________________
૨૩૨
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ ભર્યા સ્વરે બેલ્યાઃ “સંઘપતિજી, માગે, મગ, માગે તે આપું. તમારા આ કૃત્યથી હું અતિ પ્રસન્ન થયો છું.”
ઝાંઝણકુમારે કહ્યું : “રાજન ! આપ જેવા રાજવીઓના રૂડા પ્રતાપે તે અમે સિદ્ધક્ષેત્રની યાત્રા કરી આવ્યા, આથી વિશેષ અમારે શું જોઈએ?” - ગુર્જરેશ્વર બેલ્યા: “શ્રેષ્ઠી, એમ ન ચાલે. જે મન થાય તે માગો; આજે તે મારી ભાવનાને પિતાના માર્ગે વિહરવા દ્યો.”
ખૂબ વિચાર કરી સંઘપતિએ કહ્યું : “રાજન ! મારે માગવાનું તો કંઈ છે નહીં, પણ જે તમારે આપવું જ હોય તે એક જ વસ્તુ માગું છું અને તે એ કે આપની કેદમાં પડેલા સમસ્ત રાજાઓને મુક્ત કરો.” - ગુર્જરેશ્વરને થયું કે મંત્રીશ્વરે માગવામાં કશી જ કચાશ રાખી નથી. ઘણું ઘણું માંગ્યું છે; પણ ગુર્જરેશ્રવર પ્રતિજ્ઞાબદ્ધ હતા. . બીજા દિવસના પ્રભાતે બધાય રાજાઓને મુક્ત કરવામાં આવ્યા અને તેમના મુક્તિદાતા માંડવગઢના શ્રેષ્ઠી ઝાંઝણકુમાર છે તે એમને જણાવવામાં આવ્યું.
હર્ષથી છલકાતાં નેત્ર દ્વારા બીજાનાં નેત્રને પણ સજળ બનાવતું એ રાજવીવૃંદ જ્યારે ઝાંઝણકુમારના તંબુમાં આવી એમને ઉપકાર માનવા લાગ્યું ત્યારે તે અંતરને ગદ્દગદ બનાવી દે એવું દશ્ય ખડું થયું. સૌએ ભગવાન વર્ધમાનસ્વામીની મહાકરુણાને અને એમના શાસનને જયજયકાર બેલાવી દીધો.
બીજા દિવસે સવારે આ મહાકાય સંઘે કર્ણાવતીથી આગળ પ્રયાણ આદર્યું ત્યારે પાછળ ઊભેલું રાજવીર્વાદ અને ગુર્જરેશ્રવર સારંગદેવ સમેત સમસ્ત નગરજનનાં હૃદયમાં ભગવાન જિનેન્દ્રના શાસનની અદ્દભુતતા અંકાઈ ચૂકી હતી. ઝાંઝણકુમારે એ સાને જાણે વશ કરી લીધા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org