SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ જૈન સાહિત્યમાં અનુકપ્પાદાન અને સુપાત્રદાન એમ દાનના બે રૂ૫ બતાવ્યા છે. અનુકંપ સમ્યકત્વનું લક્ષણ છે. કષ્ટથી પીડિત પ્રાણીને જોઈ તેના પ્રત્યે કરુણુ તથા સહાનુભૂતિ પ્રગટ કરવી અને યથાશકિત તેનું દુઃખ દૂર કરવાને પ્રયાસ કરે તે અનુકંપાદાન છે. અને સાધુ- સાધ્વીને આપવું તે સુપાત્રદાન છે. ગૃહસ્થને દરવાજે જનસેવા માટે સદા ઉઘાડે રહે છે. તે સંતની પણ સેવા કરે છે અને અન્ય અતિથિની પણ. ગૃહસ્થના દ્વારેથી જે કઈ નિરાશ થઈને પાછો વળે છે તે સમર્થ ગૃહસ્થ માટે પાપ છે. પ્રસ્તુત બતમાં આ પાપથી બચવા નિર્દેશ કર્યો છે. આનંદ શ્રમણોપાસકે ઉપરોકત વ્રત ગ્રહણ કર્યા પછી એક અભિગ્રહ ગ્રહણ કર્યો કે આજથી હું અન્યતીથિઓને, તેમના દેવતાઓને, તેમના સ્વીકૃત અરિહન્ત ચેત્યોને નમસ્કાર નહિ કરું. તેઓ વાર્તાલાપની પહેલ નહિ કરે ત્યાં સુધી હું તેમની સાથે વાર્તાલાપ કરીશ નહિ. ગુરુબુદ્ધિથી તેમને આહાર આદિ આપવા માટે મને ક૫તું નથી. આ અભિગ્રહમાં તેણે છ અપવાદ રાખ્યા હતા. આનંદની પ્રેરણાથી તેની ધર્મપત્ની શિવાનંદાએ પણ ભગવાનની સમક્ષ બાર વતે ગ્રહણ કર્યા. શ્રાવકધર્મ ગ્રહણ કર્યાને ૧૪ વર્ષ વિત્યા પછી તેણે પોતાના યેષ્ઠપુત્રને ઉત્તરાધિકારી ઘેષિત કરી પૌષધશાળામાં જઈ પિતાને બધે સમય અહર્નિશ ધર્મક્રિયામાં રહેવાનું અને આત્મ-સાધના કરવાનું શરૂ કર્યું. આ પ્રતિજ્ઞા-વ્રતતપને “પ્રતિમા શખથી સંબેધાય છે. તેનું જીવન એક પ્રકારે શ્રમણજીવનની પ્રતિકૃતિ (પ્રતિમા) રૂપ બની જાય છે. તે પ્રતિમાઓ ૧૧ છે અને તે આ પ્રમાણે છે. - (૧) દર્શન (૨) વ્રત (૩) સામાયિક (૪) પિષધ (૫) નિયમ (૬) બ્રહ્મચર્ય (૭) સચિરત્યાગ (૮) આરંભત્યાગ (૯) પ્રેગ્ય (જોકર ચાકર) પરિત્યાગ અથવા પરિગ્રહ પરિત્યાગ (૧૦) ઉદ્દેશીને બનાવેલ ભોજનને ત્યાગ (૧૧) શ્રમણભૂત– શ્રમણની જેવી ચર્ચા. અંતસમયે આનન્દ શ્રાવકને અવધિજ્ઞાન થયું. જ્ઞાનાવરણીય કર્મની વિપુલ નિર્જરા અને વિશુદ્ધ પરિણામથી થયેલા આ અવધિજ્ઞાનની વિશાળતા એટલી બધી હતી કે ગણધર ગૌતમસ્વામીને પણ આ અંગે શંકા થઈ અને તેમણે આનંદ શ્રાવકને કહ્યું કે આવડું મોટું અવધિજ્ઞાન શ્રાવકને ન સંભવે-તેથી મિથ્યા ભાષણનું પ્રાયશ્ચિત કરો. આનંદે