________________
અનેકાન્તવાદ એટલે વિચાર કે વાણી દ્વારા સમતાનું આચરણ અનેકાન્તવાદ એટલે વૈચારિક સહિષ્ણુતા. વિવિધ વ્યકિતઓ, વાદો અને ધર્મોમાં વિચારના ભેદ તો રહેવાનાં, તેને સમભાવથી તપાસી, સમન્વય કરી, સત્ય પામવું તે સમતા. વિશ્વશાંતિ માટે અમોઘસાધન તે સમતા છે.
અનેકાન્તવાદ એટલે વૈચારિક અપરિગ્રહ. વૈચારિક પરિગ્રહ એટલે વિચારનું, મતનું મમત્વ. હું કહું તે જ સાચું- આ વલણ તે વિચારનો પરિગ્રહ. બીજાના વિચાર કે મંતવ્યમાં રહેલા સત્યનો સ્વીકાર કરવો તે વૈચારિક સમભાવ. મતાંતર કે આગ્રહીપણું ત્યજવું તે વૈચારિક અપરિગ્રહ. ધર્મ, રાજકારણ, કુટુંબ વગેરે દરેક ક્ષેત્રે મતભેદ દૂર કરવા માટે અનેકાન્તવાદ ઉત્તમ માર્ગ છે.
ભગવાન મહાવીરે ગૃહસ્થો માટે મર્યાદિત પરિગ્રહને માર્ગ પ્રબોધ્યો. આર્થિક વિષમતાનું મૂળ તૃષણા છે, સંગ્રહવૃત્તિ છે. પોતાની જરૂરિયાતથી વધારે રાખવું અને બીજાને જરૂરિયાતથી વંચિત રાખવાં એ વૃત્તિ હિંસા-વિષમતા તરફ દોરે છે. આ દોષમાંથી બચવા, ભગવાને દાનનો બોધ પણ આપ્યો. દાન એટલે જરૂરિયાતવાળાને ઉપકારબુદ્ધિથી નહિ પરંતુ પોતાનું કર્તવ્ય કે આવશ્યક ક્રિયા સમજીને આપવું. આ ક્રિયાને સમવિભાગ કે સમવિતરણની ક્રિયા કહી શકાય. એના મૂળમાં સમતા કે સમભાવનો આદર્શ રહેલો છે.
સમતા પમાય કેવી રીતે? એ માટે જાગૃતપણે ખૂબ પુરુષાર્થ કરવો પડે. સહુ પ્રથમ હદયશુદ્ધિ કરવી જોઈએ. દુર્ગુણો અને દુર્વાસનાઓથી હૃદય મલીન થાય છે અરીસો ચોખ્ખો હોય તો પ્રતિબિંબ ચોખ્ખું દેખાય. ચિત્રકાર ચિત્ર કરતાં પહેલાં ફલકને સાફ કરે છે, તેવી રીતે હૈયામાં પેઠેલા દુર્ગુણો દૂર કરીએ તો જ હૃદયમાં સમતા જેવા ઉચ્ચત્તમ ગુણને અવકાશ મળે આનંદઘનજી લખે છે
સેવન કારણ પહેલી ભૂમિકા રે અભય, અષ, અખેદ.
ભય અહમમાંથી જન્મે છે. અહમ ઓગાળી નાખીએ તો અભય જન્મે. સત્તા, કીર્તિ, સંપત્તિની નિરર્થક હરીફાઈ છોડીએ તો અદ્દેષ પ્રગટે. અભય, અષની વૃત્તિમાંથી અખેદ, સાત્વિક આનંદ જન્મે. આ ત્રણે દ્વારા હૃદયશુદ્ધિ થાય તો સમતાપ્રાપ્તિની ભૂમિકા તૈયાર થાય.
સાધુપુરુષ કે ચારિત્ર્યશીલ વ્યકિતઓનો સત્સંગ કેળવવાથી, એમના જીવનવ્યવહારનો અભ્યાસ કરવાથી સમતાનો ભાવ પ્રગટે. વળી તત્ત્વજ્ઞાનના અભ્યાસથી આત્મસ્વરૂપ સમજાય, આત્મા અને શરીરનો ભેદ સમજાય. શરીર નાશવંત છે, મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુનો વિચાર માણસને દુષ્કૃત્ય કરતાં અટકાવે અને પુણ્યકાર્ય ઝડપથી કરવા પ્રેરે પશ્વાદભૂમાં સમતા હોય તો જ પુણ્યકાર્ય સાર્થક થાય. કહ્યું છે :
સમતા વિણ જે આચરે પ્રાણી પુણ્યનાં કામ, છાર ઉપર જિમ લીંપણું, ક્યું ઝાંખર ચિત્રામ.
૧૧૪
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org