________________
પઃ અર્થવ્યવસ્થા ધ્યાનપાત્ર વધારો થતો રહ્યો છે, તે એટલે સુધી કે દસમા વર્ષને અંતે બધું ખર્ચ બાદ કરતાં ચોર્યાશી હજારથી પણ વધુ રકમનો વધારો રહ્યો હતો. અને આ બધાં વર્ષ દરમ્યાન વિદ્યાથીઓની સંખ્યામાં એકંદરે ઉત્તરોત્તર વધારો જ થતો રહ્યો હતો : ૧૫ વિદ્યાથીઓથી શરૂ થયેલ સંસ્થામાં દસમે વર્ષે ૪૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.
સંસ્થાની ૫૦ વર્ષની કાર્યવાહી દરમ્યાન શ્રીસંઘે આર્થિક સહકાર આપીને વિદ્યાલયને કેટલું સધર બનાવ્યું તેને ખ્યાલ એની દસ વર્ષની કાર્યવાહી ઉપરથી પણ સારી રીતે આવી શકે એમ છે. ઉપર સૂચવ્યું તેમ, દસ વર્ષના ચાલુ ખર્ચને પહોંચી વળવા ઉપરાંત ચોર્યાશી હજારથી પણ વધુ રકમને વધારે રહ્યો; રૂપિયા ૧૩,૮૮૧ જેટલું સ્થાયી ફંડ એકત્ર થયું; ગોવાળિયા ટેક શેડ ઉપર ૬ મકાનો ખરીદીને એમાંનાં ત્રણ મકાને કાયમી ભાડાની આવક માટે સ્થાવર મિલકત તરીકે રાખીને બાકીના ત્રણ મકાનની જમીન ઉપર સંસ્થા માટે પાયામાંથી આલીશાન નવું મકાન ચણાવ્યું. (આ મકાનો ખરીદવામાં અને નવું મકાન ચણવવામાં કુલ રૂા. ૩,૫૬,૫૨૮-૧૩-૬ જેટલું ખર્ચ થયું, અને મકાન ફંડમાં રૂ. ૨,૩૦,૮૪૧-૨-૯ ફાળાના આવ્યા; એટલે સંસ્થાને આ અંગે રૂા. ૧,૨૫,૬૮૭–૧૦–૯ જેટલું વધારે ખર્ચ કરવું પડયું. ) માધ્યમિક શિક્ષણ માટે મદદ આપવા માટે “શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લોન સ્કોલરશિપ ફંડ”ના રૂા. ૩૧,૦૦૦ શ્રી સારાભાઈ તરફથી સંસ્થાને સોંપવામાં આવ્યા; શેઠ દામોદર ભીમજી ટ્રસ્ટ તરફથી રૂા. ૧૦,૦૦૦નું ટ્રસ્ટ મળ્યું; ધાર્મિક પરીક્ષા પસાર કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે શેઠ સેમચંદ ઉત્તમરાંદ તરફથી ઇનામ અનામત ફંડમાં રૂ. ૨,૫૦૦ મળ્યા; પરદેશ જઈ અભ્યાસ કરવા માટે રૂા. ૧૧,૦૦૦ જેટલી રકમ શ્રી મહાવીર લેન ફંડ તરીકે એકત્ર થઈ. - દસ વર્ષમાં મળેલ આર્થિક મદદની આ હકીકત ઉપરથી શ્રીસંઘ તરફથી વિદ્યાલયને વિવિધ રૂપે કેવું એકધારું આર્થિક પ્રોત્સાહન મળતું રહ્યું છે તેનું, અને વિદ્યાલયે પિતાની કાર્યવાહી અને કાર્યક્ષમતા દ્વારા શ્રી સંઘને કેટલો ચાહ અને વિશ્વાસ સંપાદન કર્યો હતો તેનું, એક સુરેખ અને આકર્ષક ચિત્ર આપણી સમક્ષ દોરાઈ રહે છે.
આવકના માર્ગે દસમા વર્ષમાં વિદ્યાલયમાં ૪૮ વિદ્યાથીઓ અભ્યાસ કરતા હતા. પચાસમા વર્ષમાં મુંબઈ, તેમ જ વિદ્યાલયની અમદાવાદ, પૂના અને વડોદરા શાખામાં તથા બહાર રહીને અભ્યાસ કરતા વિદ્યાથીઓની સંખ્યા ૩૬૦ જેટલી થાય છે. ઉપરાંત કન્યા છાત્રાલયમાં
૧. મુંબઈમાં ૧૨૫; અમદાવાદમાં ૭૦; વડોદરામાં ૧૦૯; પૂનામાં ૩૨; અને બહાર રહીને અભ્યાસ કરતા ૨૪.
વિદ્યાલયના છેલ્લા બાવનમાં વર્ષના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, બાવનમાં વર્ષમાં મુંબઈમાં ૧૨૫, અમદાવાદમાં ૭૦, વડોદરામાં ૧૨૧, પૂનામાં ૩૦ અને બહાર રહીને અભ્યાસ કરતા ૨૫–એ બધા મળીને કુલ ૩૭૧ વિદ્યાર્થીઓ વિદ્યાલયમાં હતા; અને ૭૦ જેટલી કન્યાઓને ૧૭,૪૦૦ રૂપિયા જેટલી છાત્રવૃત્તિ આપવામાં આવી હતી. આ ઉપરાંત પ૩મા વર્ષથી વિદ્યાલયની વલ્લભવિદ્યાનગર શાખાનું કામ પણ ૩૧ વિદ્યાર્થીઓથી શરૂ થઈ ગયું છે અને એ શાખામાં ૮૦ વિદ્યાર્થીઓ રહી શકે એટલી સગવડ કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org