________________
વિદ્યાલયની વિકાસકથા જોગાનુજોગ વિ. સં. ૧૯૬૯ (સને ૧૧૩)ની સાલનું ચોમાસું પૂ. મુનિ શ્રી વલ્લભવિજયજી મુંબઈમાં રહ્યા હતા; અને જૈન સંઘમાં સરસ્વતી મંદિરની સ્થાપના કરવાના મનેર એમના અંતરમાં રમતા જ હતા. એટલે એમણે પણ મુંબઈના જૈન આગેવાનને પિતાના વિશાળ અનુભવને લાભ આપીને યંગ્ય માર્ગદર્શન કરાવ્યું અને ઉચ્ચ શિક્ષણ માટેની સંસ્થા સ્થાપવાની પ્રબળ પ્રેરણા આપી. આ સંસ્થાને આકારપ્રકાર કે હે જોઈએ એ સંબંધી જે નિખાલસ ચર્ચા કરવામાં આવી હતી, એનો કંઈક ખ્યાલ શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાને બહુમાન માટે રચવામાં આવેલા સન્માન સમિતિ તરફથી સને ૧૯૪૯માં કરવામાં આવેલ સન્માન પ્રસંગે શ્રી મોતીચંદભાઈએ ઉચ્ચારેલ નીચેના ઉદ્ગારે ઉપરથી આવી શકે એમ છે. તેઓએ કહ્યું કે
જ્યારે મુંબઈમાં પંજાબ અનુસાર ગુરુકુળ કરવું કે નહિ એની ચર્ચા થઈ હતી (આજથી ૩૪ વર્ષ ઉપર) ત્યારે મેં મારા વિચારો પુરતી છૂટથી જણાવ્યા હતા. મારે મન જૈન કામને કેળવણું જરૂરી છે અને તેમાં જ સમાજનું ગૌરવ છે એમ લાગવાથી હું ગુરુકુળની યેજના વિરુદ્ધ પડવો. પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી પણ મારી યોજના સંપૂર્ણ સહાનુભૂતિથી નીરખી રહ્યા.”
( સન્માન સમિતિની કાર્યવાહી, પૃ. ૧૬) સમાજના આગેવામાં કાર્ય કરવાની શક્તિ અને તમન્ના અને હતા એમાં સમયજ્ઞ મુનિશ્રીની પ્રબળ પ્રેરણાનું બળ ઉમેરાયું; તેઓ આવી શિક્ષણ સંસ્થાની સ્થાપના કરવા માટે કૃતનિશ્ચય બન્યા. અનેક ભાવનાશીલ આગેવાનું એક એકરાગી જૂથ રચાયું અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાની સ્થાપના માટે વાતાવરણ પૂરેપૂરું અનુકૂળ બની ગયું. પરિણામે એક સમય પારખું અને સંકલ્યાણના વાંછુ મુનિવરની પ્રેરણા અને અનેક સેવાપરાયણ આગેવાની ભાવનાના સંગમતીર્થને આરે વિ. સં. ૧૯૭૦ના ફાગણ સુદિ પંચમી ને સોમવાર, તા. ૨-૩-૧૯૧૪ના યાદગાર દિવસે, મુંબઈમાં જૈન સંઘના વિદ્યાતીર્થ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની મંગલ સ્થાપના થઈ. શોધી શકશે. શાસ્ત્રના ઊંડા અભ્યાસ, વિચારની ઉદારતા, નિમલ બાબતની ઉપેક્ષા અને સંપ્રદાયના જ્ઞાન સાથે જ્યારે સમાજશાસ્ત્રને અભ્યાસ બરાબર થશે ત્યારે જ ઉન્નતિના માર્ગ તરફ આપણે વળશું. તેને રસ્તે વ્યવસ્થા પૂર્વક કેળવણીને માર્ગે પ્રગતિ કરવામાં જ છે. ભણેલ વર્ગ ઉપર આધાર રાખવામાં કદાચ સંકોચ થતો હશે, પણ તેના ઉપર જ ભવિષ્યનું મંડાણ છે. કેળવણુ કેવી, ક્યાં અને ક્યારે આપવી એ વિચારવાની જરૂર છે પણ એના વગર નભે તેમ નથી. શાસ્ત્ર, સંપ્રદાયનું જ્ઞાન અને વર્તમાન કેળવણીના ઊંડા અભ્યાસ વગર સમાજના ભવિષ્યનાં કંકો નકકી કરાય તેમ નથી.” (અગિયારમે રિટે, ૫ ૨૯)
“આપણે જેટલા ભાઈઓને ભણવાનું ઉત્તેજન આપીએ તેટલાને આપણે ભાગે લઈ ચાલીએ છીએ અને નિરાશ્રિતના પ્રશ્નને અલ્પાંશે નિકાલ કરીએ છીએ. એક ભણેલે માણસ કેટલાને ઠેકાણે પાડે છે તેને ખ્યાલ કરવા જેવો છે. આર્થિક બુંચવણને વ્યવહાર નિકાલ લાવવામાં આપણે પારસી મને દાખલો અનુકરણ કરવા યોગ્ય છે. આવી સંસ્થામાં આપેલ દાન અનેક વાર ફર્યા કરે છે, વસુલ આવેલ લોનની રકમ અન્યને ભણવામાં જ વપરાય છે, ભણેલે ભિક્ષા માગશે તોપણું રીતસર ભાગશે અને જૈન કામને દીપાવનાર પણ એ વર્ગમાંથી જ નીકળશે.” (સેળ રિપોર્ટ, પૃ. ૨૪ A)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org