કહ્યું. શું સત્ય વસ્તુનું પણ પ્રાયશ્ચિત હોઈ શકે ખરું? ગૌતમ ગોચરી લઈ સીધા ભગવાન મહાવીર પાસે પહોંચ્યા અને આનંદના અવધિજ્ઞાન અંગે શંકા વ્યકત કરતાં પૂછયું-શું શ્રાવકને આટલું મોટું અવધિજ્ઞાન સંભવી શકે? ભગવાને કહ્યુંહા, સંભવિત છે. માટે તમે આનન્દ પાસે જઈ ખમા અને પ્રાયશ્ચિત કરેગૌતમસ્વામી આનંદ શ્રાવક પાસે આવી ક્ષમાયાચના કરે છે અને પ્રાયશ્ચિત લે છે. કેવી તે યુગની સરળતા અને નિરહંકારિતા! ભૂલ થઈ હોય તે તેને કેટલે સરળભાવે સ્વીકાર! જૈનધર્મને સાર વિનય છે. ધર્મનું મૂળ વિનય, નિરહંકારપણું અને સરળતા છે. શરીર હવે સાધનામાં કાર્યક્ષમ નથી એમ જાણી આનન્દ શ્રમણોપાસકે અપશ્ચિમ- મારણાનિક સંલેખના કરી. સંલેખનનો અર્થ છે- મૃત્યુ સમયે પોતાના ભૂતકાળના સમસ્ત કૃત્યોની સમ્યક આલોચના કરી શરીર અને કષાયાદિને કૃશ કરવામાં આવતી અન્તિમ તપસ્યા. સંલેખનાયુકત થનારા મૃત્યુને સમાધિમરણ અથવા પંડિતમરણ કહેવાય છે. આ મરણ પ્રસન્નતાપૂર્વક તથા વિવેકયુક્ત હોય છે. સંલેખના અથવા સંથારો એ આત્મઘાત નથી. આત્મઘાત કેધાદિ કષાયથી પ્રેરિત હોય છે જ્યારે સંલેખનામાં કષાયને અભાવ હોય છે.. આત્મહત્યા માનવ ત્યારે કરે છે જ્યારે તેને કઈ કામનાની પૂર્તિ થઈ ન હોય અથવા તીવ્ર વેદના- દુઃખ હોય અથવા માર્મિક આઘાત લાગ્યો હોય. પરંતુ સંલેખનામાં રણું હોતું નથી. તે તે વેચ્છાપૂર્વક હોય છે અને હવે કોઈ કામના રહી નથી એટલે તે સ્વેચ્છાથી મૃત્યુનું હર્ષ પૂર્વક આલિંગન કરે છે. આ વ્રતના પાંચ અતિચાર છે. - (૧) ઈહ લોકાશસામગ - ધન, પરિવાર વગેરે આ લોકસંબંધી કઈ વસ્તુની આકાંક્ષા કરવી. (૨) પરલોકાશસંસાપ્રયોગ - સ્વર્ગસુખ આદિ પરલોકથી સંબંધ રાખનારી કઈ વસ્તુની ઈચ્છા- કામના કરવી. (૩) જીવિતાસંસામગ – જીવનની આકાંક્ષા કરવી. (૪) મરણશંસામગ - કષ્ટ અને પીડાથી ગભરાઈને જહદી મરવાની ઈચ્છા કરવી. (૫) કામોગાશંસાપ્રયોગ – અતૃપ્ત કામનાઓની પૂર્તિરૂપે કામો મેળવવા અને ભેગવવાની આકાંક્ષા કરવી. આ પ્રમાણે આનન્દ શ્રમણોપાસક સમાધિપૂર્વક આનન્દથી દેહત્યાગ કરી પ્રથમ સ્વર્ગના અધિકારી બન્યા. આગમસાર દેહન Jain Education internation For Private & Personal Use Only ૨૦૭ www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy