________________
-
~
પષ્ય ગરૂદેવ હવિલય પં. નાનયજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
આપ્યું અને જેનપરંપરા તથા ગાંધી કાર્યવાહીના સુસંગમે તેમાં ભા. ન. કાંઠા પ્રાગે પ્રાણ પૂર્યો. જેથી ધર્મમય
યક્ષ રીતે આગળ વધી શકે. ગુરુદેવના મુંબઈ પ્રયાણ પાછળ ભા.ન. કાંઠા પ્રાગને જે ગ્રામપૂરક નગર વાયુમંડળ મળી ગયું, તેને શબ્દોમાં યે વર્ણવાય? જો સમસ્ત સમાજને ધર્મમય બનાવ હોય તો નગરને ગ્રામપૂરક અને સમસ્ત રાષ્ટ્રોની પ્રજાને ભારતાભિમુખ બનાવ્યા વિના છૂટકો નથી. અને આ માટે મુંબઈ સિવાય વિ. વા. પ્રા. સંઘની મુખ્ય શાખા માટે બીજું કયું સ્થાન હોઈ શકે? આમ પૂ. ગુરુદેવના આ ઘાટકોપર ચાતુમાંસને લીધે તરત જ વિશ્વવ્યાપી ધર્મક્રાન્તિનાં મંડાણ મંડાઈ ગયા.
૩૪
મધ્યમવર્ગને પુરુષાર્થ પૂ. ગુરુદેવ જેવા મુંબઈ પહોંચ્યા એટલે ચોમેર સત્-પ્રવૃત્તિઓનું વાયુમંડળ રચાયું. આ વખતે સંવત ૨૦૧૩ નું ચાતુમાસ પૂરું થવા આવ્યું હતું. સ્વરાજ્ય બાદ મુંબઈની પ્રગતિશીલ પ્રજાના પ્રગતિદ્વાર સાવ ઉઘડી ગયા હતા. ગાંધીજીની જેમ ગુરુદેવ પણ માનતા- “ધર્મ દ્વારા જ પ્રશ્નમાત્રને ઉકેલ થઈ શકે.’ મુંબઈમાં મધ્યમવર્ગના રહેઠાણને પ્રશ્ન હોં ફાડીને બેઠા હતા. બોરીવલી પરામાં સ્થાનકવાસી જૈનોની વસતિ ઉભરાવા માંડી હતી. ધંધાની અને નેકરીની ધમાલમાંથી ઊંચા આવે તો કાંઈક કરી શકે ને !
એ માન્યતા ધરમળથી બદલો ગુરુદેવને, સમાજના કરોડરજજુરૂપ મધ્યમવર્ગના નાના-મોટાં દુઃખો બહુ દુભવતાં. તેઓ કહેતાં- “તમારી જિંદગી જીવવાની આજની ટેવ બદલવી જોઇશે. તમારી લાઘવગ્રંથિઓથી તમારે મુકત બનવું પડશે. તમારી સ્ત્રીઓએ બેઠાડુ અને ખર્ચાળ પ્રકૃતિ પલટવી પડશે. તમે નર-નારીઓ જરાય હીણાં કે ઊણાં નથી. તમારી આબાદી પર જ સમાજ આબાદ થશે અને તમારાં સ્વમાન ગૌરવની પ્રતિષ્ઠિત ધરતી ઉપર જ જીવશે તથા જીતશે. તમારી જરૂરિયાતોને પૂરવાની તાકાત રાજ્યમાં નથી, સમાજમાં ય નથી, અર્થમાં તો છે જ નહીં. એ તાકાત માત્ર ધર્મ માં જ છે.
અનુભવની એરણું વાત ઘણી સુંદર પણ શ્રદ્ધા ચૅટે શી રીતે? ગુરુદેવ માનતા ઃ- “સત્ય, આદર્શો કે સિદ્ધાંતનું ઘડતર, ચણતર કે ઉઠાવ પ્રજામાં, અનુભવની એરણ પર જ થાય છે. ખરેખર, તેમ જ બન્યું. બોરીવલીમાં દશ હજાર ચોરસ ફૂટ ખુલ્લી જમીન ધરાવતે એક વિશાળ બંગલે એમ જ પડ હતું. તે બીજી લડાઈ વખતે સરકારી હવાલામાં પડેલો, છૂટતો ન હતો. મકાન માલિકને કાઢી નાખવાનું મન થયું. હવે તો સ્વરાજ્યની સરકાર હતી. શ્રી ખેર અને મોરારજીભાઈનું મુંબઈ પ્રધાનમંડળ હતું. આ વખતે તંત્ર શ્રી ચવાણના હાથમાં આવ્યું. મધ્યમવર્ગની પાસે ધક્કા ખાવાની શ્રમ-તાકાત કયાં ઓછી હતી? આખરે તે મકાન બોરીવલી સ્થાનકવાસી સંઘના હાથમાં આવ્યું.
માટે અચંબો સૌને લાગ્યું – ગુરુદેવના પ્રતાપે માટે અચંબો થયો. ધનિકને પણ ચમત્કાર તો લાગે. તેઓ કહેવા લાગ્યા“ભલેને મકાન મળી ગયું. તાવડી તડાકા કરે છે અને તિજોરી તળિયાઝાટક છે, ત્યાં મકાનનો હવાલો યે મળશે? નાણાં કયાંથી ચૂકવશે?” પણ ગુરુપ્રતાપે આ મધ્યમવર્ગનાં માણુને નાણાં મેળવવાના પ્રામાણિક રસ્તા સૂઝતા જાય અને અમલમાં મૂકતા જાય. આખરે જંગી જમીન સહિત આલેશાન બંગલામું વિશાળ મકાન તેમના હાથમાં આવી ગયું. બોરીવલીમાં સ્થા. જૈનોના વ્યવસ્થિત સંઘના 'રૂઆત થઈ ગઈ.
બેરીવલીમાં ગુરુપ્રતાપ ત્યાર પછી તો બોરીવલીને પગલે કાંદિવલી અને પરા-પરામાં સ્થા. જૈનસંઘે રચાઈ ગયાં. બેરીવલીમાં ગુરુદેવનું ચોમાસું સંવત ૨૦૧૪માં પણ થઈ ગયું અને એક પછી એક પ્રવૃત્તિ શરૂ થઈને જામતી ગઈ. મકાનનું સ્થળ ઘેડબંદર વિશ્વસંતની ઝાંખી
૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org