારે કહેવું જોઈએ કે આ મણિની પુરતી કિંમત ચુકવવા અમારી પાસે નાણાં નથી જ. છતાંએ જે આ મણિ વેચવાની આપ ઓફર કરતાં હે તે અમારે ત્યાં ૧૪૪૧૨૪૧૦ (પહોળ, લાંબા અને ઉ) ફૂટને એક એવા નવ ઓરડાઓ કાંક (તે વખતનો ચલણી સોનાનો સિકકે)થી ભરેલી થેલીઓ (જે દરેકમાં એક હજાર મંકના સિકકા છે)થી તળીયેથી છત સુધી ઠાંસોઠાંસ ભરેલા છે. તે સર્વ તમને આ મણિના મૂલ્ય તરીકે આપવા હું તૈયાર છું. માટે જે આપને આ મણિ વેચવો હોય તે માટા કદની વીસ ટ્રક લાવે છે તે તમામ ભરાવી દઉં અને તમારા દેશ પહોંચતી કરવાની વ્યવસ્થા કરી દઉં.” સંચાલકશ્રીએ ઓફર કરતાં કહ્યું. સાહેબ, આપ મારી મશ્કરી તે કરતા નથીને? મને તો લાગે છે કે આપ મજાકમાંજ બેલે છે. તે હવે મશ્કરી મૂકી દો અને સત્ય વાત કહે” લક્ષ્મીચંદ શેઠ નવાઈ પામતા બેલ્યા. “શેઠજી, હું આ મશ્કરી કરી રહ્યો છું તેમ આ૫ રખે માનતા. ખરેખર, હું આ ઓફર લેખિત આપવા પણ તૈયાર છું. આપ સંમત છે તે હું મારા લેટર પેડ ઉપર આજ પ્રમાણે વેચાણખત લખી આપી સહી કરી આપવા પણ તૈયાર છું.” સંચાલકશ્રી બેલ્યા. અને વાત સાંભળતાંજ, આ અઢળક સંપત્તિના સ્વામી થવાના ગલગલીઆ થવા લાવ્યા. લક્ષ્મીચંદ શેઠ આ ઓફર સ્વીકારવા સંમત થયા. તુરતજ સંચાલકશ્રીએ લેટરપેડ મંગાવી ઉપરોકત નવ ઓરડાઓમાં ઠાંસેઠાં ભરેલી કંકોની તમામ થેલીઓ આ એક મણિની સામેની વેચાણ કિંમત ગણી તે સર્વ આપવાની કબુલાત લખી આપી સહી કરી, તે કાગળ લક્ષમીચંદ શેઠને સુપ્રત કર્યો. બીજે જ દિવસે વિશ ટ્રકો સિકકાથી ભરેલ થેલીઓથી ભરાઈ ગઈ અને બધી ટ્રક સાથે લક્ષ્મીચંદ શેઠે સ્વદેશ પ્રયાણ કર્યું. મણિ સંચાલકશ્રીને સુપ્રત કર્યો. ખરેખર, લક્ષ્મીચંદ શેઠને ત્યાં લક્ષ્મીની રેલમછેલ થઈ ગઈ. સૌ હર્ષઘેલા થઈ ગયા. પીટ્ટલિક સિદ્ધિ કે જે મનુષ્યને એકવાર દગો દેનાર નાશવંત છે. કાંતે એ આપણને છોડશે અથવા આપણે દેહાંત થતાં આપણે તેને છોડવી પડશે, તેવી ક્ષણિક સિદ્ધિ માટે કેટલે હર્ષ અને તાલાવેલી? જ્યારે આત્મિક લક્ષ્મી આત્મિક સિદ્ધિ જે આવ્યા પછી કદિ જતી નથી જે અવિનાશી છે. તે લક્ષ્મી કે સિદ્ધિ મેળવવા મનુષ્યની તાલાવેલી અને પુરુષાર્થ કેટલાં? આ સત્ય-અચળ સત્ય સમજાય ત્યારે ખરું જીવનમાં અમલી બને ત્યારે ખરું ? સ્વયં પુરુષાર્થ, તાલાવેલી અને કૃપાળુ ભગવંતની કૃપા વિના તે પ્રાપ્ત થઈ શકે ખરા? (૧૧) મિ. દઢે રવીટઝરલેંડથી પેરિસ આવી ગયા છે. રાત્રે ઘેર આરામથી બેઠા છે. પુત્ર બે માસની ઓફિસની કામગીરીને રિપોર્ટ રજૂ કરે છે. છેવટે લક્ષ્મીચંદ શેઠ પાસેથી ખરીદેલ પેલે મણિ તિજોરીમાંથી બહાર કાઢી પિતાજીને બતાવે છે. મણિનું નિરીક્ષણ કરતાં જ મિ. પ્લે સ્તબ્ધ બની જાય છે. સાથે સાથે તેમનો ચહેરે કેધથી લાલચળ બની માનવભવનું મૂલ્ય Jain Education International ૩૪૫ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy