________________
-
.
શ્રી ગુરુ વૃદ્ધિવિજય મહારાજા, કુમતિ કુપંથ નિકંદી શિખિ જુગ અંક ઈદ શુભ વરસે,
પાલિતાણા સુરંગી પૂજાના રચનાવર્ષને પ્રત્યક્ષ અંકોમાં દર્શાવવાને બદલે અહીં પ્રતીકાત્મક શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. પૂજા સાહિત્યની આ એક વિશેષતાનું સર્વ સામાન્ય રીતે અન્ય કવિઓમાં અનુસરણ થયેલું છે. દરેક પૂજાના ફળ માટે પ્રચલિત દષ્ટાંતનો નામોલ્લેખ છેલ્લી કડીમાં થયેલો છે. હવાણ પૂજામાં સોમેશ્વરી વિપ્રવધૂ, વિલેપન પૂજા માટે જયસુર અને શુભમતી દંપતી, કુસુમપૂજા માટે, ધૂપ પૂજા માટે પિનરંધર નૃપ, દીપક પૂજા માટે જિનમતી અને ધનથી, અક્ષત, નૈવેદ્ય પૂજા અને ફળ માટે કીર યુગલનાં દષ્ટાંતોનો નામોલ્લેખ થયેલો છે. જૈન સાહિત્યમાં આ દષ્ટાંતો વિશેષ જાણીતાં છે. - કુસુમ પૂજામાં ફૂલોની, નૈવેદ્ય પૂજામાં ભોજનની વૈવિધ્ય પૂર્ણવાનગીઓ અને ફળપૂજામાં વિવિધ ફળોનો ઉલ્લેખ થયેલો છે. આનાં ઉદાહરણ તરીકે જોઈએતો કુસુમ પૂજામાં પુષ્પોની યાદી નીચે મુજબ
મોગરા, ચંપક, માલતી, કેતકી પાડલ આમ રે જામુલ પ્રિપંગુ પુન્નાગ નાગ, મચકુંદ, કુંદ ચંબલિ,
જે ઉગિયાં શુભ થાન રે. ૨ આત્મારામ એ કવિનું નામ છે તેનો ઉલ્લેખ આત્મ સ્વરૂપ પામવા માટે પૂજાનુ વિધાન એમ દર્શાવીને ગૂઢાર્થ પામી શકાય એવો પ્રયોગ કર્યો છે ઉ.દા.જોઈએ તો -
આતમ ચિઘન સહજ વિલાસી
પામી સત ચિતપદ મહાનંદ .. અષ્ટ પ્રકારી પૂજામાં તેનો મહિમા ગાવામાં આવ્યો છે. કોઈ કોઈ રચનામાં ભાવવાહી પંક્તિઓ મળી આવે છે. કવિની પ્રભુ પ્રત્યેની ભકિતભાવના અને તેની એકાગ્રતાની અનેરી મસ્તીનો પરિચય થાય છે જેમ કે :
પૂજો અરિહંત રંગરે, ભવિ ભાવ સુરંગે અરિહંત પદ અર્ચન કરી ચેતન, જિન સ્વરૂપમે રમ રહીયે મેરો મન રંગ રચ્યો, ફળ અર્ચન મેં સુખદાય |
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org