SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ એ અર્થમાં પ્રયુકત થઈ છે. (૧) નવા ભવ અને (૨) મેક્ષ. ખીજા શબ્દોમાં કહેવું હોય તે મેાક્ષ અને મરણુ આ એ અર્થમાં ‘અન્તક્રિયા’શબ્દ આવેલ છે. આ અન્તક્રિયાને વિચાર નારકાઢિ ૨૪ દડકામાં કરેલ છે. આ પદ્યમાં એમ ખતાવ્યું છે કે માત્ર મનુષ્ય જ અન્તક્રિયા એટલે મેાક્ષ પ્રાપ્ત કરી શકે છે. આનુ વર્ણન છ દ્વારા વડે વિસ્તારથી કરવામાં આવ્યુ છે. મનુષ્ય સિવાય ખીજી પર્યાયમાં અન્તક્રિયાને અમરથી સમધિત છે. અનન્તરાગત અથવા પર ંપરાગતથી નારકાદિ જીવા અતક્રિયા કરી શકે છે તેનું નિરૂપણ વિગતથી કરેલ છે. એકવીસમું પદ્મ ‘અવગાહના સંસ્થાન’ છે. આ પદ્યમાં જીવેાના શરીરના ભેદ, સંસ્થાન-આકૃતિ, પ્રમાણ-શરીરનુ માપ, શરીર નિર્માણ માટે પુદ્ગલેનું ચયન, જીવમાં એકી સાથે કયા કયા શરીર હાય છે, શરીરના દ્રવ્ય અને પ્રદેશેાનુ અલ્પબહુત્વ અને અવગાહનાનું અલ્પમર્હુત્વ આ સાત દ્વારાથી શરીરના સબંધમાં વિચારણા કરવામાં આવી છે. ગતિ વિ. અનેક દ્વારા વડે આ પહેલાં જીવાની વિચારણા કરી છે પરંતુ તેમાં શરીર દ્વારથી વિચારણા થયેલ નથી. અહી... પ્રથમ વિધિ-દ્વારમાં શરીરના પાંચ ભેદ-ઐદ્વારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાણુનુ વર્ણન કરીને ઔદ્વારિકાદિ શરીરાના ભેઢાની ચર્ચા વિસ્તારથી કરેલ છે. ખાવીસમું ‘ક્રિયાપદ’ છે. પ્રાચીન યુગમાં સુકૃત, દુષ્કૃત, પુણ્ય, પાપ, કુશલ, અકુશલ કર્મ માટે ‘ ક્રિયા શબ્દના ઉપયેગ થતા હતા અને તેવી ક્રિયા કરનારા માટે ‘ક્રિયાવાદી' શબ્દને પ્રયેગ કરવામાં આવતા હતા. આગમ તથા પાલી પટકામાં પ્રસ્તુત અર્થમાં ‘ક્રિયાને’ પ્રયેગ અનેક સ્થળે થયેલા જોવામાં આવે છે. પ્રસ્તુત પદમાં ક્રિયા–કમ સબંધી વિચારણા થયેલ છે. ક અર્થાત્ વાસના અથવા સસ્કાર જેને લીધે પુનર્જન્મ થાય છે. જ્યારે આપણે આત્માના જન્મ-જન્માન્તની કલ્પના કરીએ છીએ ત્યારે તેના કારણરૂપ કર્મની વિચારણા અનિવાર્ય બની જાય છે. ભ. મહાવીર અને બુદ્ધના સમયે ક્રિયાવાદ શબ્દ કને માનનારાએ માટે પ્રચલિત હતા. તેથી ક્રિયાવાદ અને કવાદ એકબીજાના પર્યાયવાચી થઈ ગયા હતા. કાળક્રમે ક્રિયાવાદને અઢલે કર્મવાદ જ પ્રચલિત થઇ ગયે. તેનું એક કારણ એવુ' પણુ છે કે કર્મવિચારની સૂક્ષ્મતા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ તે ક્રિયાવિચારથી દૂર પણ થતે ગયે. અહી આ ક્રિયાવિચાર કર્મવિચારની પૂર્વભૂમિકા રૂપે આપણી સામે ઉપસ્થિત છે. પ્રજ્ઞાપનામાં ક્રિયાપદ, સૂત્રકૃતાંગમાં ક્રિયાસ્થાન અને ભગવતીમાં અનેક પ્રસગે ક્રિયા અને ક્રિયાવાદની ચર્ચા કરવામાં આવી છે. આથી સમજી શકાય છે કે તે વખતે ક્રિયા ચર્ચાનું કેટલું મહત્ત્વ હતું. આ પઢમાં ક્રિયાના પાંચ ભેદ-અહિંસા અને હિંસાના વિચારને લક્ષ્યમાં રાખી કર્યા છે. બીજી રીતે ૧૮ પાપસ્થાનકની અપેક્ષાએ ક્રિયાની વિચારણા કરેલ છે. કાયિકી, આધિકરણુકી, પ્રાદેષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી આ પાંચ ક્રિયાઓનુ વિસ્તારથી નિરૂપણ કર્યું છે. ૨૩ થી ૨૭ સુધી આ પાંચ પદોમાં કપ્રકૃતિ, કખંધ, કર્મબંધવેદ, કર્માંવેદ્યમધ અને કર્મ વેદવેદક આમ કર્મ સંબંધી વિસ્તારથી ચર્ચા વિચારણા કરવામાં આવેલ છે. કર્મ પ્રકૃતિના મૂળ આઠ ભેદ-જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય, મેાડુનીય, આયુ, નામ, ગેત્ર અને અંતરાયનુ તેમજ તે કર્મોના ઉત્તરભેદ ( ઉત્તર પ્રકૃતિએ)નું વિસ્તાથી પ્રતિપાદન કરવામાં આવેલ છે. કર્મની આઠે પ્રકૃતિએ નારકી આદિ જીવેાના ર૪ ઠંડકામાં હોય છે. જીવ આઠે પ્રકૃતિના ખંધ કેવી રીતે કરે છે તેનું કારણ સમજાવતાં ખતાવ્યુ છે કે જ્ઞાનાવરણીયના ઉદય હાય છે ત્યારે દર્શનાવરણીયનું આગમન થાય છે. દર્શનાવરણીયના ઉદ્દયથી દર્શનમહ અને દર્શનમેાહના ઉદ્દયથી મિથ્યાત્વ અને મિથ્યાત્વને ઉત્ક્રય થતાં આઠે કર્માનુ આગમન થાય છે. બધા જીવાના સબંધમાં આઠે કર્મીના આગમનને! આવા જ ક્રમ છે. વેને જે જ્ઞાનાવરણાદ્ધિ કર્મના અધ થાય છે તેના એ મૂળ કારણ છે-રાગ અને દ્વેષ. રાગમાં માયા અને લેશ, તથા દ્વેષમાં ક્રોધ અને માનના સમાવેશ કરવામાં આવ્યે છે. કર્મોના વેદન – અનુભવના સબંધમાં બતાવ્યુ છે કે વેદ્રનીય, આયુષ્ય, નામ અને ગેાત્ર આ ચાર ક તા ૨૪ દંડકમાં જીવા વેઢે જ છે, પરંતુ જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, મેહનીય અને અન્તરાય આ ચાર કર્મો જીવ વેઢે પણ છે અને નથી પણ વેદતા. અહી વેદના' માટે ‘અનુભાવ’ આગમસાર દાહન Jain Education International For Private Personal Use Only ૨૫૫ www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy