________________
૧૭૮
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહત્ય-ગ્રંથ એને પચાવી લેવાની બુદ્ધિ અને શક્તિ રાખે છે. આ કારણે વિધી મંતવ્ય વચ્ચે પણ શક્ય સમન્વય કરવાનું વિશિષ્ટ વલણ એણે કેળવ્યું છે.
કે જેનધર્મના આવા ઉદાત્ત દષ્ટિબિંદુને ન સમજવાથી શંકરાચાર્ય, રામાનુજાચાર્ય અને વલલભાચાર્ય વગેરેથી માંડી આધુનિક યુગના સ્વામી દયાનંદ સરસ્વતી સુધીના ધર્માચાર્યોએ એને ઘણે અન્યાય કર્યો છે. આમ છતાં સ્વતંત્ર વિચારક-સંશોધકે એની ઉદાર અને ઉદાત્ત ન્યાયબુદ્ધિથી પ્રભાવિત પણ થયા છે. એવામાં મધ્વાચાર્ય મુખ્ય છે.
જેનધર્મ કોઈ પણ મત–સંપ્રદાયને ખોટો કે પાખંડી ન કહેતાં એટલું જ કહે છે કે અન્યનું દૃષ્ટિબિંદુ સાચું હોવા છતાં એકાંગી છે ને એ કારણે જ એમાં વિચારની અપૂર્ણતા રહી ગઈ છે.
આ વિચારને સમજાવવા નદી અને સાગરનું ખાસ ઉદાહરણ આપવામાં આવે છે. કેઈ સાગર નદીના સંગમને સેવક-સેવ્યના અર્થાત્ જીવ-ઈશ્વરના મિલન-સંબંધ રૂપે જુએ છે; કેઈએને જળના બિંદુઓની જેમ આ વિશ્વને આત્માઓને સમૂહ માને છે. કેઈ એને કેવળ જલતત્વરૂપે જુએ તેમ વિશ્વને કેવળ બ્રહ્મરૂપે જ જુએ છે, તે કઈ વળી એને }, હાઈડ્રોજન-ઓક્ષીજનના સંગના પરિણામરૂપે એને આલયવિજ્ઞાનની કરામત જ માને છે. મહાવીર કહે છે કે હરેકનું દૃષ્ટિબિંદુ છે તે સાચું, પણ એ એકાંગી દર્શન હોઈ અપૂર્ણ દર્શન છે. પણ જ્યારે એને જોવા-સમજવાનાં ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુઓને અપનાવવામાં આવે છે ત્યારે જ એ દર્શન પૂર્ણ બને છે.
મહાવીરની આ દષ્ટિને પછીના આચાર્યોએ વિશદ રીતે સમજાવતાં કહ્યું છે કે વનસંઘર્ રુતિ નૈનધર્મ–સત્યને જોવાની જુદી જુદી એકાંગી દષ્ટિઓના સંગ્રહથી જ જેના ધર્મ સત્યદૃષ્ટિ બને છે. શ્રી સિદ્ધસેન દિવાકરજીએ પણ “સન્મતિતક'માં મદ્ મિરઝાઢંક્ષાસમૂન બટ્સ સમય, રા'—એ ગાથા દ્વારા જિનવચનને મિથ્યા દર્શનના સમૂહરૂપ જણાવ્યું છે. આનંદઘનજી જેવા મહાગીએ પણ “ષદર્શન જિન અંગ ભણજે ” પદ દ્વારા આ જ વસ્તુનું નિરૂપણ કર્યું છે; જ્યારે શ્રી વિનોબા ભાવેએ ભગવાન મહાવીરના આ દષ્ટિબિંદુને પિતાની આગવી શૈલીમાં સમજાવતાં કહ્યું છે કે –
કઈ પણ એકાંગી વિચાર એ વિચાર જ નથી, અવિચાર છે. કારણ કે વસ્તુમાત્ર અનંતધર્માત્મક હોઈ એના બધા જ પાસાઓને તપાસી જે સર્વાગીણ વિચાર આપે છે એ જ સાચો વિચાર છે. આ દષ્ટિને કારણે તેઓ (ભગવાન મહાવીર) જે કઈને મળતા તેની ભૂમિકા પર જઈને તેને વિચાર સમજાવતા હતા; પિતાના–નિજના જે વિચાર છે તેનું સામેવાળા પર આક્રમણ નહતા કરતા. પહેલાં પૂછી લેતા કે તે વ્યક્તિ કઈ રીતની વિચારપદ્ધતિમાં માને છે. જે ગૌતમ ગણધરની જેમ તે વેદને માનતી હોય તે તેને વેદને આધાર આપી સમજાવતા. અગર તે બીજી પદ્ધતિમાં માનતી હોય તો તેને તે પદ્ધતિ પ્રમાણે સમજાવતા, અને પછી કહેતા કે “તમે જે વિચારે છે તે પણ ખરું હોઈ શકે છે; પણ તેનાથી જુદી વાતો પણ ખરી હોઈ શકે છે. માટે હદયનાં દ્વાર હંમેશાં ખુલ્લાં રાખો.” પણ એમને જે કોઈ એવી વ્યક્તિ મળતી કે જે પહેલેથી કઈ પણ એક વિચારપદ્ધતિને વરેલી નહોતી તે તેને તેઓ પોતાની રીતે વિચાર સમજાવતા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org