________________
દહેરાસરના કેટલાક ફોટોગ્રાફો આર્કિયોલોજિકલ સર્વે નોર્થ ગુજરાત અથવા આર્કિયોલોજિકલ એન્ટીવિટિઝ ઓફ નોર્થ ગુજરાત માં (પૃ. ૧૧૪-૧૧૬) તથા સંક્ષેપમાં નોંધ પ્રસિધ્ધ કરી. આ નોંધ પરથી અનુકાલીન લેખ લખાયા છે. જૈન તીર્થ સર્વ સંગ્રહ (પૃ. ૧૪૬-૧૫૨)માં તારંગાની નોંધ કરી છે. તેમાં તેમણે કુમારપાલ પ્રતિબોધ (સોમપ્રભાચાર્ય) ની આર્ય ખપૂટાચાર્ય કથા તથા પ્રભાવક ચરિત્ર આદિમાંથી સાહિત્યિક પ્રમાણોનો કેટલોક આધાર લઈને તારંગા તીર્થની સામગ્રી આપી છે. તેમાં ઘણા દોષ છે. એમાં ઐતિહાસિક ક્રમ જળવાયો નથી.
“સોલંકી કાલીન ગુજરાતમાં કાંતિલાલ સોમપુરાએ તારંગાના અજિતનાથના દહેરાસરનું (પૃ. ૪૧૨-૪૭૫) વર્ણન કર્યું છે. તેમાં પણ ઐતિહાસિક સામગ્રીનો અભાવ છે.
આવી પરિસ્થિતિમાં દહેરાસરનું વ્યવસ્થિત વર્ણન કરવાની અને તેનો ઈતિહાસ તપાસવાની જરૂર લાગતા, આ અભ્યાસનો ઉપક્રમ કર્યો છે.
તારંગા ભૌગોલિક
તારંગા (ઉ.અ. ૨૩-૫૯; પુ.રે. ૭૨-૪૯) ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલું છે, તાલુકાનાં મુખ્ય મથક ખેરાલુના ઈશાન ખૂણે આશરે ૨૫ કિલો મીટર પર આવેલા તારંગાનાં દહેરાસરને ગુજરાતનાં વિવિધ સ્થળો સાથે આજે સ્ટેટ ટ્રાન્સપોર્ટ સર્વિસથી સાંકળી લેવામાં આવ્યું છે. તથા મહેસાણા - તારંગા રેલ્વેથી પણ ભારતના અન્ય ભાગો સાથે સંકળાયેલું છે. તારંગાની ઉત્તરે ભેમપુરા, ટીંબા, ઈશાનમાં ખાડોમલી, પૂર્વમાં આશરે પાંચ-છે કિલોમીટર પર સાબરમતી, અગ્નિખૂણે હાડોલા, દક્ષિણે કનોરિયા, કુડા, રાજપર તથા પશ્ચિમે કારડો અને તારંગા સ્ટેશન છે. તારંગાનો પર્વત સમુદ્રની સપાટીથી આશરે ૩૬૪ મીટર ઊંચો છે. અને આજુબાજુ પ્રદેશમાં તે આશરે ૧૫૦ થી ૨૦૦ મીટર ઊંચો છે. સામાન્યતઃ ગુજરાતના સપાટ પ્રદેશની પૂર્વ તરફના પહાડી પ્રદેશની વિવિધતામાં તારંગા અરવલ્લી ગિરિમાળાના ગ્રેનાઈટના પડો ધરાવે છે. તેથી આ હારમાળામાં ગોળાકાર ધરાવતાં, પવન અને ધોવાણની પ્રક્રિયા થી ગુફાઓવાળાં સ્થાનો ઘાણાં છે. તેની સાથે આ વિસ્તારની પવનથી ઊંડલી રેતના ટીંબા તથા ધારો પણ આમ બે ભૂસ્તરો ધરાવતા આ વિસ્તારની પરિસ્થિતિ જોતાં પર્વતનો પશ્ચિમ તરફનો ભાગ વધુ ઢાળવાળો તથા વસવાટ માટે ઓછો અનુકુળ છે. તેથી અહીંના નદીનાં વાંઘાની નજીક કેટલાંક વસ્તીના સ્થાનો છે, તે વાંઘાની પાસેની ભેખડ પર તથા ત્યાંના ખડકોની ગુફામાં દેખાય છે. આ બૌદ્ધસ્થાનો છે. તેની વધુ તપાસ અપેક્ષિત છે. આજે તારા કે ધારણ માતાનું નાનું સામરણયુકત મંદિર, તેની પાસેની જોગીડાની ગુફા થોડાઘણાં જાણીતાં છે. અહીં ઈટોનો ઉપયોગ કરીને કેટલુક બાંધકામ થયું છે.
થી વિરાટ શકિ. ધ્યtion શાદી pim
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org