________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
ડાવાય છે. નાનયજડેજી મહારાજ જમાતiદ મિ
સગુણે ઉપર દઢ નિષ્ઠા રાખવી અને તેમને યથાશક્તિ પિતાના જીવનમાં ઉતારવાનો-આચરણ કરવાનો પ્રયાસ કરો.
ચારે ઉદ્દેશકે આ કમ નિર્યુકિત અને વૃત્તિમાં પણ નિર્દિષ્ટ છે અને આ જ ક્રમ આજે પણ આચારાંગમાં ઉપલબ્ધ છે.
પાંચમા અધ્યયનનું નામ ‘લેકસાર અધ્યયન છે. આમાં છ ઉદ્દેશકે છે. આ અધ્યયનમાં આદિ-મધ્ય અને અન્તમાં આવન્તી' શબ્દનો પ્રયોગ થયો છે તેથી તેનું બીજું નામ “ આવતી’ અધ્યયન પણ છે. આમાં સમગ્ર લાકને સારભૂત તત્ત્વનું નામ “ધમ ” બતાવેલ છે અને ધર્મનો સાર જ્ઞાન છે. જ્ઞાનને સાર સંયમ છે અને સંયમને સાર મેક્ષ છે એમ પ્રતિપાદન કર્યું છે.
પ્રથમ ઉદ્દેશકમાં ભવભ્રમણ અને કર્મબંધનનું મૂળકારણ પ્રાણીહિંસા બતાવ્યું છે. જે કોઈપણ પ્રયોજન અથવા વગર પ્રજને હિંસા કરે છે તે વિશ્વમાં અસીમ દુઃખનો અનુભવ કરે છે. હિંસાદિનો પરિત્યાગ કર્યા વગર કઈ પણ પ્રાણી સંસાર-સાગરને પાર કરી શકતા નથી.
બીજા ઉદ્દેશકમાં બતાવ્યું છે કે આ વિરાટ વિશ્વમાં જેટલા પણ પ્રાણીઓ છે તે બધા જીવવા ઇચ્છે છે. બધા પોતાના જીવનને આનંદમય વ્યતીત કરવા ઈચ્છે છે. કઈ પણ કરવાનું પસંદ કરતું નથી. તેથી સાચે શ્રમણ તે છે કે જે કોઈ પણ જીવની હિંસા કરતે નથી અને હિંસાજન્ય પાપથી સદા અળગો રહે છે.
ત્રીજા ઉદ્દેશકમાં સાધકને એવું ઉધન કર્યું છે કે સાધક સર્વથા અપરિગ્રહી રહી પિતાના વિકારો ઉપર વિજય પ્રાપ્ત કરે. બાહ્યયુદ્ધ એક પ્રકારે અનાર્ય યુદ્ધ છે. તે યુદ્ધથી કર્મબંધન થાય છે પરંતુ વિકાર આદિ શત્રુઓને જીતવા એ જ સાચું અને આર્ય યુદ્ધ છે.
ચોથા ઉદ્દેશકમાં ભ્રમણ માટે એવું વિચરવું વર્જનીય બતાવ્યું છે અને તે એવા સાધક માટે પણ વજર્ય બતાવ્યું છે કે જે વય અને જ્ઞાનની દષ્ટિએ અપરિપકવ છે અથવા પરીષહાને સહન કરવામાં અસમર્થ છે.
પાંચમાં ઉદ્દેશકમાં આચાર્યની તુલના-સરખામણી નિર્મળ એવા જળાશયની સાથે કરી છે, કે જે નિર્મળ જળથી પરિપૂર્ણ બધા જળચર જંતુઓની રક્ષા કરતા સમભૂમિમાં અવસ્થિત છે. તેવી જ રીતે આચાર્ય પણ જ્ઞાન અને સદ્ગુણોરૂપી જળથી ભરેલાં, ઉપશાન્ત મન તથા ઈન્દ્રિયાને વશમાં રાખનારા, પ્રબુદ્ધ અને તત્વજ્ઞ હોય છે અને શ્રુત દ્વારા સ્વ તથા પરનું કલ્યાણ કરે છે. જે સાધક સંશયરહિત થઈ સર્વજ્ઞ દ્વારા પ્રરૂપિત તત્ત્વજ્ઞાનને સત્ય સમજી તદનુસાર આચરણ કરે છે તે સમાધિને પ્રાપ્ત કરે છે. અન્તર્મુખ બની અંતરંગમાં ઊંડાણના રહસ્ય પ્રાપ્ત કરવા સંબોધન કરી કહ્યું કે-હે સાધક! જેને તું મારવા એગ્ય સમજે છે તે તું જ છો-તારું જ સ્વરૂપ છે. જેને તું આજ્ઞામાં રાખવા છે તે તું જ છે, જેને તું પરિતાપ દેવા ગ્ય માને છે તે તું જ છો. જેને તું દાસ બનાવવા ગ્ય માને છે તે તું જ છો, તે તારું જ સ્વરૂપ છે. કારણ કે જેવું તારામાં ચેતનતત્વ છે તેવું જ તન્ય અન્ય જેમાં પણ છે. માટે પોતે કઈ જીવની વાત-હિંસા કરે નહિ, તેમ બીજા પાસે કરાવે નહિ. આ વાત સ્પષ્ટ છે કે કઈ પણ પ્રાણીના વધ, બંધન તથા પીડન વગેરેનું ચિંતવન કરવું તે ખરેખર પોતાનો વધ, બંધન તથા પીડન છે. કેઈને કષ્ટ આપવાનો સંકલ્પ કરે તે પણ આત્મગુણોનું હનન કરવા સમાન-આત્મઘાત કરવા તુલ્ય છે.
છઠા ઉદ્દેશકમાં આ વાત ઉપર ભાર મૂકયો છે કે સર્વજ્ઞ દ્વારા પ્રરૂપિત સંચમધર્મનું પાલન કરી સાધક સર્વ કર્મબંધનેને નષ્ટ કરી દે છે અને શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ જાય છે.
છઠા અધ્યયનનું નામ “ધૂત” અધ્યયન છે. તેના પાંચ ઉદ્દેશક છે. ધૂતને અર્થ છે કઈ પણ વસ્તુ ઉપર લાગેલા મેલને દૂર કરી તેને સ્વચ્છ કરવું. પ્રસ્તુત અધ્યયનમાં તપ-સંયમની સાધના વડે આત્મા ઉપર લાગેલા કર્મમળને દૂર કરી આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની પ્રક્રિયા બતાવી છે. જેમ સેવાળથી આચ્છાદિત જળાશયને કાચબો બાહરની વસ્તુઓને તથા બહાર જવાના માર્ગને નિહાળી શકતા નથી તેવી જ રીતે મહાસકત વ્યકિ શકતા નથી. તેમ તે માર્ગે ચાલી પણ શકતું નથી. તેથી સાધકે મેહ અને આસકિતથી સદા-સર્વદા બચતા રહેવું જોઈએ.
Jain ELSE
તત્ત્વદર્શન
Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org