________________
અને શબ્દપ્રભુત્વ માગી લે છે. નાનું રૂપક લખવું સહેલું છે. પરંતુ સળંગ રૂપકકથા લખવી તે ઘણી અઘરી વાત છે. અસાધારણ કવિત્વ અને પાંડિત્ય બન્ને હોય તો જ તે સંભવી શકે.
કવિ જયશેખરસૂરિએ પ્રબોધચિંતામણિ કરતાં ત્રિભુવનદીપક પ્રબંધમાં કેટલાંક પાત્રોનાં નામો જે રીતે બદલાવ્યાં છે તેમાં પણ તેમની સૂક્ષ્મ કવિત્વદષ્ટિ અને ઔચિત્યબુદ્ધિનાં દર્શન થાય છે. કવિએ એમાં જે ફેરફારો કરેલા છે તે ઉપરથી પણ જોઇ શકાય છે કે એમણે પ્રથમ પ્રબોધચિંતામણિની રચના કરી હશે અને ત્યાર પછી ત્રિભુવનદીપક પ્રબંધની રચના કરી હશે. એમણે કરેલા ફેરફારોના સૂક્ષ્મ ઔચિત્યનો વિચાર કરતાં આ વાતની પ્રતીતિ થશે. ઉદાહરણ તરીકે પ્રબોધચિંતામણિમાં મોહના પ્રઘાનનું નામ મિથ્યાદ્દષ્ટિ આપવામાં આવ્યું છે. જ્યારે ત્રિભુવનદીપક પ્રબંધમા તેનું નામ મિથ્યાદર્શન આપવામાં આવ્યું છે. મિથ્યાદષ્ટિ અને મિથ્યાદર્શન બન્ને શબ્દો એક-બીજાના લગભગ પર્યાય જેવા છે. તેમ છતાં મોહના પ્રધાનના નામ તરીકે નારિજાતિવાચક મિથ્યાદષ્ટિ શબ્દ કરતાં મિથ્યાદર્શન જેવો શબ્દ વધુ ઉચિત ગણાય.
કવિએ મૂળ શબ્દ મિથ્યાદર્શન પ્રયોજ્યો હોય અને એના ઉપરથી ફેરફાર કરીને મિથ્યાદષ્ટિ શબ્દ રાખ્યો હોય એવું સંભવી શકે નહિ એટલે એના ઉપરથી પણ પ્રતીત થશે કે કવિએ પ્રબોધચિંતામણિ ની પૂર્વે ત્રિભુવનદીપક પ્રબંધ ની રચના નહીં જ કરી હોય.
ત્રિભુવનદીપક પ્રબંઘમાં કવિ જયશેખરસૂરિએ માત્ર કથાકાર તરીકે જ કાર્ય કર્યું છે એમ નહિ કહી શકાય. મહાકવિની પ્રતિભા ધરાવનારા તેમણે પોતાની અસાધારણ કવિત્વશકિતથી વિવિધ પ્રસંગોનું કવિત્વમય નિરૂપણ કર્યુ છે. એમાં એમની સચોટ વર્ણન કરવાની શકિતનાં દર્શન થાય છે.
માયારૂપી રૂડી રમણીના રૂપથી હંસરાજ આકર્ષાય છે ત્યારે ચેતના રાણી તેમને જે સચોટ શિખામણ આપે છે તેનું કવિએ કરેલું લાધવયુકત વર્ણન જુઓ:
રૂડી રે રમણી મત્તગય ગમણી, દેષી ભૂલઉ ત્રિહભવણ ધણી; અમૃતકુંડિ કિમ વિષ ઉછલઇ ? સમુદ્ર થકી ખેહ ન નીકલઇ; સરવર માહિ ન દવ પરજલઉ, ધરણ ભારિ શેષ ન સલસલઇ;
રવિ કિમ વરિસઇ ઘોરંઘાર ? ઝરઇ સુધાકર કિમ અંગાર ?
જઇ હૂં ચૂકિસિ દેવ ! વિચાર, લોકતણી કુણ કરિસિ સાર ? રૂઅડી રે. ૧૮
વર્ણાનુપ્રાસ જેવા શબ્દલંકારો અને ઉપમાદિ અલંકારો સહિત કવિએ વસંતઋતુના આગમનનું કેવું સરસ નિરૂપણ કર્યુ છે તે જુઓ :
ઊગમ તિમ ચાલે જિમ વિહસંતિ મિત્ત, લગાઇ આકૃતિ હૂં અપાર, તઇ ધોરી ઝાલઉ રજભાર;
ન હસંતિ વસુહ માહિ જિમ અમિત. ૨૧૨
પુણ લેજે વેલા બલ વિયાણિ, તિણિ ચાલ્યાં આધી નહિ હાણિ;
ઇમ કહતાં પુહતઉ રિતુ વસંત, તવ ઉડ્ડિઉ મનમથ ધસમસંત. ૨૧૩
ત્રિભુવન દીપક પ્રબંધ
Jain Education International
For Private & Personal Use Only
૨૧૫
www.jainelibrary.org