________________
પૂજ્ય ગુરુદેવ કવિ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજના પટ્ટશિષ્ય કે જેમણે પૂ. મહારાજશ્રી કાળધમ પામ્યા ત્યાં સુધી અવિરતપણે સુંદર વૈયાવચ્ચ કરી એવા પૂ. ચુનીલાલજી મહારાજ કે જેઓ આ ગ્રંથના મુખ્ય સંપાદક છે, તેમણે ખૂબ પરિશ્રમ લઈ આ ગ્રંથને તૈયાર કરવામાં બહુમૂલ્ય સમયનો સદુપયોગ કરી પ્રાણ રેડયા છે તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. જેમની પ્રેરણાથી આવું મહાન ભગીરથ કાર્ય અમે કરી શકયા છીએ એવા મહાવિદુષી પ્ર. વ. પૂ. દમયંતીબાઈ મહાસતીજી તથા આત્માથી કલાવતીબાઈ મહાસતીજી આદિ તા. ૪ ના પણ અમે આભાર માનીએ છીએ.
આ ગ્રંથના પ્રકાશન કાયૅ માટે ઉદારદિલે દાન આપનાર પૂ. ગુરૂદેવના અનન્ય ભકત શ્રી અમુલખ અમીચંદ શેડ તથા અન્ય સખી ઉદાર દાતાઓના પણ આભાર માનીએ છીએ.
આ સુંદર સ્મૃતિગ્ર ંથમાંથી પ્રેરણા મેળવી આધ્યાત્મિક પંથે થોડા પણ ભવ્યાત્માએ પ્રગતિ કરશે તે અમારો આ પ્રયાસ યત્કિંચિત્ સફળ થયેા માનીશુ
પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજશ્રીને તેઓશ્રીના જન્મશતાબ્દિ મહાત્સવ પ્રસ ંગે અમારા સંઘવતી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કૃતકૃત્યતા અનુભવીએ છીએ.
આ ‘સ્મૃતિગ્રંથ’ના સુઘડ છપાઈકામ માટે તથા સમયસર કામ કરી આપ્યું તે માટે શ્રી મનુભાઈ અમૃતલાલ શેડ, શ્રી નંદલાલભાઈ દોશી અને ફાટ ઓફીસ પ્રિન્ટીંગ પ્રેસના તથા જન્મભૂમિ પ્રેસના કાર્યકરોના આભાર માનીએ છીએ. આ જીવનોપયોગી કલ્યાણકારી કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમણે જેમણે તન, મન, ધન, લેખન આદિથી સહકાર આપ્યા છે તેઓશ્રીના આભાર માની વિરમીએ છીએ.
૩૭૭/૭૮, તેલંગ ક્રોસ રોડ, માટુંગા (સે. ટે.) મુંબઈ-૪૦૦-૦૧૯
તા. ૨૪–૧૦–૭૬
Jain Education International
For Private
લિ.
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવકસઘ, માટુંગા નવનીતલાલ રામજીભાઈ શેઠ જયન્તીલાલ અમૃતલાલ શાહ કાન્તિલાલ ન્યાલચંદ હેમાણી
માનદ્ મંત્રીએ
Personal Use Only
www.jainelibrary.org