________________
ત્રિભુવનદીપક પ્રબંઘમાં મોહને પ્રવૃતિનો પુત્ર કહ્યો છે. જુઓ : મનનાં રાણી એક પ્રવૃતિ,બીજી બહુગુણ નારિ નિવૃત્તિ; પ્રવૃતિ મોહ જિણિઉ સુત એક, નિવૃત તણાઇ પુત્ર વિવેક. ૩૫ (૩૯) પ્રબોધચિંતામણિ માં હંસરાજની બે પત્નીઓ તે બુદ્ધિ અને અસદ્બુદ્ધિ છે. જુઓ :
ते च सदबुद्धीयसबुद्धी राज्ञोऽभूतामुमे प्रिये।
तरणित्विट् तमस्विन्याविवान्योन्यममर्षणे ॥ ३६-३।। કવિએ ચેતનાના પર્યાય તરીકે બુદ્ધિને બતાવી તેના બુદ્ધિ અને અસબુદ્ધિ એવા બે ભેદ બતાવ્યા છે. પરંતુ ત્રિભુવનદીપક પ્રબંધમાં એ પ્રમાણે નથી. ત્રિભુવનદીપક પ્રબંધમાં હંસરાજાની ચેતના રાણી જ કહી છે. જુઓ : રાણી તાસુ ચતુર ચેતના, કેતા ગુણ બોલઉ તેહના. ૧૪ (૪૦) પ્રબોધચિંતામણિમાં પ્રવૃતિને દુર્બુદ્ધિની પુત્રી કહી છે. જુઓ :
सदा सन्निहिता भर्तुर्दुर्बुद्धिर्निजनंदिनीम् ।
તોનાં તો તેના મનમાં પ્રવૃત્તિ પર્યાયત્ II રૂ-૨૩૩ , ત્યારે નિરંતર ભર્તારની નજીક રહેલી દુબુદ્ધિએ ચપલ સ્વભાવવાળી પોતાની પુત્રી પ્રવૃતિને ચપલ એવા મન સાથે પરણાવી. ત્રિભુવનદીપક પ્રબંધમાં પ્રવૃતિ કોની પુત્રી છે તેનો ઉલ્લેખ નથી. (૪૧) પ્રબોધચિંતામણિમાં નિવૃત્તિને સદ્બુદ્ધિની પુત્રી કહી છે. જુઓ :
ध्यात्वेति नितुरिष्टोऽसि त्वमित्यालाप्य मंत्रिणम् ।
निवृत्या निजन दिन्या सद्बुद्धिरुदवाहयत् ।। ३-१४२ ।। (આ પ્રમાણે વિચારીને તું મારા સ્વામીને વહાલો છે એમ પ્રધાનને કહીને સદ્બુદ્ધિએ નિવૃત્તિ નામની પોતાની પુત્રી સાથે મન પ્રધાનનો વિવાહ કર્યો) ત્રિભુવનદીપક પ્રબંધમાં નિવૃત્તિ કોની પુત્રી છે તેનો ઉલ્લેખ નથી.
આમ પ્રબોધચિંતામણિ કરતાં ત્રિભુવનદીપક પ્રબંધમાં કેટલેક સ્થળે કવિએ કેટલાક નાના નાના પરંતુ ઘણા મહત્ત્વના ફેરફારો કર્યા છે. એમાંના કેટલાક મહત્ત્વના ફેરફારો તો પાત્રોનાં નામો વિશેના છે. પ્રબોધચિંતામણિ જેવી સળંગ સુદીર્ઘ રૂપકથાની રચના કરવામાં વિવિઘ તત્વોને પ્રતીકરૂપે જીવંત કલ્પી તેમનો પરસ્પર વ્યવહાર બતાવવામાં તથા વાસ્તવિક વ્યાવહારિક જગત સાથે તેનો સુમેળ કરવામાં કવિની ભારે કસોટી થાય છે. પ્રતીકરૂપ પાત્રોની કથા વ્યવહારદષ્ટિએ જો સુસંગત ન હોય તો તેટલી પ્રતીતિકર થાય નહીં. પ્રબોધચિંતામણિમાં એકસોથી વધુ જેટલાં પાત્રો આવે છે. અને તે બધાંનો પરસ્પર સંબંધ, સગપણ વગેરે ગોઠવવા એ કલ્પના, બુદ્ધિ, ચાતુર્ય, વ્યવહારજ્ઞાન
* ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ - ભાગ ૧, પૃ. ૨૭૮, સંપા જોશી, રાવળ, શુકલ
૨૧૪
શ્રી વિજ્યાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org