________________
૪: વ્યવસ્થાતંત્ર
આ સંસ્થા વ્યાવહારિક શિક્ષણને અંગે હાઈ અને તેનો લાભ આપણું જ ભાઈઓ લે છે તેથી કોઈ પણ જ્ઞાનખાતાની રકમ અમે લેતા નથી. પ્રથમ પ્રોસ્પેકટસમાં જણાવ્યું છે કે આ ખાતાને પોતાના સાધારણ અથવા ખર્ચ ખાતામાંથી જ સહાય આપવી અને તે ધરણે જ સહાય ભળે તે અમે સ્વીકારીએ છીએ. એ સિવાય જ્ઞાનખાતાની રકમ હજુ મળી નથી, પણ મળે તો તેનું ખાતું ટ્રસ્ટ તરીકે જુદું રાખવાનો પ્રબંધ કર્યો છે એટલે આપણું વ્યાવહારિક શિક્ષણનો લાભ લેનારને કોઈ પ્રકારનો આડકતરી રીતે પણ દોષાપત્તિનો સંભવ ન રહે એવી ખાસ વિચારણું આ સંસ્થાની શરૂઆતથી જ રાખી છે.” (દસમો રિપોર્ટ, પૃ. ૧૪)
“બાકી પાંચ વાસણ એકઠાં થાય તે જરૂર ખખડે એવી વાત છે, પણ તમે બારીકીથી જોશે તો વિદ્યાલયની યોજના એકંદરે સફળ થતી જોવાય છે. અવારનવાર કોઈ છૂટાછવાયા અનિચ્છનીય બનાવ બને તેથી ઘુંચવાઈ ન જતાં એવી સ્થિતિ તો આપણા ખાનગી વ્યવસાયમાં પણ દૂર ન કરી શકાય તેવી છે એમ સમજી આખી યોજનાનું બારીક નિરીક્ષણ કરશો. જૈન કોમના વર્તમાન ઈતિહાસમાં આ સંસ્થાએ નાનો પણ ચોક્કસ ફાળો આપ્યો છે, એટલું સ્વીકારી આપ એને વિશેષ કાર્યકર નિવડે એવી કક્ષામાં જરૂર મૂકશે, તો એની આખી યોજનાના અંતરમાં સમસ્ત સમાજવિકાસનાં ઊંડાં તો છે એમ આપ જોઈ શકશો. સાધને જરૂર પૂરાં પાડશો અને વર્ષ આખરે તેનાં સરવૈયાં કાઢી કરાવી આપ જોશો તો તેમાં આપ ઠીક ઠીક જમે પાસે જોઈ શકશો. અને આપ તેમ જુઓ એવી સર્વની આંતર ભાવના છે. શ્રી વીર પરમાત્માની કૃપાથી એ આપની અને આપણી ભાવના સફળ થાઓ એટલું ઇચ્છી અત્રે વિરમીએ.” (વીસમો રિપોર્ટ, પૃ. ૨૫)
સંસ્થાનું વહીવટી તંત્ર વ્યવસ્થાપક સમિતિની દેરવણી નીચે ચાલે છે અને વ્યવસ્થા પક સમિતિ શરૂઆતથી જ બંધુભાવની લાગણીથી કામ કરવા ટેવાયેલી છે, એટલે એમાં કઈ બાબત અંગે ખેંચતાણને ભાગ્યે જ અવકાશ રહે છે. ત્રણ માનદ મંત્રીઓ અને એક ખજાનચી ઉપરાંત બાર સભ્યોની દર વર્ષે વરણી કરવામાં આવે છે, અને આગળ જણાવવામાં આવ્યું છે તેમ, વિદ્યાલયના પેટ્રને, કન્યા છાત્રાલયના આદ્ય સંસ્થાપકે તેમ જ લાગલગાટ અગર છૂટક છૂટક મળીને પંદર વર્ષ સુધી વ્યવસ્થાપક સમિતિના સભ્યપદે ચૂંટાઈ આવનાર સભ્ય વ્યવસ્થાયક સમિતિના કાયમી સભ્ય ગણાય છે. સંસ્થાની સ્થાપના બાદ નીમવામાં આવેલ કામચલાઉ મૅનેજિંગ કમિટી (વ્યવસ્થાપક સમિતિ)ના એક મંત્રી અને બે ખજાનચી સહિત ૧૧ સભ્યોના નામ આ પુસ્તકના પહેલા પ્રકરણ (પૃ. ૧૬)માં આપ્યાં છે; આ કામચલાઉ મૅનેજિંગ કમિટીના બદલે જનરલ કમિટીએ નીમેલ મેનેજિંગ કમિટીના ૧૫ સભ્યનાં નામ બીજા પ્રકરણ (પૃ. ૨૯)માં, અને બંધારણ મુજબ ચૂંટાયેલી પહેલી મૅનેજિંગ કમિટીના ૧૫ સભ્યોનાં નામ બીજ પ્રકરણ (પૃ. ૩૦)માં આપ્યાં છે. ૫૦મા વર્ષમાં ચૂંટાયેલ વ્યવસ્થાપક સમિતિના ૧૬ સભ્યોના નામ નીચે મુજબ છે – માં ૧. શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ
માનદ મંત્રી . ૨. શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા
૩. શ્રી જયંતીલાલ રતનચંદ શાહ ૪. શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ કાપડિયા
કોષાધ્યક્ષ ૧ ૫. શ્રી બાલચંદ ગાંડાલાલ દેશી
સભ્ય ૬. શ્રી જમનાદાસ સારાભાઈ મેંદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org