________________
ધાત ખરી જઉ લાગઈ, તઉછોડવસ્યઉ દ્રામ આ ક્ષણ સુધી તો કોશા કોઈપણ પુરુષનો સંગ કરનારી ગણિકા માત્ર છે. પણ પછી ધૂલિભદ્રને નજીકથી નિહાળીને પોતે એનાથી પ્રભાવિત બની જાય છે. કવિ એનું આ ભાવપરિવર્તન આ રીતે નોધે છે :
પહિલઉ ઠગવિદ્યા હુંતી, દીઠઉ થયઉસ-ભાવ, સાંહમું લાગી રૃરિવા, જલ વિાણ જિસ્યઉ તલાવ. ભૂભંગિ ભાવઈ જગ ભોલત્યઉ, છલ્યા લોક છંદા કરી,
શ્રી ધૂલિભદ્ર પેખી કરી થઈ વિશે તે કિંકરી અત્યાર સુધી પોતાના ભૂભંગથી જગતને ભોળવનારી ને લોકને છળનારી કોશા સ્થૂલિભદ્રને જોઈને એમની કિંકરી-દાસી બની ગઈ.
તે વિચારે છે : હવે ઉડાઉડ કેમ હાથિ પોપટ બઈઠ આંગણે બેઠેલા પોપટને હવે હાથે કરીને કેમ ઉડાડી મૂકું?
પછી તો શૃંગારનિરૂપણ ઘેરો રંગ ધારણ કરે છે. કોશાનું દેહસૌંદર્ય, એનાં વસ્ત્રાભૂષણો, અને એના પ્રપંચી હાવભાવનાં વર્ણનોમાં કવિ ભાવકને ઘસડી જાય છે.
મયમત્તા મયગલ જિસ્યા થાગહર સૂર સુભટ્ટ, પેખી નર પાછા પડઈ, મેહલઈ માન મરટ્ટ. સુવન્ન દેહ રૂપરેહ, કાંમળેહ ગજજએ, ઉરW હાર, હીર ચીર, કંચુકી વિરજજએ, કટકિ લંકિ ઝીણ વંક અગ્નિ ખગ્નિ દ્રષ્મએ પયોહરાણ પકિખ પકિખ લોક લકખ ઘુમ્મએ અનંગરંગ અંગ અંગ કોસિ વેસિ દકખએ,
કડકખ ચકખ તીર તિકખ તિકિખ તિકિખ મુકએ નીચેની કડીમાં કોશાને સરોવરના રૂપકથી કવિ વર્ણવે છે :
નારિસરોવર સબલ સકલ મુખકમલ મનોહર, ભમુહ ભમહિ રણઝગતિ, નયનયુગ મીન સહોદર, પ્રેમ તણઉ જલ બહુલ, વયોગ રસલહિરિ લલત્તિ, કબરી જલસંવાલ, પાલિ યૌવન મયમત્તિ, નવ ચક્રવાક થાણહરયુગલ, કરઈ રંગ રામતિ રમતિ, શ્રી ધૂલિભદ્ર કિલ્લઈ તિહાં, રમાઈ હંસહંસી જમતિ.
૧૮૬
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org