________________
૩૩
૩ : મકાન
શિષ્ય સમુદાય સાથે, મુબઈ પધાર્યાં. મુનિ શ્રી વલ્લભવિજયજીના શિષ્ય પન્યાસ સાહનવિજયજી પણ સાથે હતા. એ સૌના રામરામમાં વિદ્યાલયને સ્થિર અને શક્તિશાળી બનાવવાના જ વિચારો ભર્યાં હતા.
મૅનેજિંગ કમિટીએ સમય જોઈ ને મકાનક્ડની યેાજના શ્રીસંઘ સમક્ષ રજૂ કરી. મુનિવરે એ વિચારનું સતત સિંચન કરતા રહ્યા. પહેલા વિશ્વયુદ્ધના પાછલા સમયમાં વેપારીઓને કમાણી પણ સારી થઈ હતી. એક ંદરે મકાનફંડને માટે વાતાવરણ અનુકૂળ હતું.
મકાનમ્ ડની ઉત્સાહપ્રેરક પહેલ કરી કેાટના શ્રીસ`ઘે : પન્યાસ શ્રી સાહનવિજયજીના ઉપદેશથી પર્યુષણના પહેલે જ દિવસે ત્યાં બારહાર રૂપિયા નોંધાયા — જાણે સ`સ્થાને માટે શ્રીસંધના અંતરની ઉદારતાનાં ખરે દ્વાર ખૂલી ગયાં !આ શરૂઆત ખૂબ શુકનવંતી નીવડી : પર્યુષણ પર્વ દરમ્યાન જ કેાટ અને અહારકેાટમાં થઈને બેંતાલીશ હજાર જેવી રકમ મકાનફ'ડમાં નોંધાઈ ગઈ. સચાલકેાની આશા અને આસ્થા અંકુરિત થવા લાગી. શ્રીસ`ઘની આવી મમતાભરી ઉઢારતાથી સૌ આહ્લાદ અનુભવી રહ્યા.
મુનિવરોની પ્રેરણાની વર્ષાં સતત ચાલુ જ હતી. ખીજી બાજુ કાર્યકરો પણ સમયની તાણ કે શક્તિને થાક વીસરીને કામે લાગી ગયા હતા. શેઠ દેવકરણ મૂળજી અને શેઠ મેાતીલાલ મૂળજી જેવા શ્રીમાનાએ પણ જણે કમર કસીને પેાતાની સમગ્રશક્તિ વિદ્યાલયની સેવામાં લગાવી દીધી હતી. અન્ય કાર્યકરો પણ ખડા સૈનિકની જેમ આવી મળ્યા હતા. જોતજોતામાં શરદપૂર્ણિમા સુધીમાં અઠ્ઠાણુ હજાર જેવુ` માતબર મકાનક્ડ ભેગુ થઈ ગયુ’. મુનિવરા, સ`ચાલકેા અને શ્રીસંઘ ધન્યતા અનુભવે એવી એ ઘડી હતી.
પણ એટલાથી સંતાષ માનીને સુખચેનથી બેસી શકાય એવી સ્થિતિ ન હતી; કામ વિરાટ હતું અને નાણાં પણ અઢળક ભેગાં કરવાનાં હતાં. એટલે ફંડનું કામ ચાલુ હતું. એકાદ વર્ષીના પ્રયત્નને અંતે રૂા. ૧,૩૦,૦૦૦) એક લાખ ત્રીસ હજાર જેટલી રકમ ભેગી થઈ.
પણ સંસ્થાના સંચાલકા ભારે ચકાર હતા. નાણાની તગીને તેઓ આશીર્વાદરૂપ લેખતા હતા. આવી તંગી હાય તે, ઊંઘ અને આરામને આશ્રય લીધા વગર, સતત કામ કરવાની પ્રેરણા મળતી રહે એ તેએ ખરાબર સમજતા હતા. વળી, આછી મૂડીમાં વધુ વેપાર કેમ કરવા, એ કળા એમને સહજસિદ્ધ હતી. એમણે તેા ઉપર સૂચવેલી રકમ એકત્ર થઈ તે પહેલાં જ ગાવાળિયા ટેંક રોડ ઉપર, પારસી સગૃહસ્થ ખમનજીનાં ચાર મકાના રૂા. ૧,૪૮,૦૦૦ ( એક લાખ અડતાળીસ હજાર )માં ખરીદવાનુ` તારીખ ૨૭-૫-૧૯૧૮ના રાજ નક્કી કરી લીધું હતું. એનું ક્ષેત્રફળ ૧૬૨૨ સમચારસ વાર હતું.
વિદ્યાલયના વિકાસ અને વિસ્તારના ભવિષ્યદર્શનની દૃષ્ટિએ એના આદ્ય પ્રેરક મુનિશ્રીને અને સંચાલકોને આટલી જગાથી સ`Ôાષ ન થાય એ સ્વાભાવિક હતુ', એટલે પેાતાની પાસે ભડાળ કેટલુ' ભેગું થયું છે એની ચિંતા સેન્યા વગર એમણે આ ચાર મકાનાની લગે લગતુ' ૩૫૭ સમચારસ વારનું પાંચમું મકાન રૂા. ૪૨,૦૦૦ માં અને ૩૬૯ સમર્ચારસ વારનું છઠ્ઠું મકાન રૂા. ૩૧,૦૦૦માં ખરીદી લીધુ'. આમ રૂા. ૨,૨૧,૦૦૦ ના ખર્ચે કુલ ૨૩૪૮ સમચારસ વારનાં છ મકાનો ખરીદ્રી લઈ ને એક વિકસતી સસ્થાને
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org