________________
શ્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓને
લેખક–પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મસૂરિજી
॥ श्रीमहावीरस्वामिने नमो नमः ॥
॥ लब्धिनिधानश्रीगौतमगणधरेन्द्राय नमः ॥ માનવજીવનના મૂલ્યાંકનને આધાર અધ્યાત્મભાવ ઉપર છે. માનવ ગમે તેટલે બુદ્ધિશાલી, શક્તિશાલી, સુશિક્ષિત કિંવા સત્તાધીશ હોય, પરંતુ અધ્યાત્મના અમૃતરસને પિષણ આપનાર જ્ઞાન-ચેતના માનવના અંતરાત્મામાં જાગી ન હોય તો એ માનવજીવનની કશી કિંમત નથી.
આધ્યાત્મિકભાવ અને સમાધિ-માનવજીવનના સરવૈયાને સીમાસ્તંભ સમાધિમરણું છે. જેને જન્મ તેનું મરણ એ તો નિશ્ચિત છે, પણ જન્મની સફળતાને આધાર સમાધિમરણ સિવાય બીજું કઈ નથી. આત્માના અપૂર્વ આનંદની મસ્તીમાં મરણને ભેટવું એના જેવું વિશ્વમાં બીજું કઈ સુખ નથી. અખિલ વિશ્વના ભૌતિક સામ્રાજ્યની સંપત્તિનું સુખ સમાધિમરણના સુખની સામે સરસવના દાણા જેટલી તુલનામાં પણ આવી શકતું નથી. આવા સમાધિમરણને અપૂર્વ આનંદ જીવનના આધ્યાત્મિક ભાવ સિવાય પ્રાપ્ત થે સર્વથા અશક્ય છે.
જ્ઞાનચેતનાનું ભૌતિક તો સાથે જોડાણ–આત્મા પુરુષ અથવા પતિ છે. બુદ્ધિ અથવા ચેતના આત્માની પત્ની છે. એ બુદ્ધિ કિંવા ચેતનાનું જોડાણ અનંત કાળથી શરીર, સ્ત્રી-પુત્ર, ધન-દેલત વગેરે ભૌતિક તની સાથે યથાગ્ય અવિચ્છિન્નપણે ચાલુ છે અને બુદ્ધિ અથવા ચેતના આત્માની પત્ની હોવા છતાં પોતાના પતિ–આત્માથી એનું જોડાણ છૂટી ગયું છે. બુદ્ધિને શરીર, સ્ત્રી-પુત્ર, કુટુંબ પરિવાર, ધન-દોલત, ખાનપાન વગેરે ભૌતિક સુખનાં સાધન પ્રાપ્ત કરવાની, તેને વધારે કરવાની અને એ સાધનોને ને સુરક્ષિત રાખવાની સતત ચિંતા રહ્યા કરે છે, પણ અનંતના પ્રભુ એવા પિતાના આત્મ
દેવના હિતાહિતની એ ચેતનાને કશી પડી નથી. સાચા શબ્દોમાં કહીએ તે, ચેતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org