________________
મંત્રશાસ્ત્રને જ્યોતિષશાસ્ત્ર સાથે સંલગ્ન કરવામાં આવે છે. પોતાને જે જે ગ્રહ નડતો હોય તેની આરાધના માટે જુદા જુદા મંત્રોનું વિધાન છે. મંત્રવિદોએ નવકાર મંત્રનો પણ એ દષ્ટિએ પરામર્શ કર્યો છે અને ઉપાધ્યાય પદનો મંત્ર “હ્રીં નમો ઉવન્ઝાયાણં' બુધના ગ્રહની શાંતિ માટે ફરમાવ્યો
નવપદની આરાધનામાં, શાશ્વતી આયંબિલની ઓળીની વિધિ સહિત તપશ્ચર્યામાં ચોથા દિવસે ઉપાધ્યાય પદની આરાધના કરવાની હોય છે. ઉપાધ્યાય ભગવંતના પચ્ચીસ ગુણ હોય છે. એટલે એ દિવસે સવારે પ્રતિક્રમણ પછી લોગસ્સનો કાઉસગ્ન કરવાનો હોય છે. ત્યાર પછી જિન મંદિરે જઈ પચીસ સાથિયા કરવાના, પચીસ ખમાસણાં દેવાના, પચીસ પ્રદક્ષિણા કરવાની છે હૈં નમો ઉવાયાણંની વીસ નવકારવાળી ગણવાની હોય છે. ખમાસાણા માટે નીચે પ્રમાણે દુહો બોલવાનો હોય છે.
તપ સઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે;
ઉપાધ્યાય તે આત્મા, જગબંધવ જગભ્રાતા રે. પ્રત્યેક પ્રદક્ષિણા અને ખમાસાણા પછી નમસ્કાર કરતી વખતે ઉપાધ્યાયના એક એક ગુણના નિર્દેશ સાથે નમસ્કાર કરાય છે, જેમ કે શ્રી આચારાંગ સૂત્ર પઠન ગુણયુકતાય શ્રી ઉપાધ્યાય નમ:. આ રીતે અગિયાર અંગ અને ચૌદ પૂર્વ એમ મળીને પચીસના નિર્દેશ સાથે દુહા તથા ખમાસાણાપૂર્વક નમસ્કાર કરાય છે.
ઉપાધ્યાય પદનો રંગ લીલો હોવાથી જે તે દિવસે એક ધાનનું આયંબિલ કરવાની ભાવના ધરાવતા હોય તેઓ આયંબિલમાં મગની વાનગી વાપરે છે.
પચીસ સાથિયા કર્યા પછી જે ફળ-નૈવેદ્ય મૂકવામાં આવે છે તેમાં પોતાની શકિત અનુસાર લીલા વર્ણના ફળ-નૈવેદ્ય મૂકી શકે છે. શક્તિસંપન્ન શ્રીમંત પચીસ મરકત મણિ પણ મૂકી શકે છે. ચોખાના સાથિયાને બદલે મગના સાથિયા પણ તે દિવસે કરી શકાય છે. -
ઉપાધ્યાયપદની આરાધના કરનારને તે દિવસે એવી ભાવના ભાવવાની હોય છે કે ઉપાધ્યાય ભગવંતની જેમ હું પણ શાસ્ત્રોનું પઠન-પાઠન કરાવવાની સકિત પ્રાપ્ત કર્યું અને જ્ઞાનાન્તરાય કર્મનો ક્ષય કરી સિદ્ધ-બુદ્ધ-મુકત બનું.
આમ પાંચ પરમેષ્ઠિમાં ઉપાધ્યાયપદનો મહિમા પણ ઘણો મોટો છે. સાધુના પદમાંથી ઉપાધ્યાયના પદ સુધી પહોંચવાનું પણ જો એટલું સરળ ન હોય તો ઉપાધ્યાયનું પદ ઔપચારિક રીતે પ્રાપ્ત કર્યા પછી એ પદને સાર્થક કરવું એ કેટલી બધી દુષ્કર વાત છે તે સમજાય છે. એટલે જ જૈન શાસનની પરંપરામાં પોતાને મળેલા ઉપાધ્યાયના પદને ઉજજવળ કરનારી વિભૂતિઓ કેટલી વિરલ છે ! શ્રી હીરવિજયસૂરિના શિષ્ય, સત્તરભેદી પૂજાના રચયિતા, કુંભારનું ગધેડું ભૂકે ત્યારે કાઉસગ્ગ
૧૫૮
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org