________________
| દેવચન્દ્રજીના આધ્યાત્મિક પત્રો |
પ.પૂ. સાધ્વી શ્રી આરતીબાઈ મ.સા. પત્ર રૂપે લખાયેલી આઠ પૃષ્ઠની ગણિ શ્રી દેવચંદ્રજીની એક અત્યંત લઘુ રચના છે. તેમાં સૈદ્ધાંતિક પ્રશ્નો તથા મુખ્યાતયા જીવના શુદ્ધ સ્વરૂપ અને શુદ્ધ તત્ત્વની પ્રાપ્તિનો માર્ગ દેવચન્દ્રજીએ સ્વાનુભવ અને આગમો તેમજ પૂર્વાચાર્યોના ગ્રંથના આધારે પ્રસ્તુત કર્યો છે. દેવચન્દ્રજીએ પોતાની આ લઘુકૃતિને કોઈપણ નામ આપ્યું નથી. કારણ કે પ્રસ્તુત કૃતિ પત્રરૂપે હોવાથી ભિન્ન ભિન્ન સ્થળે અને ભિન્ન ભિન્ન કાલે તે લખાયેલા છે. આ ત્રણે પત્રોમાં આધ્યાત્મ વિષયની વિચારણા થઈ હોવાથી તે આધ્યાત્મિક પત્રોથી ઓળખાય છે.
આધ્યાત્મિક પત્રોનો પ્રેરણાસ્ત્રોત
બે પત્રોમાં પ્રાપ્ત થતાં સંબોધનો પરથી જાણી શકાય છે કે સુરત બંદરમાં સ્થિત જિનાગમતવરસિક સુશ્રાવિકા બહેનો જાનકીબાઈ તથા હરખબાઈ વગેરેને લખાયેલા આ પત્રો છે. પરંતુ એક પત્રમાં કોઈ પણ સંબોધન પ્રાપ્ત થતું નથી. પરંતુ નાગકુમાર મકાતી લખે છે કે ત્રણે પત્રો જાનકીબાઈ અને હરખબાઈને જ લખાયેલા છે. તે બહેનોએ પૂછાવેલ પ્રશ્નોના પ્રત્યુત્તરરૂપ આ પત્રો લખાયેલા હોય તેમ જોઈ શકાય છે. - સંત પુરુષો હંમેશાં સત સ્વરૂપની પ્રાપ્તિ અને શુદ્ધિમાં જ લીન હોય છે. તેથી તેઓની વૃત્તિમાં, પ્રત્યેક પ્રવૃત્તિમાં સત સ્વરૂપની વાતો જ પ્રગટ થયા વિના રહેતી નથી. તેઓના ત્રણે પત્રમાં એકાંત શુદ્ધ ધર્મ અને તેની પ્રાપ્તિનો માર્ગ જ પ્રગટ થયો છે.
પ્રથમ પત્રમાં દેવચન્દ્રજીએ સતસુખનું સ્વરૂપ સમજાવ્યું છે.
શાતા વેદનીય કર્મજન્ય સુખ તે સુખ નથી
દેવચન્દ્રજીએ સતસુખનું સ્વરૂપ સમજાવતાં પહેલાં શાતા વેદનીય કર્મજન્ય સુખ તે સુખ નથી તે વિષયને પુષ્ટ કર્યો છે. આત્માના અવ્યાબાધ ગુણનો રોધક તે વેદનીય કર્મ. તેના ઉદયથી જીવને શુભ કે અશુભ પુદ્ગલો ભોગ્ય પાસે પ્રાપ્ત થાય છે પરંતુ નિશ્ચય નયે આત્મા પુદ્ગલનો અભોક્તા છે. ગમે તેવા શ્રેષ્ઠતમ પુગલો પ્રાપ્ત થાય પરંતુ આત્મા તેને ભોગવી શકતો નથી. તેથી તજજન્ય સુખ તે પણ આત્માનું નથી.
આત્મા અનંત સ્વગુણ અને પર્યાયનો જ ભોક્તા છે. ભોગાંતરાય કર્મ વડે આત્માનો શુદ્ધ ભોગ
२२२
શ્રી વિજ્યાનંદસૂરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org