________________
i
જૈન તીર્થ તારંગા : એક પ્રાચીન નગરી !
ડૉ. કનુભાઈ વ. શેઠ ડૉ. રમાગલાલ ના. મહેતા
પ્રસ્તાવિક
તારંગા પર્વત પર આવેલા પ્રાય: બારમી સદીના અજિતનાથના દહેરાસરને કારણે તે એક સુપ્રસિદ્ધ જૈન તીર્થ ગણાય છે. આ દહેરાસર અંગે આ પૂર્વે અધ્યયન કરવાના કેટલાક પ્રયાસ થયા છે. પણ તેનો અભ્યાસ કરતાં એમાં કેટલીક ક્ષતિઓ, વિગતદોષ આદિ જોવા મળ્યાં. દહેરાસરનું વર્ણન પણ વ્યવસ્થિત કરવામાં આવ્યું નથી. તારંગાની સ્થળતપાસ પણ વ્યવસ્થિત થઈ નથી એનો પણ ખ્યાલ આવ્યો. એટલે તારંગા પર સ્થળતપાસ કરીને ત્યાં આવેલ નગરનું અવલોકન કરી, એની સ્થાપના ઈતિહાસ આદિનો અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો અને તે અનુસાર તારંગાની અમે સ્થળતપાસ કરી જે અવલોકન-અધ્યયન કર્યું તે સંદર્ભે અત્રે કેટલીક ચર્ચા વિચારણા રજૂ કરી છે. તારંગા તીર્થ - પૂર્વ માહિતી
પ્રાચીન પ્રબંધોમાં તારંગા તીર્થ અંગે માહિતી મળે છે. તેમાં અજિતનાથના દહેરાસર અને કેટલાંક કાર્યો અંગે નોંધ છે. પણ વર્ણન નથી. વર્ણન કરી તીર્થો અને દહેરાસરોની માહિતી આપી, તેનો ઈતિહાસ તૈયાર કરવો ઈત્યાદિ પ્રવૃતિ ઓગણીસમી સદી પછી આરંભાઈ છે.
તારંગા તીર્થની માહિતી રાસમાળા (ફાર્બસકૃત) માં પ્રાપ્ત થાય છે તે અનુસાર અહીં કેટલાક નવાં નાનાં દહેરાસરો છે. સ્વચ્છ જળાશયો છે. પર્વત પર દેવી તારણનું મંદિર છે, તેથી તેનું નામ તારંગા પડયું છે. તે વાણી વત્સરાજના સમયનું છે સંભવ છે કે આ સ્થળે કુમારપાલે બંધાવેલ અજિતનાથના દહેરાસર પૂર્વે પણ કોઈ દહેરાસર હોય. આ સ્થળની ચારે તરફ જંગલો છે અને ભોમિયા વિના ત્યાં જવું મુશ્કેલ છે. અહીં પહોંચવાના બે માર્ગો છે. ઈડરની માફક અહીં નાની દુર્ગ
છે.
આ પર્વતની ખીણમાં દહેરાસર છે અજિતનાથનું. તેની આજુબાજુના ત્રણ શિખરો પર નાની છત્રીઓ છે. જે ભોમિયાનું સ્થાન લે છે.
જૈનો દર વર્ષે કાર્તિક અને ચેત્રમાં અહીં યાત્રાએ આવે છે. આ માહિતી પછી બર્જેસ અને કઝિન્સે આ દહેરાસરનો તલદર્શનનો નકશો બનાવ્યો તથા
'
જૈન તીર્થ તારંગા : એક પ્રાચીન નગરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org