________________
}પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
રીતે નિશ્ચિતપણે આ કાર્ય કરી શકે એ રીતે બધી કાર્યવાહી તેઓએ શરૂ કરી. (૧) સૌથી પહેલાં સ્થાનિક સંધની સંમતિ મેળવી, મને વ્યાખ્યાનની જવાબદારીથી મુક્ત કર્યો. સાયલાના શ્રી લીંબડી સંઘે પણ એ વાત સહર્ષ રવીકારી. (૨) બીજું મને વધારે નિરાકૂળતાને સમય મળે એટલા માટે લેખનમાં સહાયભૂત થવા ત્રણ સાધ્વીજીઓને ચાતુર્માસ રાખવા માટે લીંબડી સંપ્રદાયના આચાર્ય મહારાજશ્રી રૂપચંદ્રજી મહારાજ અને લીંબડી સંધના પ્રમુખ શેઠ શ્રી ઇટાલાલભાઈની મંજૂરી મેળવવાની હતી એટલે તેઓને સંપર્ક સાધતાં આવા ઉત્તમ કાર્ય માટે તેઓશ્રી તરફથી પણ પૂરી સહાનુભૂતિ અને મંજૂરી મળી ગઈ.
પરંતુ પછી પ્રશ્ન એ ઊભું થયું કે, હાલ તુરત તે બધા સાધ્વીજીઓના ચાતુર્માસ નકકી થઈ ગયા છે. તે પછી કયા સાધ્વીજીને આ નિમિત્તે અહીં ચાતુર્માસ રાખવા ? સૌરાષ્ટ્રમાં પૂજ્ય ગુરુદેવની આજ્ઞાનુવર્તની શિષ્યાઓ પૈકી બે સંઘાડા વિચરે છે. એક તે વિદુષી મહા. શ્રી હેમકુંવરબાઈ આર્યાજી, બા. બ્ર. શ્રી પુષ્પાબાઈ આર્યાજી, બ. બ્ર. મહા. શ્રી હંસાકમારી આર્યાજી, બા.બ્ર. મહા. શ્રી ઊર્મિલાબાઈ આર્યાજી હા, ૪ અને બીજા વ. તેજવીની મહા. શ્રી પ્રભાકુંવરબાઈ આર્યજીના સુશિષ્યા મહા. શ્રી ચંદનબાઈ આર્યજી ઠા. ૭ એ બે મંડળમાં મહા. શ્રી હેમકુંવરબાઈ આર્યાજી ઠા. ૪ વાંકાનેર ચાતુર્માસ હોવાથી તબિયતના કારણે આ તરફ આવી શકે એવી સ્થિતિ ન હતી. તેથી મહા. શ્રી ચંદનબાઈ આર્યાજી ઠા.૭ ની સાથે આ સંબંધી વિચારણા કરતાં એવું નક્કી થયું કે એ સાત ઠાણા પૈકી બા.બ્ર. મહા. સરલા કુમારી આર્યાજી તથા બા.બ્ર. ઈન્દુમતી આર્યાજી ઠા. ૨ તથા ૩. વિદુષી મહા. શ્રી પાર્વતીબાઈ આર્યાજીના સુશિષ્યા રવિર મહા. શ્રી સમજુબાઈ આર્યાજી એમ કુલ ઠા. ૩ આ કાર્યમાં સહાયભૂત થવા સાયલામાં ચાતુર્માસ રહે અને બાકીના સાધ્વીજી મહા. શ્રી ચંદનબાઈ આર્યાજી, બા. બ્ર. હંસાકુમારી આર્યાજી, બા.બ્ર. હસુમતી આર્યાજી, બા.બ્ર. તરુલતા આર્યાજી, બા. બ્ર. ઉષાકુમારી આર્યાજી ઠા. ૫ નિયત થયેલ ચાતુર્માસ માટે ધ્રાંગધ્રા તરફ વિહાર કરે.
એ રીતે મહા. ચંદનબાઈ આર્યાએ, ઉદારતાપૂર્વક ‘મૃતિગ્રંથના આ કાર્ય માટે બે હાણાને ચાતુર્માસ માટે આજ્ઞા આપી અને મહા. સમજુબાઈ આર્યજી (જેઓ તે વખતે મહા. ચંદનબાઈ સાથે વિચરતા હતા) એ વડીલ તરીકે મહા. હેમકુંવરબાઈ આર્યાની સમ્મતિ મેળવી. આમ હાણા ત્રણ મને સહાયભૂત થવા અત્રે (સાયલામાં) ચાતુર્માસ રહ્યાં.
આ નિર્ણયને રથા. લીંબડી સંઘ-સાયલાએ હર્ષપૂર્વક વધાવી લીધે.
બસ, પછી તે ચાતુર્માસ દરમિયાન “મૃતિગ્રંથ જેમાં મુખ્ય લખાણ મારે કરવાનું હતું તે શરૂ થયું, અને શાસનદેવની કૃપાથી સાંગોપાંગ પાર ઉતર્યું. ખાસ કરીને આ મહાન કાર્યમાં પહેલેથી છેલ્લે સુધીના લખાણનું સુંદર પ્રેસમેટર (હસ્તપ્રતો તૈયાર કરવામાં સાધ્વીશ્રી ઈન્દુમતી આર્યજીના અવિરત પરિશ્રમનો ફાળો નેધપાત્ર છે.
અહીં સાયલામાં આ યજ્ઞ શરૂ થયું ત્યારે મુંબઈમાં ઉપર જણાવેલ ટ્રસ્ટ ઉપરાંત શ્રી માટુંગા સંઘે પણ મહા. શ્રી દમયન્તીબાઈ આર્યજીની પ્રેરણાથી ખૂબ ઉત્સાહપૂર્વક આ કાર્યને વેગ આપ્યું એટલું જ નહિ
સ્મૃતિગ્રંથ ને ખૂબ ગૌરવભર્યો દળદાર અને આકર્ષક બનાવવા માટે એક નવું જ આંદોલન ઉત્પન્ન થયુંએટલે કે આ સ્મૃતિગ્રંથ ને સમૃધ્ધ કરવા વિદ્વાનેનું એક સંપાદકમંડળ તૈયાર કર્યું. એની વિગતમાં મારે ઊતરવું નથી.
અહીં તો જન્મશતાબ્દિ નિમિત્તે “મૃતિગ્રંથનું સંપાદન કરવામાં હું કેવી રીતે જોડાયે, તેની મૂળભૂત માહિતી એટલા માટે આપી રહ્યો છું કે, આ ગ્રંથની રચનામાં, મૂળનાયકને- એટલે કે સ્વ. પૂજ્ય ગુરુદેવને યથાર્થરૂપે, જૈન સમાજ પાસે અને વ્યાપકરૂપે માનવસમાજ પાસે રજૂ કરવામાં મેં ‘ચિંતનીય વિચારધારાના માધ્યમથી કેવો પ્રયત્ન કર્યો છે તે વાચકવર્ગ બરાબર સમજી શકે. અસ્તુ.
સંકલના હવે હું મૂળ ગ્રંથના વિષય ઉપર આવું. સૌથી પહેલાં તે જનતા, આ ગ્રંથમાં-પૂ. ગુરુદેવના ભવ્ય અને ઉન્નત ચિંતનીય વિચારધારા
[૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org