________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જમાતાહિદ સ્મૃતિગ્રંથ
આપણે પિતે જ પરમાત્માના અંશ છીએ; તેથી પરમાત્માને અનુભવ કરવા માટે, આપણાં પ્રત્યેક કરણ (સાધને)ને આપણે તેની સત્તાના વાહક બનાવવાં જોઈએ. તે એટલી હદ સુધી કે પરમાત્મા પોતે જ આપણું સમગ્ર જીવનના પ્રેરકરૂપ છે એ અનુભવ થવો જોઈએ. આપણે તેની સત્તાના કેન્દ્રરૂપ બનવું જોઈએ; પિતાને વિશે એ પ્રકારના કેન્દ્રભાવને અનુભવ થયા પછી જ સત્તાનાં કેન્દ્રો વિશ્વભરમાં છે એમ અનુભવવું જોઈએ. આ પ્રકારને સ્વાનુભવ અને વિશ્વાનુભવ લગભગ એક સાથે જ થાય છે. કારણ કે આત્મા એક જ છે તેથી જ જૈન શાસ્ત્રકારોએ કહ્યું છે
ને માથા એક જ સત્તા સર્વેમાં સમાનભાવે પરિવ્યાપ્ત છે. એ સત્તાના અધિષ્ઠાન ઉપર જ પ્રકૃતિની ગતિશીલતા થઈ રહી છે, અગર એ જ સત્તા પિતાની પ્રકૃતિ દ્વારા ગતિશીલ છે. પ્રકૃતિની આ ગતિશીલતા એ જ ‘કર્મ છે. આપણે એ કર્મના કેન્દ્ર છીએ. આ કર્મને પ્રવાહ અનાદિ અનંત છે. આ ગતિમયતા અથવા કમની પછવાડે ભીતરમાં એ પરમ સત્તા રહેલી છે.
એ કર્મ વિશ્વગતિમાં અષ્ટધા પ્રતીત થાય છે, જેનું સુંદર અને ઝીણવટભર્યું વર્ણન જૈન દર્શનકારે કરેલ છે; જે કે એ દશનકારે, કર્મના એ વિધાનથી, આપણને ગતિમયતાની પછવાડે અને તેની ભીતરમાં લઈ જતા નથી. કેમકે આપણી એટલી તૈયારી નથી. તેઓએ તે માત્ર કર્મની ગતિ, સ્થિતિ અને પ્રકારનું જ સવિશેષણ વર્ણન કર્યું છે. એ શા માટે છે, એ આખરે કયાં લઈ જાય છે, એ સર્વનું અંતિમ લક્ષ્ય શું છે? તે માણસે પિતે શોધી કાઢવાનું છે.
પરંતુ ખરી રીતે, એ બધું માણસ પોતે શોધી શકતું નથી. જ્યારે તેની ભીતરમાં પરમ સત્તા ઉદયમાન થાય છે ત્યારે એ ભાન આપણને પ્રાપ્ત થાય છે. એ ઉપલબ્ધિ આપણી નથી. તે પરમાત્માની પિતાની છે. માણસે સ્વપુરુષાર્થથી પરમાત્માના અને એટલે કે પરમાત્માના સર્વ ગુણોને પિતામાં પ્રગટાવવા જોઈએ, અને એવું નીપજાવવા માટે, પ્રકૃતિને શાન્ત, સમત્વયુકત, નિર્વિકાર, ઉદાર અને વ્યાપક બનાવવી જોઈએ.
આધ્યાત્મિકતા આધ્યાત્મિકતા એ શું છે તે કહેતાં પહેલાં, તે શું નથી એ કહેવું જરૂરી છે, જેથી કરીને જે વસ્તુ આધ્યાત્મિકતા નથી તેને આપણે તે રૂપે માનવાની ભૂલ ન કરીએ.
આધ્યાત્મિકતા એ કાંઈ ઉચ્ચ શ્રેણિની બુદ્ધિમત્તા નથી કે કોઈ પ્રકારને આદર્શવાદ પણ નથી; માનસિક ક્ષેત્રને કઈ પ્રકારને નૈતિક કે ચારિત્રગત ભાવ તે પણ આધ્યાત્મિકતા નથી; પ્રબળ-વેગવાન ઉચ્ચગામી લાગણીને ઊભો કે અમુક જાતની ધાર્મિક માન્યતા પણ આધ્યાત્મિકતા નથી; હૃદયની ઉચ્ચ અભિલાષા, ધર્મ કે નીતિના સિદ્ધાંતને અનુસરીને નકકી કરેલ કેઈ વર્તન અથવા આ બધી વસ્તુઓને સરવાળો-સમુચ્ચય કે સંમિશ્રણ એ કાંઈ આધ્યાત્મિક ઉપલબ્ધિ કે અનુભૂતિ નથી.
ઉપરોક્ત બધી વસ્તુઓ મન અને પ્રાણના ક્ષેત્રમાં સારી રીતે કિંમતી ગણાય. અધ્યાત્મભાવના પ્રકટીકરણ માટે એ બધી વસ્તુ નિતાંત જરૂરી ગણાય. પ્રકૃતિનું નિયંત્રણ કરવા માટે, આધ્યાત્મિકભાવેને ગ્રહણ કરવાની પ્રકૃતિમાં લાયકાત આવે તેની તૈયારીરૂપે આ બધા ભાવ જરૂરના છે પણ તે સ્વત: આધ્યાત્મિક પ્રદેશમાં ન ગણાય. એ બધાનું સ્થાન મનમય વિકાસના ક્ષેત્રમાં ગણાય. આ બધું હોવા છતાં આધ્યાત્મિક સાક્ષાત્કાર-અનુભૂતિ કે પરિવર્તન હજુ ઉત્પન્ન થયાં ન જ ગણાય.
ત્યારે સ્વરુપતા આધ્યાત્મિકતા શી વસ્તુ છે? હવે આપણે તેનું વિધેયાત્મક સ્વરૂપ વિચારીએ.
આપણી ચેતના, આપણા આંતરિક સત્ય તરફ – પરમ પુરુષ તરફ – પરમાત્મા તરફ જાગૃત થાય તેનું નામ આધ્યાત્મિકતા છે. જાગૃત થવું એટલે જે તત્ત્વ આપણા મન, પ્રાણુ અને શરીરથી પર છે; જે વિશ્વમાં અને આપણામાં નિવાસ કરી રહેલ છે; નિમ્ન પ્રકૃતિથી પર જે મહાન સત્ય છે તેને જાણવાની, અનુભવવાની, [૮]
તત્ત્વદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org