________________
(રત્નત્રયથી સંયુકત, જિનકથિત પદાર્થોનો ઉપદેશ કરવામાં શૂરવીર તથા નિ:કાંક્ષા ભાવવાળા એવા ઉપાધ્યાય હોય છે.) દિગંબર પરંપરાના ધવલા ગ્રંથમાં કહ્યું છે :
चोद्दस-पुव्व-महोपहिमगम्म सिवरित्थिओ सिवत्थीणं।
सीलधारणं वत्ता होई मुणीसो उवज्झायो। (જેઓ ચૌદ પૂર્વરૂપી મહાસાગરમાં પ્રવેશ કરીને મોક્ષમાર્ગમાં સ્થિત છે તથા મોક્ષની ભાવનાવાળા શીલધરોને (મુનિઓને) ઉપદેશ આપે છે એવા મુનીશ્વરો તે ઉપાધ્યાય છે.)
ઉપાધ્યાય ભગવંતોનો મહિમા કેટલો બધો છે તે શાસ્ત્રકારોએ એમના ગણાવેલા ગુણો ઉપરથી સમજાય છે. પંચપરમેષ્ઠિના કુલ ૧૦૮ ગુણ ગણવામાં આવે છે. તેમાં અરિહંતના બાર, સિદ્ધના આઠ, આચાર્યના છત્રીસ, ઉપાધ્યાયના પચીસ અને સાધુના સત્તાવીસ ગુણ હોય છે.
ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ નીચે પ્રમાણે ગણાવવામાં આવે છે : ૧૧ ગુણ : અગિયાર અંગશાસ્ત્ર પોતે ભાગે અને ગચ્છમાં બીજાઓને ભણાવે. ૧૨ ગુણ : બાર ઉપાંગશાસ્ત્રો પોતે ભાગે અને ગચ્છમાં બીજાઓને ભણાવે. ૧ ચરણસિત્તરી પોતે પાળે અને પળાવે. ૧ કરણસિત્તરી પોતે પાળે અને પળાવે.
આમ, ઉપાધ્યાય ભગવંતના આ પ્રમાણે જે પચ્ચીસ ગુણ ગાણાવવામાં આવે છે તે સવિગત નીચે પ્રમાણે છે :
અગિયાર અંગ સૂત્રોનાં નામ નીચે પ્રમાણે છે :
(૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વિવાહ પ્રજ્ઞપ્તિ (ભગવતી ટીકા), (૬) જ્ઞાતાધર્મકથા, (૭) ઉપાસક દશાંગ, (૮) અંત તદશાંગ, (૯) અનુત્તરોપપાતિક, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાકસૂત્ર.
બાર ઉપાંગસૂત્રોનાં નામ નીચે પ્રમાણે છે :
(૧) ઓડવાઈય, (૨) રાયપસેણિય, (૩) જીવાજીવાભિગમ, (૪) પણવાણા, (૫) સૂરપત્તિ , (૬) જંબૂદીવપત્તિ , (૭) ચંદપત્તિ , (૮) નિરયાવલિયા, (૯) કમ્પવયંસિયા, | (૧૦) પુફિયા, (૧૧) પુષ્કચૂલિયા, (૧૨) વહિદસા.
ચરણ એટલે ચારિત્ર, સિત્તરી એટલે સિતેર ચારિત્રને લગતા સિતેર બોલ એટલે ચરણસિત્તરી. સાધુ-ભગવંતોએ આ સિત્તેર બોલ પાળવાના હોય છે. એમાં પણ એ પાળવામાં જ્યારે સમર્થ થાય ત્યારે તેઓ ઉપાધ્યાયપદને પાત્ર બને છે.
૧૪૪
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International