SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર–વાણું કુમારપાળ દેસાઈ પં. બેચરદાસ દેશીએ કરેલું “મહાવીર-વાણી”નું સંપાદન એમનાં સંપાદનોમાં આગવું તરી આવે છે. ભગવાન મહાવીરની વાણી વિશિષ્ટ એ માટે છે કે એમણે કયાંય એ દાવો કર્યો નથી કે પિતે ઈશ્વરને સંદેશ કે દિવ્ય વાણી પ્રકટ કરી રહ્યા છે. એમણે તો કહ્યું છે કે સાધનાની અનુભવભઠ્ઠીમાંથી તવાઈ તવાઈને પ્રગટ થતો અનુભવ તેઓ આલેખે છે, આથી જ મહાવીર-વાણમાં સ્વયં સાધનાની દીતિ છે અને જીવનનાં રહસ્યો પામવાની ઊંડામાં ઊંડી ઝંખના છે. આવી વ્યાપક દષ્ટિ મહાવીર-વાણમાં પ્રગટ થાય છે અને એ વાણીની વ્યાપકતા પં. બેચરદાસજીએ બીજા ધર્મ ગ્રંથે સાથે તુલના કરીને માર્મિક રીતે દર્શાવી છે. તેઓએ વિચાર કર્યો કે જેને સંસ્કૃતિનો અભ્યદય કરવો હોય તે જૈન સંસકૃતિનાં પુસ્તકે સુલભ બનાવવા જોઈએ. આ હેતુથી એમણે જૈન આગમમાંથી મહાવીર-વાણીને પસંદ કરીને એને ૨૫ સૂત્રમાં વહેચી નાખી. આ ૨૫ સૂત્રની ૩૧૪ ગાથામાં ધર્મની વિસ્તૃત સમજ પ્રગટ થાય છે. આ માટે પં. બેચરદાસજીએ મુખ્યત્વે “સૂત્રકતાંગ સૂત્ર”, “દશવૈકાલિક સૂત્ર”, “ઉત્તરાધ્યયન સૂત્ર” અને “આવશ્યક સૂત્રને પસંદ કર્યા છે. ભગવાન મહાવીરના ઉપદેશના મર્મને સ્પર્શતી ગંભીર તત્વવાળી ગાથા અને તેને અર્થ આપ્યો છે આ સંપાદનની ૩૧૪ ગાથાઓમાં પરિભાષાની પ્રચૂરતા કે રૂઢ ભાષાને બદલે સીધીસાદી શૈલીમાં એની રજૂઆત કરવામાં આવી છે. મહાવીર-વાણુ”માં પ્રગટતા દર્શનની વ્યાપકતા દર્શાવવા માટે એમણે મહાવીરના વચનોની સાથેસાથ બ્રાહ્મણ ધર્મ અને બૌદ્ધ ધર્મના વચનનાં સામ્યને ખ્યાલ આપ્યો છે. પરંતુ પં. સુખલાલજીએ આ તુલનાત્મક ટિપ્પણમાં બાઈબલ અને કુરાનનાં વચને મૂકવાની વાત કરી અને આ માટે સંપાદકે “ઈસુખ્રસ્ત અને તેમને ઉપદેશ” તથા “હજરત મહમ્મદ અને ઈસ્લામ” એ બે પુસ્તકને તુલનાત્મક અભ્યાસમાં ઉપયોગ કર્યો. ભગવાન મહાવીરની વાણી કેઈ ગ૭, વાદ કે સંપ્રદાયના સંકુચિત વાડાને બદલે માનવજીવનની આત્યંતર સુધારણાને હેતુ રાખે છે. તે હકીકત આ તુલનાત્મક અભ્યાસથી પ્રગટ થઈ. પુસ્તકના પ્રારંભમાં ભગવાન મહાવીરનું જીવનચરિત્ર આપવામાં આવ્યું છે. આમાં કેટલાંક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે, જેમ કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનું સામ્ય અથવા તો બુદ્ધ અને મહાવીર બંને એક નહિ, પણ બે સ્વતંત્ર વ્યક્તિ હતા તેવું પ્રતિપાદન. આ પ્રકરણમાં મહાવીરનું જીવન, એમને ઉપદેશ અને એમની ક્રાંત દષ્ટિ સુંદર રીતે પ્રગટ થઈ છે. વળી આમાં ભગવાન મહાવીરની ઉપદેશશેલી એમના પ્રતિસ્પધીઓ તેમ જ એમના જીવનમાં પ્રગટ થતું જ્ઞાન અને ક્રિયા-સાધના–વિશેનું સમતોલપણું બતાવવામાં આવ્યું છે. ભગવાન મહાવીરે પોતે આચરેલી અને દર્શાવેલી અહિંસક રહેણીકરણીની વિગતો આપેલી છે. આમ આ જીવનચરિત્ર સંપાદનમાં આગવું મહત્ત્વ ધરાવે છે. પુસ્તકનાં ટિપણમાં તુલનાત્મક અને વિવેચનાત્મક બંને દષ્ટિ પ્રગટ થાય છે. પુસ્તકને અંતે મહાવીર-વાણુમાં આવતા છ દે અને અલંકારને પરિચય આપવામાં આવ્યો છે. પુસ્તકના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy