________________
ધર્મપાલન માટે જૈન ધર્મે જે છે આવશ્યક ક્રિયાઓ કહી છે તેમાંની એક કિયા તે સામાયિક છે. સામાયિક સમતા પ્રાપ્તિનો ઉત્તમ ઉપાય છે. સામાયિકનો સૂક્ષ્મ અર્થ છે સમતાભાવ ધારણ કરવો. સામાયિક એટલે ગુરુની આજ્ઞા લઈ બે ઘડી એક આસને બેસી સર્વ પાપજનક પ્રવૃત્તિ છોડી દેવી (ાવળં નો શ્વામિ) અને પોતાનાં નિંદ્ય કૃત્યો માટે પશ્ચાત્તાપ કરવો, (ર્નિા િરિમિ ૩પ્પા વોસિરામિ) બે ઘડી માટે પ્રયત્નપૂર્વક જાગ્રત રહીને સમતાભાવ ધારણ કરવો. વારંવાર સામાયિક કરવાથી સમતા ધારણ કરવાની ટેવ પડે છે. શાસ્ત્રકારોએ સામાયિકનો નિષ્કર્ષ એક શ્લોકમાં યથાર્થ રીતે દર્શાવ્યો છે :
समता सर्वभूतेषु संयमः शुभ भावना ।
आर्तरौद्र परित्याग, तद्धि सामायिकं व्रतम् ॥ પ્રાણીપાત્ર પ્રત્યે પ્રેમ અને સમતાપૂર્ણ જીવનવ્યવહાર, પાંચે ઈન્દ્રિયો ઉપર સંયમ, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ-એ શુભ ભાવનાઓ સેવવી અને આર્તરોદ્ર ધ્યાનનો ત્યાગ કરવો. આ વતને સામાયિક વ્રત કહી શકાય.
પરકલ્યાણની ચિંતા એટલે મૈત્રી. જ્ઞાનીઓ એને આધ્યાત્મિક પ્રવૃત્તિ કહે છે. મૈત્રીનું એક અંગ છે પ્રેમ અને બીજું છે ક્ષમા. સમતાભાવ હોય તો જ પ્રેમ અને ક્ષમા ટકે. કોઈનાં વિચારો, ક્ષતિઓ, દોષ, અપરાધો તરફ સમતાભાવ હોય તો જ ચિત્તની શાંતિ જળવાય. કહેવાયું છે
અપરાધીસું પણ ચિત્ત થકી, નવિ ચિંતવીએ પ્રતિકૂળ. વસુ તુષ્ટિ મુરિતા પારકાના સદ્ગણોને, સુખને જોઈને આનંદ પામવો તે પ્રમોદ, સંતો, મુનિઓ, જ્ઞાનવાન, ગુણવાન, ચારિત્રશીલ વ્યકિતઓને જોઈને આનંદ અનુભવવો જોઈએ. ગુણનો પક્ષપાત કરવો જોઈએ. આમ કરવાથી આપણામાં જે ગુણો અંશત હોય તેનો વિકાસ થાય છે. વિરોધીઓના ગુણોની પણ પ્રશંસા કરવાથી તેમને મિત્ર બનાવી શકાય. પ્રમોદભાવ સમભાવને પુષ્ટ કરે છે. શરીર અને ચિત્ત બંનેને પ્રસન્ન, સ્વસ્થ રાખવામાં પ્રમોદ ભાવ સહાયભૂત બને છે.
કરુણાને પરવિનાશિની કહેવામાં આવે છે. એટલે કે દુઃખી જીવોના શારીરિક તેમજ માનસિક દુઃખ દૂર કરવાનો ભાવ તે કરુણા. દુઃખીનાં દુઃખ ઓછો કરવાથી કર્મની નિર્જરા થાય છે, આપણી વૃત્તિ નિર્મળ થાય છે. ભગવાન મહાવીર સંગમદેવ પ્રત્યે અપાર કરુણા બતાવી. સમતાના ઉત્કૃષ્ટ ભાવ વિના તે સંભવે નહિ. હૂંફ, હમદર્દી, લાગણી, સમભાવ ઈત્યાદિ દુઃખી માણસને ખરે ટાંકણે અમૃતછાંટણા બની જાય છે.
માધ્યસ્થ એટલે કરુણાપૂર્ણ ઉપેક્ષા. અધર્મી, માર્ગભૂલેલા, દોષિત પ્રત્યે ઉપેક્ષા સેવવી. માધ્યસ્થ એટલે કોઈ કે કટુતાનો ભાવ સેવ્યા વિના અલિપ્ત રહેવું. આ ઉદાસીનતા કે ઉપેક્ષા જડ નહિ પરંતુ
૧૧૫
મમતા Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org