________________
}પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
સર્વધર્મ સમભાવ ત્રીજા વિભાગમાં મહારાજશ્રીએ જૂનાં ભજનના લોકઢાળો લઈ લઈને પદ રચ્યાં છે. અજાણ્યાને તો એમ જ લાગે કે આ તો કઈ ભાવગંભીર નું ભજન લાગે છે. પણ જ્યારે નામાચરણમાં ‘સંતશિષ્યનું નામ આવે ત્યારે જ ખબર પડે કે આ તો મહારાજશ્રીનું ભજન છે. સાંપ્રદાયિકતાના સીમાડા ભેદીને પદની ભાવના સર્વધર્મસમભ વ મધી પહોંચી ગઈ છે એ જ એ ની પ્રથમ મહત્તા છે. પુપિકાને પહેલેથી છેલ્લે સુધી વાંચી ગયા પછી કઈ એમ નહિ કહી શકે કે આ તે કઈ જૈનમુનિની રચના છે.
ભાવનાની એ વિશાળતાથી મહારાજશ્રીએ બીજા ભકતનાં પદો અને ભજનોનો સંગ્રહ કર્યો છે. એનું નામ છે આધ્યાત્મિક ભજન પુષ્પમાળા .” એમાં પ્રાચીન અને અર્વાચીન ભકતો અને કવિઓનાં લગભગ હજાર જેટલાં ભકિતકાવ્યો અને ભજનોનો સંગ્રેડ કરેલો છે. એમાં સનાતની કે ઈસ્લામને, કબીરપંથી કે નાનકપંથીનો ભેદભાવ મહારાજશ્રીએ જે નથી. સર્વધર્મ સમભાવની એ ભાવના મહારાજશ્રીના સંપાદન કરેલ “પ્રાર્થનામદિર” માં અરીસા જેવી દેખાય છે.
સાંપ્રદાયિકતા તોડી સાંજ - સવારની પ્રાર્થનામાં મહારાજશ્રી જે લેક અને ભજનો બેલે છે એનો એ સંગ્રહ છે. એ લોકોમાં જૈન શાસ્ત્ર ઉપરાંત બીજા ધર્મનાં શાસ્ત્રોમાંથી પણ ઉનામ લેકને ચૂંટી ચૂંટીને કહ્યું શિવં સંગ્રામ ઓ એ કથનની સત્યતા પુરવાર કરી છે. અને ભજનમાં પણ પ્ર ચીન - અર્વાચીન એવાં સર્વધર્મોનાં ભકતનાં ભજન સંગ્રહ પ્રાર્થનામંદિર' માં કર્યો છે. ભાવનાની વિશાળતાએ મહારાજશ્રીની ભાષા અને ભાવ પણ સાંપ્રદ્ધયિકાને કેવાં વટાવી ગયા છે ?
સદ્દગુરુવર સમજાવે કે, (સાચા) સદૂગુરુવર સમજાવે રે જી; પ્રેમ પિયાલા પાવે ઘટમાં, અગમનિગમ દરશાવે રે જી ... સદગુરુવ૨૦
એક બીજી કડી લઈએ વગર તેલ ને વગર દીપની, જળહળ જોત જગાવે રે જી; વિના નગારે અંતરઘટમાં (૨) અનહદ નાદ સુણાવે ... કોઈ૦
ભાવના મુકત બને છે ત્યારે એનો વિહાર પણ અનંત બને છે. ઉપરની બન્ને કડીની ભાષામાં ને ભાવમાં રહસ્યવાદી ભકતેના પડઘા નથી પડતા ? વાસના, વૃત્તિઓના ભડકે બળતા જીવને જોઈને મુનિશ્રી પુકારી ઊઠે છે -
લાય ઘરોઘર લાગી (મેરે) સંતે, લાય ઘરેઘર લાગી રે જી, ઇંધણ વધિમાં અવગુણ રૂપી, ગુણની ઘટી ગરાગી રે જી;
આશા-તૃષ્ણ આગ વધી ગઈ, મરણ લહે મુખ માગી....સંતે રામલા રતનીઆના જાત્રાના વર્ણનમાં તો મુનિશ્રીએ દાંભિકતા પર ભારે ભંગ કર્યો છે. એવી જ રીતે કુપાત્રે ઉપદેશ ન આપવાના અને અધિકાર વિના અકાળે ન પીરસવાનાં ભજને પણ હસાવતાં હસાવતાં આપણને અધિકારનાં સાચાં મૂલ્ય સમજાવતાં જાય છે....ગીતાજીમાં જેમ કહ્યું છે :
न त्वहं कामये राज्यं न स्वर्ग ना पुनर्भवम् ।
कामये दु:खतप्तानां प्राण नामार्तीनाशनम् ॥ એ ક સર્વશ્રેય ભાવનાને શિરોમણી જેવો છે. તેમ મુનિશ્રી પણ પિતાના એક ભજનમાં કહે છે.
દુષ્ટજનની માટે દુષ્ટતા, શ્રેય સર્વનું થાઓ; અધમજનેની મટી અધમતા, ધર્મપંથ તે ધાઓ
નાથ! અરજી એક અમારી.
*
.
૨૧૪ Jain Education International
જીવનઝાંખી www.jainelibrary.org
For Private & Personal Use Only