SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જયદેવભાઈ શુકલ ૭૫ જૈન પરંપરાના વ્યાકરણગ્રંથની આવી ઉપગિતાના સંદર્ભમાં સિદ્ધહેમ વ્યાકરણનું ઘણું મહત્ત્વ છે. અષ્ટાધ્યાયીનાં સૂત્રોના, કાત્યાયનનાં વાર્તિકોને અને પતંજલિનાં ભાષ્યવચનોને સૌથી વધારે ઉપયોગ હેમચન્દ્રાચાર્યો કર્યો છે. આ ઉપરાંત ઈસુની દસમી સદી સુધીમાં થયેલા લગભગ બધા મહત્ત્વના વૈયાકરણ, ચન્દ્ર, ભર્તુહરિ, ન્યાસકાર, મૈત્રેયરક્ષિત અને કૈયટનાં વિધાનને પણ તેમણે પિતાના વ્યાકરણગ્રંથમાં સમાવ્યાં છે. સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહની ઇચ્છાથી હેમચન્દ્રાચાર્ય સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનની રચના કરી. આ કાર્ય તેમણે ઈ. સ. ૧૧૪૩માં પૂરું કર્યું. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતની પ્રશસ્તિમાં અને નિર્દેશ મળે છે. पूर्व पूर्वजसिद्धराजनृपतेभक्तिस्पृशो याश्चय।। __ साङ्ग व्याकरणं सुवृत्तिसुगम चक्रुभवन्तः पुरा ॥ સિદ્ધહેમને અંતે પણ આવો જ નિર્દેશ છે, तेनातिविस्तृतदुरागमविप्रकीर्णशब्दानुशासनसमूहकदर्थितेन । अभ्यर्थिता निरवमं विधिवद् व्यधत्त शब्दानुशासनमिद मुनिहेमचन्द्रः ॥ આઠ અધ્યાય અને ૪૬૮૫ સુત્રોવાળા આ સૂત્રગ્રંથમાં પહેલા સાત અધ્યાયોનાં ૩૫૬ સૂત્રોમાં સંસ્કૃત ભાષાના વ્યાકરણની ચર્ચા છે. પહેલા અધ્યાયમાં સંજ્ઞા, સંધિ અને નામ, બીજા અધ્યાયમાં નામ, કારક, ત્વષ્ણત્વ અને સ્ત્રી પ્રત્યય, ત્રીજા અધ્યાયમાં સમાસ અને આખ્યાત, ચોથા અધ્યાયમાં આખ્યાત, પાંચમા અધ્યાયમાં કૃદન્ત અને છઠ્ઠા અને સાતમા અધ્યાયમાં તદ્ધિતની ચર્ચા કરવામાં આવી છે. દરેક અધ્યાયને અંતે એકેક ચાલુક્ય રાજાની પ્રશસ્તિ છે. સિદ્ધહેમશબ્દાનુશાસનમાં વ્યાકરણનાં બધાં અંગે, સૂત્ર, ગણ, ધાતુ, ઉણાદિ અને લિંગાનુશાસન પ્રાપ્ત થાય છે. ગણપાઠને બૃહત્તિમાં સમાવવામાં આવ્યો છે. સૂત્રપાઠ ઉપર હેમચન્દ્રાચાર્યે લઘુ, મધ્યમ અને બૃહદ્ એમ ત્રણ વૃત્તિઓ રચી છે. બ્રહવૃત્તિ અર્થાત્ તત્વપ્રકાશિકા ઉપર શબ્દમહાર્ણવન્યાસ અર્થાત્ બૃહન્યાસ નામની અત્યંત વિસ્તૃત ટીકા પ્રાપ્ત થાય છે. ન્યાસની રચના ઉપર પતંજલિના મહાભાષ્યની અને જિનેન્દ્રબુદ્ધિના ન્યાસની ગાઢ અસર છે. આપણને પ્રાપ્ત થતા ન્યાસમાં પહેલા અધ્યાયને પહેલો પાદ અપૂર્ણ અને ત્રીજે તથા એથે પાદ, બીજા અધ્યાયના ચાર પાદ, ત્રીજા અધ્યાયને એથે પાદ અને સાતમા અધ્યાયને ત્રીજે પાદ એટલા મળે છે. ન્યાસમાં હેમચન્દ્રાચાર્યની પહેલાંના અનેક વ્યાકરણગ્રંથનાં અવતરણ મળે છે. સ્પષ્ટતા, વિસ્તાર અને સૂક્ષ્મતાની દષ્ટિએ બ્રાહ્મણેતર વ્યાકરણ–પરંપરામાં આ ગ્રંથનું સૌથી વધારે મહત્ત્વ છે. સિદ્ધહેમશબ્દાનુશાસનની ખ્યાતિ હેમચન્દ્રાચાર્યના સમયમાં જ ઘણી વિસ્તરી હતી. પછીના સમયમાં બધા જૈન ગ્રંથકારો આ વ્યાકરણને ઉપયોગ કરતા હતા. તેમ છતાં કેટલાક સ્વતંત્ર વ્યાકરણગ્રંથ રચવાનું કામ ચત્રતત્ર ચાલુ હતું. જેન વ્યાકરણગ્રંથોમાં વિ. સં. ૧૦૮૦માં રચાયેલા બુદ્ધિસાગર વ્યાકરણનો ઉલલેખ કરવો જોઈએ. તે હેમચન્દ્રની પૂર્વે ચાયું હતું. મલયગિરિને વ્યાકરણને હસ્તપ્રતોમાં મુષ્ટિવ્યાકરણના નામથી ઉલ્લેખ કરવામાં આવે છે. ઈ. સ. ૧૧૭૭ની અર્થાત સોલંકી રાજવી કુમારપાલના સમયની આ રચના છે. નવાગમ વૃત્તિકાર તરીકે મલયગિરિ જાણતા છે. આગમવૃત્તિઓની રચના પહેલાં તેમણે આ શબ્દાનુશાસનની રચના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy