________________
કુમારપાળ દેસાઈ
૫૭
ટિપ્પણોમાં શબ્દને અર્થ, એની વ્યુત્પત્તિ, એની પાછળની ભાવના તેમ જ એને વિશેની કથા એ બધી જ સામગ્રી આપવામાં આવી છે. જૈન ધર્મના પારિભાષિક શબ્દની સમજૂતી અને ચર્ચા તે છે જ, પરંતુ એની સાથોસાથ સંપાદકની વિશાળ દષ્ટિને સતત પરિચય થાય છે. કલ્પસૂત્ર, ઉત્તરાયયન સૂત્ર અને હેમ – અનેકાર્થસંગ્રહ જેવા ગ્રંથની સાથે સાથે મનુસ્મૃતિ, મહાભારત અને વિષ્ણુપુરાણ પર પણ લેખકની નજર છે. ધમ્મપદ, ખેરદેહ અવતા, કુરાન અને બાઈબલના ઉપદેશોના ઉલ્લેખ મળે છે. આમ મહાવીરવાણીના ઘણું સંપાદને થયા છે, પરંતુ આ સંપાદન સંપાદકની ઊંડી શાસ્ત્રીય સૂઝ અને વ્યાપક ધર્મદષ્ટિ માટે મરણીય બની રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org