________________
પુણ્યાત્મા સ્વગીય પંડિત બેચરદાસજીનું પુણ્યસ્મરણ
ઉપાધ્યાય અમરમુનિ શ્રીયુત બેચરદાસજી એક મહાન, લોકવિશ્રુત, ઉદાર, વિદ્વતજગતમાં સન્માન્ય તેમજ નિર્મળ જીવનના પ્રબુદ્ધ પંડિત હતા. (૧)
પ્રાકૃત સંસ્કૃત વગેરે ભાષાઓમાં તેમની અબાધિત ગતિ હતી. પ્રાચીન આગમ સાહિત્યમાંની તેમની વિદ્વત્તા સર્વ પ્રકારે યશસ્વી બનેલી છે. (૨)
પ્રાચીન આગમશાસ્ત્રોનું તેમણે ઉત્કૃષ્ટ સંપાદન કર્યું છે. ભગવતીમત્રને તેમનો અનુવાદ તો વિદ્વાનોનાં હૃદયને મંત્રમુગ્ધ કરે તેવો છે. (૩) - કાન્તિકારી વિચારો ધરાવવા સંબંધે તે તેમની અદ્વિતીય ખ્યાતિ હતી. અને તેથી સત્યની ખુલ્લેખુલ્લી રજૂઆત માટે તે તેમને ઘેર યાતનાઓ પણ વેઠવી પડેલી. (૪)
આવા પ્રકારની વિલક્ષણ બીજી પ્રતિભા અન્યત્ર કયારે અને ક્યાં પ્રાપ્ત થાય તેમ છે? પરંતુ જૂર કાળને આ શું સૂઝયું કે તે પ્રતિભા ક્ષણ માત્રમાં અમારી પાસેથી ઝૂંટવી લીધી ? (૫)
પિતાના કુટુમ્બને શોકથી વ્યાકુળ બનાવીને, છેડીને તેઓ એકાએક સ્વર્ગવાસી થઈ ગયા. આ માત્ર તેમના પરિવારની જ નહિ પરંતુ સમગ્ર રાષ્ટ્રની પણ મહાન બેટ છે. (૬)
તે અદ્દભુત જ્ઞાનદીપ ભલે નિર્વાણદશાને પ્રાપ્ત થયો અર્થાત્ ધરતી પર બુઝાઈ ગયો પરંતુ અંધકારને નાશ કરવાવાળાં તેનાં તેજકિરણે તો અત્યારે પણ અહીં પૃથ્વી પર-પ્રકાશમાન છે. (૭)
શેકથી વ્યાકુળ ચક્ષુવાળા પુત્ર, પૌત્રાદિ સર્વે તેમનું સ્મરણ કરી રહ્યા છે કે “ હે પિતા, અમને બધાંને (અસહાય) છે ડીને, આપ કયાં અને કેવી રીતે ચાલ્યા ગયા ? ” (૮).
બનને સુપુત્રીઓ (લલિતા અને લાવણ્યવતી) તથા પ્રિય પત્ની અજવાળીબહેન– વગેરે બધાં દુઃખથી વિવળ છે. અને (ચક્ષુમાંથી) વહેતી અશ્રુધારાથી ધરતીને ભીંજવી રહ્યાં છે. (૯)
સદા આનંદમાં રહેવાવાળા હે પુણ્યાત્મા, આપ તે વર્ગલોકમાં પણ જ્યાં હશે ત્યાં આનંદમાં જ હશે. તેથી આપને માટે શોક કેવ કે અન્ય વેદનાની વાત પણ શી ? (૧૦)
સ્વર્ગસ્થ પંડિતજીને વિનંતી
સ્વર્ગમાં રહ્યા રહ્યા પણ હે પંડિતજી, આપના કુટુંબ-પરિવારનાં બધાં સભ્યો પર દયાભાવ રાખજે કે જેથી પિતાની જીવનયાત્રામાં એ બધાં સુખ-શાન્તિ પ્રાપ્ત કરતાં રહે. (૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org