SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ bપણ ગદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ ફકત શાસ્ત્રશ્રવણ કે શ્રેયની ઉત્તમ વાત જ યાદ રહેતી નથી, એ જ કમભાગ્ય છે. ઘણાં એવાં માણસો પણ હોય છે કે જ્યારે વાત કરવા બેસે ત્યારે સામાને સાંભળવી છે કે નહીં, એ સ્થળે એ વાત કહેવાની જરૂર છે કે નહીં, સાંભળનાર મારી વાતમાં રસ લે છે કે નહીં? એનું ભાન જ રાખતા નથી. અને સામો માણસ કંટાળી જાય ત્યાં સુધી બોલ્યા જ કરે છે. આ વાણીને ભારે દુરુપયોગ છે. આવી રીતે જે શકિતને સદુપયોગ કરો જોઈએ, તે જ શકિતને, તે જ વીર્યને કચરાપેટી જેવા વ્યવહાર માટે દુરુપયેગ કરી શકિતને ક્ષીણ કરી જીવન ભ્રષ્ટ કર્યું. વિજ્ય માટે પ્રાપ્ત કરેલ શકિત નકામી વેડફી નાખી. આવી રીતે શકિત ઘસાઈ જાય એમાં શી નવાઈ? મનુષ્યના આયુષ્ય ઘટયાં તેનું કારણ પણ એ જ છે. અજ્ઞાનતાભરી રહેણીકરણી, આંધળાં અનુકરણ, અમાપ ભેગવૃત્તિ, અનહદ વિલાસ અને દેહનું નુકસાન કરનારાં વ્યસનને કારણે મનુષ્ય પોતે આપત્તિને નોતરે છે. કેટલાક જન્મથી જ નિર્બળ, મહારોગી, અંધ, બહેરા, લુવા કે પાંગળા હોય છે. એનું કારણ પણ પ્રવે કરેલ શકિતને દુરુપયોગ જ છે. જે શકિતને સદુપયોગ ન કરી જાણે, તેની પાસેથી શકિત ખેંચવી લેવી એ કુદરતને કાનન છે. જે રીતે પ્રાણશકિતના દુરુપયોગથી માણસ હાથે કરીને મહાન આફત વહોરે છે. તે રીતે જ કુદરતી પદાર્થોને પણ દુરુપયેગ કરીને વિશ્વસંપત્તિને નુકસાન પહોંચાડે છે તે કુદરતને દ્રોહ કરે છે, એ કુદરતને ગુનેગાર છે.” પાંગળી અહિંસા “આજે તમે અહિંસાનું વાસ્તવિક રહસ્ય ભૂલ્યા છે અને કર્તવ્ય પણ ભૂલ્યા છે. પ્રથમ ભૂમિકાની યોગ્યતા મેળવ્યા વિના અણગારધર્મ જેવા ધર્મને આચરવાનો પ્રયત્ન કરે છે. જેમાં પ્રથમ કક્ષાનો વિદ્યાથી સાતમી કક્ષામાં બેસે તે પાસ ન થાય અને બનેયથી લટકે છે. તેમાં તમે પોતે આગારી છે, અને અણગારધર્મ આરાધવા જાઓ છો, એટલે જ તમારા જીવનમાં દ્વિધાભાવ આવી ગયે. ધાર્મિક જીવન અને વ્યવહારિક જીવન એવા બે ભાગલા પડી ગયા છે. એક ધાર્મિક મનુષ્ય ઉપાશ્રયના ધર્મસ્થળમાં પેસતાવેંત જ વાયુના જીવની દયા ખાતર મુખવસ્ત્રિકા, નાના જીવને બચાવવા ખાતર રજોહરણ વગેરે રાખશે કે મંદિરે જઈ પ્રભુભકિતનું આચરણ કરશે, પરંતુ વ્યાપારમાં વિશ્વાસઘાત, દગ, પ્રપંચ ઓછું આપી વધુ લેવાની વૃત્તિ અને એવા મલિન વ્યવહારો આચરતા ડરશે નહિ, અને તે પાપના બદલામાં વ્યાપારથી નિવૃત્ત થઈ એકાદ સામાયિક કે પ્રતિક્રમણ કરીને આવાસન મેળવી લેશે તેમજ પોતાની જાતને માનશે કે “હું કે થવાને બદલે પાછળ પડયે જાઓ છે. એટલે જ હું કહું છું કે ધર્મ વરત છે અહિંસા એ ઉપાશ્રયમાં કે મંદિરમાં જ પાળવાની વસ્તુ નથી; પણ તમારા જીવનમાં આરાધવાની વસ્તુ છે. એકેન્દ્રિયની દયા પાળનારા તમે પંચેન્દ્રિય જી પ્રત્યે કેટલા વફાદાર અને નેહાળ બને છે? તેની તુલના કરો અને જુએ. હું પૂછું છું કે આઠમ-પાખી કે પર્વના દિવસે લીલોતરી કે કંદમૂળ ખાધાં હોય તો તમારા મનમાં જાણે કે મહાપાપ કર્યું હોય તેમ લાગે છે. પણ તે દિવસે ઈષ્ય, કેધ, અભિમાન કે વિશ્વાસઘાત થયો હોય તે તેનું મનમાં જરાય દુઃખ થતું નથી. કેમ ખરું કે નહિ? વિચારજે. કેઈએ ભૂથે-ચૂકયે પર્વના દિવસે ઉપવાસ ન કર્યો હોય તો તમારી દષ્ટિમાં તે પામર લાગે અને લીલોતરી ખાધી હોય તો તમે તરત જ (તેને) ધર્મને અજ્ઞાન જાણું તેના પર રોષ કરે, કાં દયા ખાવા મંડી પડે. જે તે જ દિવસે જેન થઈને કંદમૂળ ખાતો હોય, તો તો તમને આભ તૂટી પડવા જેવું લાગે! એટલું જ નહીં, પણ તેને તમે અધમી કે મિથ્યાત્વીનું ઉપનામ પણ આપી દે! પરંતુ તમારા હદયમાં તમે કદી વિચાર કર્યો છે કે, તે દિવસે હું પોતે અંતરને મલિન કરનારાં કેટલા પાપને સેવી રહ્યો છું?” પૂર્વકાળે જેના ઘરમાં ગાયે હતી, બળદે હતા, ગાડાં સવારી હતી. તેઓ જેનધર્મના આરાધક હતા. શું તમારા કરતાં તે ધર્મ-અધર્મને, પાપ-પુણ્યને ઓછું સમજતા? ભગવાન મહાવીરે કહ્યું છે કે “દયાનું મૂળ સંયમ સંયમ એટલે આવશ્યકતાઓ ઘટાડવી. સાચે વીરજ અહિંસક બની શકે અને અહિંસાને પચાવી શકે. નિર્બળ માણસ પ્રત્યક્ષ હિંસા ભલે ન કરતો હોય, તે પણ તેની વૃત્તિનું માલિન્ય એટલું બધું કાળું અને કારમું હોય કે તેને જૈનદર્શનથી માપીએ તો તે અહિંસા ન ગણાય.” પ્રવચન પરિમલ ૧૧૭ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy