________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સ્વાભાવિક થાય એ લક્ષ ન ચૂક ય તેની કાળજી જાગૃત રાખવા પ્રયત્ન કરે. શુષ્કતા, નિરુત્સાહ, મૂઢતા જેવું લાગે ત્યારે સર્વ છોડી નામ-મરણમાં નજર ચટાડવી. એમાં ઉપગ રહે તે એ અમોઘ ઔષધ છે. એકલા એકલા ઠીક પંથ કપાયે છે. નિરુત્સાહી ના બનશે. દક્ષિણ તમને સારી મદદ કરશે. વિચાર રત્નરાશિ મળી છે તો તે ઉપયોગી થશે. તમારા શરીરની આરોગ્યતા જોઈએ તેવી નથી તેથી તમારે વિકાસપંથ ધીમે પડી જાય છે. એ માટે પ્રાર્થના અને બનતી કાળજી રાખશે. દક્ષિણનો ભાવાંજલિ અંક વાંચતાં હશે. એમાં વિચારપષક સુંદર સામગ્રી આવે છે. એના અધિકારીને એમાં વધુ રસ આવે. છેલ્લે પત્ર પ્રેરણા પ્રકરણને મળ્યા. ‘જનકલ્યાણ માસિક પુનિત મહારાજનું તમને આવતું હશે. એને પ્રેરણાને જ અંક છે તે તમે વાંચ્ચે હશે. જેને પ્રેરણું ઝીલવાની દષ્ટિ છે તેને વિશ્વમાંથી અનેક સ્થળે પ્રેરણા મળી રહે છે. જીવને અનેક સ્થળેથી અનેક રીતે પ્રેરણા મળે અને જીવનવિકાસ સાધતો જાય એવી કદરતની દેજના છે. માત્ર દૃષ્ટિની જ અપેક્ષા રહે છે. એમાં ઉપદેશની કે કયાંય રખડપટ્ટીની પણ જરૂર નથી. તમારા ઘરના આંગણે બેઠા મેળવી શકાય છે. કુદરતની વસ્તુમાત્ર મૂંગી મૂંગી પ્રેરણા આપ્યા જ કરે છે. તમને તો થેડે ઘણે અંશે એ જાતની દષ્ટિ મળી છે. એ પ્રકારે તમે ભાગ્યવાન છો. તમારા પ્રત્યેક લખાણથી હું જાણી શકું છું. જાણવાની, સમજવાની, અનુભવવાની પિપાસા એ પ્રગતિના જ લક્ષણ છે. જીવ એમ જ પ્રગતિ સાધે છે. આરોગ્ય, વિકાસના પંથમાં ખૂબ સહાયક બને છે, છતાં આરોગ્ય બગડે ત્યારે એક કમેટીનો કાળ માની ઢીલા ન પડાય અને માનસિક ધારા અતૂટ રહે એ માટે પ્રયત્ન અને પ્રાર્થના ચાલુ રહે તે અવશ્ય શાંતિ જળવાય. પ્રકૃતિ બહુરૂપી છે અને તેવી અથડામણ સર્વ કેઈને થાય છે પણ એ તરફ લક્ષ કોઈ વિરલા જ રાખે. જેને એ લક્ષ છે તે જ જ્યારે ત્યારે તે ઉપર સ્વામિત્વ પ્રાપ્ત કરી શકે છે. એટલે જ આલોચના, નિંદના, ગહ કરી સિરામિ સુધી જીવ પહોંચે છે. ધુમાડા અને ધુમ્મસ કમેકમે મટી પ્રકાશ પ્રગટશે. એકનિષ્ઠા, અચલ શ્રદ્ધા પથ્થરમાંથી પ્રભુના દર્શન કરાવે છે. એ જ પ્રભુસ્મરણ કરતા રહેવું.
વજેશ્વરી,
તા. પ-પ-૫૯ ૦૦૦ તમારા વિચારો માટે સતેષ થશે. વિચારો પ્રમાણે ખૂબ જાગૃતિ રાખવા પ્રયત્ન સેવ. મહાસત્તા અને તેની વિવિધરંગી અજબતા, અદૂભુતતા તરફ વિરલ માણસે જ લક્ષ આપતા હોય છે. તેમાં પણ આપણા વર્ગમાં તો એ દષ્ટિ જ નથી. જેમ જેમ એ તરફ ઊંડું અનુશીલન થાય છે તેમ પરમ આશ્ચર્ય પ્રગટે છે અને વર્તમાનમાં થતાં ધર્મના નામના ક્રિયાકાંડો અને અંધપરંપરાની પ્રણાલિકાઓ પ્રત્યે તદ્દન નીરસતા પ્રગટે છે. મને તે લાગે છે કે સંયમના વેશધારીઓમાં પણ સંયમનો માર્ગ જ ભૂલાઈ ગયું છે. સંયમને પંથ કુદરતથી વિરૂદ્ધ ન હોય. કુદરતને અનુસરવું એ ધર્મ. તમે લખ્યું તે બરાબર છે. જૈન ધર્મના પ્રણેતા પણ એ જ કથી ગયા છે. પણ માણસને સહેલે, સસ્તો, પરિશ્રમ વિનાને ધર્મ ખપે છે. એટલે એ ધર્મ કરે છે. વાસ્તવિક માર્ગ તો કઠીન છે. જીવ આટલા કાળમાં આદરી શક નથી. પ્રથમ તો પિતાને જાણ, પિતાની પિછાણ કરવી એ જ એકડે. એ સિવાયના બધા મીંડા. જીવ એકડા વિનાના મીંડા જ વાળે ગયો છે. એમાં પોતાની જાતને ધન્ય માની બેઠો છે. તેમાં પણ દંભ, અભિમાન સહાયક બન્યા છે, જેને પ્રથમ છોડવા ઘટે તે દંભ અને અભિમાનના બંધનથી મુકત થવું જોઈએ. પરંતુ જીવ એની જ વૃદ્ધિ કરી રહ્યા છે અને સુંદર સાધનને બંધનરૂપ કરી રહ્યો છે. આ બીના સમજ ગણતા અને જાણપણું ધરાવનારામાં પણ વ્યાપક છે. સંપૂર્ણ કાળજી, સંપૂર્ણ તકેદારી, તાલાવેલી એ જાતની જ તમન્ના વગર શ્રેયના પંથે પગ મૂકી શકાતું નથી. ભરતી – એટ તે મધ્યમ ભૂમિકા પર સર્વને આવે. તમે એટલા ભાગ્યવાન કે ભરતી-ઓટ બને આવે છે. મોટા ભાગમાં તો ઓટ જ હોય છે. ભરતી આવતી જ નથી. સંત સમાગમ વિરહ છે તેથી શું? સંતોની વાણીને–એની બધપ્રસાદીનો તે અભાવ નથી. વાંચન સમયે ક૯૫ના કરી
૨૪૬
જીવનઝાંખી www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only